સંયુક્ત, વિભક્ત પરિવાર
સંયુક્ત, વિભક્ત પરિવાર
જલ્પા એક વિભક્ત કુટુંબમાંથી આવી હતી અને રાકેશ એ સંયુક્ત કુટુંબમાં રહેતો હતો. જલ્પા અને રાકેશ બંનેને તાલ મેલ આવતો પણ જલ્પા ને ઘરના સભ્યો સાથે ઓછું ફાવતું કારણકે રાકેશને બે ભાઈ બે બહેનો અને બે ભાભી અને તેમના ચાર છોકરા તેમજ તેમના માતા પિતા તો ખરાજ.
જલ્પા જોબ કરતી હતી. અને રાકેશ બિઝનેસ એના બંને ભાઈ પણ જોડે હતા. રાકેશની બંને ભાભી ઘરે બધું સંભાળતી અને રાકેશના મમ્મી પપ્પા બાળકોનું ધ્યાન રાખતા, જલ્પા અને રાકેશના લગ્નથી ઘરમાં બધા ખુશ હતા.રાકેશની બંને ભાભી ખૂબ ધ્યાન રાખતી પણ જલ્પા ને ખૂબ અવાજ ના ગમતો.
એમના ઘરમાં દિવસે ભલે બધા એમની રીતે જમે પણ રાત્રિનું ડિનર તો સાથે જ લેવાનું એવો નિયમ હતો અને દરેકની પસંદગી પૂછીને બંને ભાભી ડિનર બનાવતી. જલ્પા ને ક્યારે રસોઈ બાબત નું કહેવામાં ના આવતું તો પણ જલ્પા સેટ થઈ શકતી નહોતી.
રાકેશ ખૂબ સમજાવતો કે સયુંકત પરિવારની મજા ખૂબ આનંદદાયક છે. તું પ્રયત્ન કર બધી જ રીતે હું તારી સાથે જ છું ને !
એક વખત તેમના ઘરે બધાએ પિકનિક ગોઠવી અને એક ફાર્મ હાઉસમાં જવાનું નક્કી થયું. બધાએ સાંજે ડિનર વખતે કહ્યું સવારે વહેલા જાગી જાજો કાલે પિકનિક જવાનું છે.
જલ્પા બોલી; હું નહિ આવું.તમે જઈ આવો
રાકેશ કહે; કાલે રવિવાર છે.અને બધાની ઈચ્છા છે તો ચાલને
જલ્પા કહે; આવી રીતે થોડી જાન જોડી જવાતું હશે. લોકો શું કહેશે ! અને કોઈને બોલવાની તો બિલકુલ સેન્સ નથી. કેટલું મોટેથી બોલી નાખે છે.
રાકેશ કહે; જલ્પા તું બધાને સમજવાની કોશિશ કર તો આપમેળે તને મજા આવશે
હવે જલ્પા ને સહન થઈ શકતું નહોતું એને હવે જુદા રહેવાનું નક્કી કરી દીધું.
એને વિચારી લીધુ કે હું હવે એમની જોડે પિકનિક જઈ આવું પછી વાત કરીશ અલગ થવાની એને થયું હવે રોજ થોડું મારે રહેવું છે.
જલ્પાએ રાકેશને કહ્યું; હું આવીશ પિકનિક પણ તમારે માટે એક વાત માનવી પડશે રાકેશ કહે હાલ તો ચાલ ને પછી સાંભળીશ.
જલ્પા આવવાની છે ! એવું સાંભળીને ઘરના બધા જ સભ્યો ખુશ થઈ ગયા. સવારે વહેલા બધા જાગી ગયા.બંને ભાભીઓએ નાસ્તાની બધી સગવડ કરી નાખી હતી. એટલે સવારે બધા જ તૈયાર થઈને ગાડીમાં બેસી ગયા અને પિકનિક પર નીકળી પડ્યા રસ્તામાં બધા ખૂબ મજા કરતા ગીતો ગાતા
એકબીજાની મજાક કરતા આ બધું જલ્પાએ પહેલી વાર જોયું એને પણ થોડું ગમવા લાગ્યું, ખરેખર આ લોકો નાના, મોટા છે અને કેટલું વધુ એકબીજાને પ્રેમથી વાતો કરે છે, ગીતો ગાય છે ,બા-બાપુજી પણ રસ લે છે !
ફાર્મ હાઉસ આવ્યું, બધા નીચે આવી ગયા અને ફામહાઉસમાં એક રાઉન્ડ બધા ગોઠવાઈ ગયા. પહેલા નાસ્તા-પાણી સગવડ હતી તે માટે બા,બાપુજીએ કહ્યું; આજે અમારો વારો ! આજે તમે લોકો બેસો, હું તમને બધાને નાસ્તા પણ આપું છું, બાપુજી ચા બનાવી અને બા નાસ્તાની સગવડ કરી અને કહ્યું; તમે લોકો આનંદ કરો અમે તેમને નાસ્તા-પાણી સગવડ પહોચતી કરીશું. એ લોકો અંતાક્ષરી રમવા લાગ્યા આ જોઇને જલ્પા ને થયું, ખરેખર ઉંમરલાયક બા,બાપુજી છે છતાં કામ કરતાં સહેજ પણ અચકાતા નથી. એ જોઈને ખરેખર આનંદ થયો.
પછી બધા જ અંતાક્ષરી રમવા લાગ્યા. ગરબા ગાયા, ડાન્સ કર્યો, ગીતો ગાયા અને દોડ, કબડી એવી રમતો પણ રમ્યા. રૂમાલની રમત રમ્યા, આવું પહેલી વાર જલ્પા એ જોયું ત્યારે જ જલ્પાએ લાગ્યું ખરેખર મારા ઘરે તમે આવું કંઈ પણ જોયું નથી મારા ઘરે તો ચાર સભ્યો હું અને મમ્મી, પપ્પા અને ભાઈ અમે તો ફરવા જતા, પરંતુ આટલો આનંદ મળતો જ નહીં, ખરેખર આ લોકો ખરેખર ઘણો બધો આનંદ લૂંટી રહ્યા છે. મેં તો ક્યારેય વિચાર્યું નહતું કે આટલો આનંદ મળી પણ શકે છે.
બપોર થયા એટલે જમવાનું તૈયાર હતું અમે બંને ભાભીઓએ બધાને બેસવાનું નક્કી કર્યું એટલે જ મને થયું કે,લાવ હું પણ મદદ કરું પણ બન્ને ભાભીઓ કહ્યું તું નોકરી કરે છે આજે તારે ફ્રી રહેવાનું છે જલ્પાને ખરેખર આનંદ થયો. મોટા ભાઈ એ કહ્યું તું ખુશીઓ સમેટી લે.
જલ્પાને થયું ભાભી ખરેખર મને કોઈ કામ કરવા દેતા નથી પરંતુ આજે તો એમને મદદ કરીને રહીશ. પછી જલ્પા એ કહ્યું ;ભાભી મારે તો આજે તમારી સાથે મદદ કરવી છે. ધીમે ધીમે ભાભીને જોડે મદદ કરવાની તૈયારી કરી. ખરેખર ભાભીનો સ્વભાવ ખુબ જ સરસ છે એને પણ મજા આવવા લાગી એ પણ સાથે ધીમે ધીમે મળવા લાગી રાકેશ આ બધુ જોઈને તેને પણ આનંદ થયો ખરેખર જલ્પા હવે ઘરની રાણી બની રહ્યું હોય એવું લાગે છે !
પિકનિક પૂરી થઈ ગઈ બધા હસતા રમતા ઘરે આવ્યા ઘરે આવીને સાંજે રાકેશએ કહ્યું; તું કંઇક કહેવાની હતી.
રાકેશ તમને ખોટું લાગે તો કહું; પરિવારથી અલગ થવાની વાત કરવાની હતી પરંતુ આજે જ્યારે હું પિકનિક પર આવી ત્યારે તમારા ઘરના લોકોનો પ્રેમ જોયો અને ભાભીઓ તરફથી સહાનુભૂતિ જોઈ,તમારા મમ્મી પપ્પાની જે લાગણીઓ જોઈ, પરિવાર માટે મે જે પ્રેમ લાગણી બધું જોયુ એટલે હું જે વાત કરતી હતી અલગ થવાની એ હવે નથી કહેવા માગતી. એટલે શું !
જલ્પા એ કહ્યું; હું સંયુક્ત કુટુંબમાં રહેવા માગું છું અને તમારી દરેક બાબતોને હું સ્વીકારી લઈશ અને હવે જે મજા વિભક્ત કુટુંબમાં નથી એ આ સહકુટુંબ મળે છે એ મે આજે સ્વીકારી લીધું
રાકેશ તારો આભાર કે તું પિકનિકમાં લઈ ગયો નહિતર અલગ થઈ જાત અને આ પ્રેમાળ લોકોના પ્રેમથી વંચિત રહી જાત.
રાકેશ કહે,; કંઈ વાંધો નહિ "જાગ્યા ત્યાંથી સવાર."
