મેઘના
મેઘના
મેઘના અને એકતા ખૂબ સારા મિત્રો હતા. એકબીજા સાથે એટલા નજીક કે બંને ને એકબીજા વિના ફાવે નહિ. મેઘનાના માતા- પિતા ખૂબ ગરીબ હતા, એટલે મેઘના એકતાના જૂના કપડા પહેરી લેતી. ઘણી વખત એકતા એના સાથે નવા કપડાં પણ અપાવતી. બંને સખીઓ પ્રાથમિક શિક્ષણ પૂરું કરી લીધું અને એકતાને આગળ અભ્યાસ માટે એના મમ્મી- પપ્પાએ લંડન અભ્યાસ માટે મોકલી દીધી. હવે મેઘના એકલી પડી ગઈ હતી. આગળ એને અભ્યાસ કરવો હતો પણ કોણ કરાવે,પરંતુ એનું નસીબ સારું હતું અને સરસ્વતી દેવીની ઈચ્છા હશે ,એટલે એકતાના પપ્પાએ કહ્યું ;હું બધો ખર્ચ કરવા તૈયાર છું. અને એકતાની મમ્મી કહે;" બેટા" એકતાની જેમ તું પણ મારી "બેટી" જેવી છે.
મેઘનાના માતા-પિતાએ કહ્યું કે" બેટા "અમે તો આખો દિવસ કામમાં જોઈએ છે તું ત્યાં એમના ઘરનું કામકાજ કર અને ત્યાંથી અભ્યાસ કરજે અમને કંઈ પણ વાંધો નથી. મેઘના હવે ત્યાં અભ્યાસ કરી રહી હતી. મેઘના હવે મોટી થઈ રહી હતી. સુંદર ભરાવદાર ચહેરો. લાંબાવાળ અને ગોરો રંગ. આંખોં જોઈએ તો એકદમ ચમકીલી કોઈ પણ જોવે તો એના પર ફિદા થઈ જાય. મેઘનાએ હવે કોલેજમાં એડમીશન લેવાનું વિચાર્યું. અને એકતાના પિતાજીએ બધી સગવડ કરી આપી. મેઘના હવે કોલેજ જવા લાગી ક્યારેક એની મિત્ર એકતાનો ફોન આવતો ઘણી વાતો કરી લેતા હતા.
એકદિવસ મેઘના કોલેજથી આવતી હતી અને તેના ક્લાસનો વિદ્યાર્થી પ્રતીક મળ્યો અને કહ્યું; 'મારા એક્ટિવા પર બેસી જા,આ ગરમીમાં ક્યાં સુધી તું ચાલીશ. મને ખબર છે કે તું ક્યાં રહે છે. એક ગલી પડે છે ત્યાં તારી રૂમ આવેલી છે. હું તને ત્યાં જ ઉતારી દઈશ મારા પર વિશ્વાસ કર ચિંતા ન કરીશ.'
મેઘના પ્રતીકની પાછળ બેસી ગઈ અંદરથી ખૂબ જ ડર હતો ગભરાતી હતી. પરંતુ પ્રતીકે ખુબ જ સરસ રીતે એને ઘર આગળ ઉતારી દીધી. કાળજે ઠંડક થઈ. જેવી ઉતરી એવો છે એના ફોન પર રીંગ વાગી અને ફોન હતો એના મમ્મી- પપ્પાના ફોનમાંથી કોઈએ રીંગ મારી હતી. મેઘનાએ ફોન ઉપાડ્યો તો એની બાજુના રવિકાકાએ કહ્યું કે 'મેઘના તારા મમ્મી- પપ્પાનું એક્સિડન્ટ થયું છે હવે એ આ દુનિયામાં નથી તું વહેલામાં વહેલી તકે એમને મળવા આવી જા.'
બીજી તરફ એકતાના પપ્પાનો ફોન આવી ગયો કે ,હું તને લેવા માટે આવી રહ્યો છું. મેઘના તો ત્યાં ને ત્યાં ખૂબ જ રડવા લાગી કારણ કે એને થયું કે હવે મારું દુનિયામાં કોઈ રહ્યું નથી. બાજુમાં પ્રતીક એ કહ્યું ;મેઘના ચિંતા ન કર, અમે તમારી સાથે જ છીએ. એટલામાં પ્રતીક એના મમ્મી- પપ્પાને બોલાવી લાવ્યો. એમને મેઘનાને આશ્વાસન આપ્યું અને તરત જ એટલામાંતો એકતાના પપ્પા એને લેવા માટે આવી ગયા. એકતાના પપ્પાને જોઈને એમને બાથે પડીને ખૂબ જ રડવા લાગી.
મેઘનાએ કહ્યું કે; અંકલ મારી સાથે આ શું થઈ ગયું. હવે મારું દુનિયામાં કોઈ રહ્યું નથી. ત્યારે એકતાના પપ્પાએ કહ્યું; અમે તો તારા માટે છીએ. તું ચિંતા ના કર. હાલને હાલ ગાડીમાં બેસી જા. તારા મમ્મી-પપ્પાનો અગ્નિદાહ કરવાનો છે, એટલા માટે હું તને લેવા માટે આવ્યો છું. સાંજ પડવા આવી હતી એકતા માટે હવે કોઈ વિચારવા જેવું હતું ને તરત જ ગાડીમાં બેસી ગઈ. કારણ કે એના મમ્મી-પપ્પાનો છેલ્લી ઘડીએ મોઢું જોવા માગતી હતી એટલે કોઈ પણ વિચાર કર્યા વિના બેસી ગઈ હતી.
પ્રતિક કહે; હું સાથે આવું ત્યારે એના પપ્પાએ કહ્યું ; "બેટા' હું એની સાથે છું, એટલે કોઈ ચિંતા કરવા જેવી નથી. મેઘના બેસી ગઈ. ધીમે ધીમે ગાડી જ ઈ રહી હતી અને રાત પણ પડવા લાગી હતી. એકતાની આંખો રડતા, રડતા જ લાલઘૂમ થઇ ગઇ હતી. ખુબ જ દૂર ગયા પછી એમની આગળ જ ગાડી પંચર પડી હોય એવું એકતાના પપ્પાએ મેઘનાને કહીને એમને ગાડી ઉભી રાખી. મેઘનાને કહ્યું; હવે ગાડી આગળ જાય તેમ નથી. હું આગળ કોઈ પંચરવાળો હોય તો બોલાવી ને રાખું છું ,ત્યાં સુધી તું હોટલમાં બેસ, હું તને કોઈ ઠંડુ લીંબુપાણી લઈને આવુ. એમને લીંબુપાણી આપ્યું અને એમાં કોઈ નશીલી ગોળી નાખી દીધી જે મેઘના જાણતી નહોતી. અને કહ્યું તું લીંબુ પાણી પી લે ત્યાં સુધી હું પંચરવાળાને શોધી આવું.
મેઘના એમના પર વિશ્વાસ રાખીને એ હોટલમાં લીંબુપાણી પી ગઈ. એકતાના પિતાજીની ઈરાદો સફળ નીવડ્યો. એ મેઘનાને હોટલમાં લઇ ગયા અને એ જ રાત્રે એના પર બળાત્કાર ગુજાર્યો. ને ખબર નહોતી કે જેને એ પોતાના પિતા સમાન ગણતી હતી એમ ને આજે એને પીંખી નાખી હતી. મેઘના એમની દીકરીની જેવી હતી છતાં પણ એને કોઈ પણ વિચાર કર્યો નહીં.
એક તરફ મેઘનાના મમ્મી -પપ્પા મૃત્યુ પામ્યા હતા. બીજી તરફ એકતાના પપ્પા એની પર બળાત્કાર ગુજાર્યો એ રાત એના માટે એવી ગુજરી ગઈ કે એનું જીવન રણમાં રોળાઈ ગયું. જાણે કે જીવનની ભયાનક રાત હોય એમ ગુજરી ગઈ. જ્યારે એને ભાન આવ્યું ત્યારે એને ખબર પડી કે એ એકતાના પપ્પાની બાહોમાં એ હતી. તેણે કહ્યું કે 'તમે આ શું કરી રહ્યા છો ? અંકલ તમે તમારા પિતાજી સમાન છો.'
એકતાના પિતાજીએ ત્યારે કહ્યું કે; 'એમ તને ઘાસચારો નહોતો નાખતો. તું નાની હતી ત્યારથી જ હું તને મારા શરીરને તૃપ્ત કરવા માગતો હતો. અને હું રાહ જોતો હતો કે ક્યારે તારુ જોબન ખીલે અને હું તને પામી શકું.'
મેઘના કહ્યું; અંકલ તમે ખોટું કરી દીધું મારી જોડે. હું આ કલંક સાથે નહિ જીવી શકું હવે મારા મમ્મી- પપ્પા પણ રહ્યા નથી. હવે હું કયા મોઢે ગામડે આવું. એકતાના પપ્પાએ કહ્યું 'તું આવીજા ગામડે હું તને બધી રીતે સાચવીશ.'
મેઘના તરત બોલી 'તારા જેવા નાલાયકને હું પિતા સમાન ગણતી તું તો રાવણથી ભૂંડો નીકળ્યો. હું પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસ કેસ કરીશ.'
એકતાના પિતાજીએ ત્યારે તરત જ કહ્યું કે; 'તને ખબર છે કે મારી ઓળખાણ એટલી બધી છે કે, કોઈ મને જેલમાં પણ રાખી શકશે નહીં.'
મેઘના જાણતી હતી આ નાલાયક નરાધમ માણસની પહોંચ એટલી છે કોઈ એને સજા કરશે નહિ, મેઘનાને થયું કે મારા મમ્મી- પપ્પા તો જિંદગીમાં હવે રહ્યા નથી, હું છેલ્લી ઘડીએ મોઢું જોવા માગતી હતી પરંતુ મારું કલંકિત મોઢું એમને બતાવવા નથી માંગતી. તેમને મારી પર વિશ્વાસ મૂક્યો હતો આજે માતા-પિતાના વિશ્વાસને હું ગુમાવી ચૂકી છું. મે કેમ આ માણસ પર વિશ્વાસ જ કેમ મુક્યો.
મેઘના વિચારતી હતી કે મારી માતાની શિખામણ હતી કે "બેટા" કોઈ પણ પુરુષ પર વિશ્વાસ મુકતા પહેલા હજારો વિચાર કરવા પડે. પણ મે જ આજે વિશ્વાસ મૂકીને મારી જાતને ગુમાવી દીધી. એક બાજુ એના દિલમાં માતા- પિતાનું દર્દ અને બીજો એને પોતાના જીવનનો જે મકસદ હતો કે એ પોતાનું જીવન કોઈ સારા જીવનસાથી સાથે એનું સર્વસ્થ ન્યોછાવર કરશે ,પરંતુ એનુંશરીર ભ્રષ્ટ થઈ ચૂક્યું હતું એ હવે કોઈ ને લાયક રહી નહોતી એના તમામ સ્વપ્નાઓ તૂટી ગયા હતા. એ ભયાનક રાત્રિએ એનું જીવન બરબાદ કરી દીધું.
એ તરત દોડતી સામે કિનારે એક નદી હતી તેમાં પડવા માટે તૈયાર થઈ ગઈ. અને જ્યાં પહોંચી ત્યાં એના આત્મામાંથી જવાબ આવ્યો કે મૃત્યુ એ છેલ્લો ઉપાય નથી. હું મારા જીવન બરબાદ કરનારને સજા કરીને રહીશ. એને તરત જ પ્રતીકને ફોન કર્યો ,કારણ કે પ્રતીક પર એનો વિશ્વાસ હતો એને થયું કે ખરેખર પ્રતિક સિવાય મારી મદદ કરે તેવું કોઈ નથી એટલે ફોન કરતા પ્રતીકે કહ્યું ;ચિંતા ના કર. હું તને લેવા માટે આવી રહ્યો છું. મેઘનાએ નક્કી કર્યું હતું કે એ હાલ બધી વાતને છુપાવશે. કારણકે હવે જે મારી સાથે બની ગયું છે એ સુધરવાનું નથી પણ સમય આવે અને હું ગમે તે ભોગે એમના મારી પર થયેલા અત્યાચારનો બદલો લઈશ પછી કહીશ
પ્રતિક આવ્યો અને જોયું તો મેઘના હવે પથ્થરદિલ બની ગઈ હતી. એના માતા-પિતા નું દર્દ અને એના જોડે બનેલું વિશ્વાસઘાતનું દર્દ એ જાણે હાડપિંજર બની ગઈ હતી પ્રતિકએ કહ્યું ;મેઘના તારા માતા-પિતાને મળવા નથી જવું. ત્યારે મેઘનાએ કહ્યું; ના પ્રતિક, હવે હું પાછી મારી રૂમ પર જવા માંગું છું. તું મને કંઈ પણ સવાલ કરીશ નહિ. પ્રતીક એ કહ્યું હું હવે કંઈ પણ સવાલ નહિ કરું. હું તારી સાથે છું બંને જણા ઘરે આવી ગયા. મેઘના ખુબ જ રડી. પ્રતીકએ કહ્યું તું મારી પર વિશ્વાસ મૂકી શકે છે. તું ચિંતા ન કર. તારા ઘરમાં મમ્મી પપ્પા કોઈ રહ્યું નથી તો કંઈ વાંધો નહીં. તું અહીંયા રહીને અભ્યાસ કરી શકે છે. મારા મમ્મી-પપ્પા પણ તારી મદદ કરશે.
મેઘનાએ કહ્યું ;ના, હું કોઈના ઘરે રહેવા માગતી નથી. તું મને મદદ કરી શકે તો કોલેજ સુધી મને લ જજે અને વળતા પાછો આવે ત્યારે મને લેતો અવાજે. જેથી મારું ભાડું બચી જાય. પ્રતિક કહે;તો કંઈ વાંધો નહીં.
મેઘના કહે; પ્રતિક હું અભ્યાસ કરવા માગું છું હું જીંદગીમાં હિંમત હારવાના નથી માગતી.
અહીં એક બાજુ એકતાના પપ્પા ને મનમાં ડર હતો કે ખરેખર મેઘના ક્યારેક મારા જીવનમાં આવશે તો હું કોઇને મોં બતાવવા ને લાયક રહીશ નહી. તેણે વિચાર્યું કે હું એક વાર ફરીથી મેઘનાને મળી આવું. એમ વિચારીને એકતાના પપ્પા એક દિવસ મેઘનાને મળવા માટે આવ્યા અને મેઘનાની માફી માંગવા લાગ્યા. મેઘના એમના તરફ જોવા પણ માગતી નહોતી,
એકતાના પિતાજીએ કહ્યુકે; મેઘના તારી સખી એકતા આવી છે. જો તું એને મળવા માંગતી હોય તો આવી શકે છે.
મેઘનાએ કહ્યું; ના, હું કોઈને પણ મળવા માંગતી નથી. ફરીથી
એકતાના પપ્પાએ ખૂબ જ દબાણ કર્યું મેઘના કોઈ આજુબાજુમાં કોઈને શંકા ન પડે એટલા માટે તેમની ગાડીમાં બેસી ગઈ પરંતુ આ વખતે એની સાથે કંઈક અલગ જ બન્યું. એકતાએ પોતાનો ફોન રેકોર્ડીંગ પર મૂકી દીધો એને હોશિયારી પૂર્વક રેકોર્ડીંગ કરી લીધું.
એકતાના પપ્પાએ કહ્યું કે; હું તને ભણવાનો બધોજ ખર્ચ આપી શકું એમ છું. પરંતુ મારી આ વાત કે એક અંધારી રાત્રે મારા તરફથી તારી સાથે જે બન્યું હતું તે કોઈને પણ જણાવીશ નહીં. એ જે બધું બોલતા હતા એ બધું રેકોર્ડીંગ થયી ગયું હતું. હવે એની જોડે સાબિતી આવી ગઈ હતી.
મેઘનાએ કહ્યું કે; મારે કંઈ પણ કરવાની જરૂર નથી. હું તમને સજા અપાવીને જ રહીશ. ત્યાંથી હોસ્ટેલ પર આવી ગઈ. અને તરત પ્રતિકને લઈને પોલીસ સ્ટેશન ગઈ રસ્તામાં પ્રતિકને બધી વાત કરી. પ્રતીકે મેઘનાને હિંમત આપી. પોલીસ ફરિયાદ થયી જતા અને પુરાવા સાબિત થઈ જતાં મેઘનાએ આવડતથી એકતાના પિતાજીને જેલના સળિયા પાછળ ઘકેલી દીધા.
મેઘનાએ પોતાના મનથી નક્કી કરેલ મુજબ એની સાથે થયેલ દર્દભરી દાસ્તાનનો બદલો લઈ લીધો. અને પ્રતીકે બધું જાણવા છતાં એની સાથે લગ્ન કરી લીધા.
મેઘનાએ એક સમાજ સેવા તરીકેનું કામ ચાલુ કર્યું અને જોબ પણ મળી. એ છોકરીઓની, સ્ત્રીઓની મીટીંગ કરતી અને સમજવાની સ્ત્રીઓએ કોઈની પર તાત્કાલિક વિશ્વાસ મુકવો જોઈએ નહિ. અડધી રાત્રે ક્યારે એકલા કોઈની સાથે જવું નહી. કારણકે એ રાત ક્યારેક તમારા જીવનની ગોઝારી રાત બની જાય છે વળી ક્યારેક તમારા જીવનમાં જાણે અજાણતા વિશ્વાસઘાત થાય તો મરવાની જરૂર નથી. કારણકે દરેક દર્દ કોઈ સફળતા નો માર્ગ શોધી આપે છે. હંમેશા પોતાના પર વિશ્વાસ મુકો અને આગળ વધો.
