STORYMIRROR

Bhanuben Prajapati

Inspirational

3  

Bhanuben Prajapati

Inspirational

લાગણીભર્યા સંબધો

લાગણીભર્યા સંબધો

7 mins
167

પ્રકાશ આજે ખૂબ જ થાકી ગયો હતો. આજકાલ અને કામ ખૂબ જ રહેતું .સાંજ પડે ઘરે આવે અને લોથપોથ થઈને સુઈ જાય. બિચારા બાળકો સાંજે પ્રકાશ રાહ જોતા હોય, પપ્પા આવે એટલે એમની જોડે ઘણી બધી વાતો કરીએ.ત્રણેય બધું પ્લાનિંગ કર્યું હોય. સુરભી પણ પ્રકાશની રાહ જોતી હોય. સુરભી પણ એના બાળકોને વારંવાર કહેતી કે 'તારા પપ્પા આવે પછી આપણે બહાર બગીચામાં જઈશું,' પરંતુ પ્રકાશ આવે જમીને ચૂપચાપ સૂઈ જતો. બંને બાળકો એમની સામું જોઈ રહેતા. પ્રકાશ પલંગમાં જઈને રૂમમાં જઈ સૂઈ જાય બંને બાળકોને સુરભી સાચવતી અને કહેતી; "બેટા "પપ્પાને આજકાલ ઓફિસમાં ખૂબ જ કામ રહે છે, એટલે ખૂબ થાકી જાય છે.' બાળકોના નાના એટલે સમજી ન શકે પરંતુ થાકી જાય એટલું તો સમજી શકે. સુરભિને પણ મન દુ:ખ થતું બિચારી સવારથી સાંજ સુધી મશીનની જેમ કામ કરતી. બંને બાળકો સાચવતી પરંતુ જેના માટે સપના જોતી એ પ્રકાશને એના માટે બિલકુલ ટાઈમ ન હતો ખબર નહિ કેમ ? પ્રકાશ જીવનમાંથી જાણે રસ ગાયબ કર્યો હોય એવું લાગતું, સુરભી દિવસેને દિવસે સુકાવા લાગી. સુરભિના બંને બાળકો પણ ખુશ નહોતા રહેતા, કારણકે સુરભી જેટલો જોવે એટલો ટાઈમ બાળકો પાછળ પણ કાઢી શકતી નહોતી, કારણ કે ઘરનું કામકાજ જ એકલા હાથે કરવાનું એટલે એ પણ કામમાં રચ્યો પચ્યો રહે તે એક દિવસ પ્રકાશના પપ્પા ગામડેથી પ્રકાશ અને સુરભિ ને મળવા આવ્યા, સુરભી એના સસરાને પગે લાગે પાણી આપ્યું.

સુરભીએ કહ્યું; 'પપ્પાજી પ્રકાશ સાંજે આવશે, પણ તમે ઘરેથી એકલા કેમ આવ્યા છો ? મારા સાસુને કેમ નથી લાવ્યા ?'

સુરભીના સસરા કહે; "બેટા" હું તમને ખાલી મળવા માટે જ આવ્યો છું અને આજે તમને બધાને થોડા દિવસ માટે હું ઘરે લઈ જવા માટે આવ્યો છું.'

સુરભીએ કહ્યું; 'પપ્પા તમે પ્રકાશને વાત કરી છે ?

સુરભિના સસરાએ કહ્યું; 'હા મારે પ્રકાશ સાથે વાત થઇ છે અને પ્રકાશ એ પણ રજાઓ લીધી છે. સુરભીઅને એના બાળકો ખૂબ ખુશ થઈ ગયા એના સસરાને ચા પીતા, પીતા કહે; "બેટા તમે હું આવ્યો એના કરતાં ઘરે જવા માટે ખૂબ ખુશ હોય એવું મને લાગી રહ્યું છે, તરત સુરભી કહ્યું ; "હા, પપ્પા હું અને મારા બાળકો ઘરે આવવા માટે ખૂબ આતુર છીએ .

સુરભીએ કહ્યું; પિતાજી, અહીં ખરેખર મને જીવનમાં જાણે રસ ન રહ્યો હોય એવું લાગી રહ્યું છે.'

સુરભિના સસરાએ કહ્યું ; "કેમ ! બેટા એવું બોલો છો ?"

સુરભીએ કહ્યું; "પપ્પાજી, હું ત્યાં હતી ત્યારે ખૂબ ખુશ રહેતી હતી. પ્રકાશ ફક્ત અઠવાડિયામાં એક જ વખત આવતા પરંતુ એક ખૂબ જ ખુશ મને રાખતા હતા, મારા બંને બાળકો અને હું એમની રાહ જોઈએ કે ક્યારે આવે અને અમારી સાથે વાતો કરે. પરંતુ પ્રકાશને અમારી સાથે વાત કરવાનો પણ ટાઈમ નથી એ થાકેલા જ હોય છે.એવું નથી એમને વાત કરવી નથી ગમતી પરંતુ એમના ચહેરા પરની રેખાઓ જોઈને તમને થાય છે કે ખૂબ થાકી ગયા હશે."

સુરભિના સસરાએ કહ્યું ; "બેટા તમે ગામડે ચાલો હું પ્રકાશને જીવંત અહીંયા મોકલીશ. સુરભિને વિશ્વાસ હતો કારણ કે એના સસરા ખૂબ જ લાગણીશીલ અને માયાળુ હતા અને એનાથી વધુ માયાળુ એના સાસુ હતા. પ્રકાશ આવ્યો અને સાંજે જમી અને પેકિંગ કરવાનું શરૂ કર્યું. સુરભીએ પ્રકાશ સામે જોયું, પ્રકાશે કહ્યું ; "સુરભી, હું ગામડે પૂરેપૂરો પ્રયત્ન કરીશ તમને બધાને હું ટાઈમ આપી શકું, અહીં હું ચોક્કસ ખૂબ થાકી ગયો હતો એટલા માટે જ હું રજા મૂકીને તમારી સાથે આવી રહ્યો છું."

સુરભી આજે ખુશ હતી. સવાર પડ્યું અને બધા જ કામે જવા માટે નીકળી ગયા. બસ સ્ટેશનથી ઉતરીને એ લોકો ચાલતા ચાલતા ઘરે આવવા માટે નીકળ્યા હવે ઘર આવવા માટે એક કિલોમીટર અંતર હતું.

સુરભિના સસરાએ કહ્યું; "રીક્ષા તો મળે છે પણ હું તમને ચાલીને લઈ જવા માંગુ છું."

સુરભી અને તેના બાળકો ખુશ હતા કારણ કે એમને પણ ચાલવાની મજા આવતી હતી.

સુરભિના સસરાએ કહ્યું ; "બેટા ગામડામાં વાતાવરણ ખૂબ શુદ્ધ હોય છે, તો ચાલ તને ખૂબ મજા આવશે. પ્રકાશ પત્ની અને બાળકો બધા સાથે ચાલતા હતા. રસ્તામાં એક ઝૂંપડીમાં તૂટીફૂટી હતી. પરંતુ એક પરિવાર ખુબ ખુશી હસી મજાકથી જોયો થોડીવાર માટે પ્રકાશ ત્યાં ઊભો રહ્યો અને જોયું તો ગામના જ એના મિત્ર રમેશ હતો અમે બોલાવ્યો અને ઉભો રહ્યો ત્યારે રમેશે કહ્યું ; "અરે પ્રકાશ તો અહીંયા ?"

પ્રકાશે કહ્યું; "રમેશ હજુ એ ઝૂંપડીમાં રહે છે.

ત્યારે રમેશે કહ્યું ; "ઝૂંપડી એની એક છે પરંતુ મારી ખુશીઓમાં બમણો વધારો થયો છે પ્રકાશભાઈ. "

રમેશે કહ્યું; "કેવી રીતે ?"

રમેશે કહ્યું ; "હું એકલો જ હતો પછી મારી પત્ની આવી અને મારા બે બાળકો .ઘર લાગણીઓથી બને છે દીવાલોથી નહિ, મારી આ ઝૂંપડીમાં મારી પત્ની મારા બાળકોને લાગણીઓ ભરેલી છે એટલે તો મારા ચહેરા પર તારા કરતાં બમણી ખુશી અને દેખાતી હશે  

પ્રકાશે કહ્યું; "તારી વાત સાચી છે, ઘર લાગણીઓથી જ બનતું હશે." થોડીવાર આગળ ચાલતા હતા ત્યારે દિવ્યા કરીને એક માજી હતા એમને પ્રકાશ ને જોયો અને કહી "બેટા મજામાંને ? એમ કહીને એને મળવા માટે દોડી આવતા હતા અને માસી તમારી ઉંમર થઈ ગઈ આટલું બધું વધારે ઝડપથી દોડો નહીં. તરત દિવ્યા ડોશીએ કહ્યું : "અરે બેટા ઉંમર ક્યારેક કોઈની થતી જ નથી આ તો શરીર ઘરડું થયું છે મારો આત્મા તો જ હજુ યુવાન જ છે તને નથી લાગતું કે મારામાં કોઈ ઘરડો માણસ દેખાય છે હું તને જોઈને ખુશ થઇ ગઇ. અને તને એ જ કહેવા માગું છું કે હજુ મારી અંદર ખુશીઓનો ભંડાર છે. હું મંદિરે ચાલતી જાઉં છું અને રસ્તામાં ઘણા બધા ને જોઈને કહું છું કે જીવન મળ્યું છે એક જ વખત તો એને જીવી લેવું. કામ પણ કરો અને કામના બદલામાં ઘરના લોકોને ખુશી પણ આપો. જિંદગી તો પૂરી થઈ જશે પરંતુ તમને યાદ કરે એવું કોઈ રહેશે નહીં. આપણી પાસે ભલે કોઈ રહે ના રહે, પણ આપણી યાદો તો રહેવી જોઈએ અને હું મારું કામ જાતે કરી શકું એટલી યુવાની મારા અંદર જીવંત છે. કારણકે હું મારી જાતને ક્યારેય પણ ઘરડી બની હોય એવું માનતી નથી ગામડાના માણસોના શરીર ફસાયેલા રહે છે એટલે તો જલ્દી કરચલી પડતી નથી અને શરીરની કરચલી ભલે પડે, પણ મનની કરચલી પડવા દેવી ન જોઈએ."

પ્રકાશની ધીમે ધીમે અંદરથી જાણે કે એની અંદરનો આત્મા જાગૃત થયી રહ્યો હોય એવું લાગ્યું, પ્રકાશ આગળ ચાલતો હતો ત્યારે જોયું કે એક પત્નિ એના પતિને રોડ ઉપર ગામની શેરી પર ઊભી રહીને તેના પતિના શર્ટને બટન લગાવતી હતી. પ્રકાશ એને એની પત્નીને કહ્યું કે; "તો હું જે જોઉં છું તે તું જોઈ રહી છે ? ત્યારે સુરભી કહ્યું; "હા, પ્રકાશ એ બંને જણા ઊભા છે, પરંતુ હજુ ટાંકવા માટેનો સમય શોધી રહ્યા છે કારણ કે બટન ટાંકવા માટે બંને જણા તૈયાર થયા છે પરંતુ નજીક ગયા પછી બન્નેની અંદર લાગણીઓનો ફુવારો ઊડી રહ્યો છે બંને પાસે ટાઈમ નથી છતાં પણ ટાઈમ નીકાળીને એકબીજાના એહેસાસ ને ઓળખી રહ્યા છે બટન તો એક બહાનું લાગે છે.

પ્રકાશએ કહ્યું; "સુરભિ ક્યારે તને આ રીતનો મોકો મે નથી આપ્યો. ખરેખર તને પણ દુઃખ થતું હશે. સુરભી કઈ પણ બોલ્યા વિના આગળ ચાલી. એટલમાં એનું ઘર આવી ગયું. પ્રકાશના મમ્મી- પપ્પા બધા જ ફળિયાના લોકો ભેગા થઇ ગયા અને પ્રકાશને આવવાની ખુશીમાં ડાન્સ કરવા લાગ્યા. એટલી બધી મજાક મસ્તી કરવા લાગ્યા ત્યારે પ્રકાશને થયું, ખરેખર હું પૈસાની પાછળ એટલો પાગલ છું જ્યારે આ લોકો ખુશીઓ પાછળ પાગલ છે મેં મારા જીવનમાં પૈસા કમાવાની મકસદ માણી લીધો પરંતુ ખરું જીવન તો દિલની ખુશીઓ છે. ઘરે આવવા સુધીમાં એ અહેસાસ એને થઈ ગયો હતો. સુરભીએ પ્રકાશને સામું જોયું તો એના ચહેરા પર એક અલગ પ્રકાશ જોવા મળ્યો. ફક્ત સાત દિવસ એ લોકો ગામડે રહ્યા પરંતુ પ્રકાશે નાની નાની વાતમાં સુરભી અને તેના બાળકોને ખૂબ પ્રેમ આપ્યો એના સસરા એ કહ્યું; "બેટા "સુરભી મારે હવે કંઈ કહેવાની જરૂર નથી, મારે જે પ્રકાશને અંતરથી જીવતો રાખવાનો હતો એ પ્રકાશ હવે બહાર આવી ગયો છે હવે તમે લોકો છે શકો છો." એ લોકો ફરીથી શહેરમાં આવી ગયા પરંતુ આ વખતે સવાર પડ્યું અને પ્રકાશે બધા માટે ચા બનાવી દીધી.બંને બાળકોને પાસે લઈને નાસ્તો કરાવ્યો.

પ્રકાશે કહ્યું ;સુરભી, તારા માટે પણ મેં ચા બનાવી છે. સુરભિને ખરેખર આંખમાંથી આંસુ આવી ગયા ખરેખર મારી જિંદગીની ખુશી હવે મને પાછી મળી રહી છે. સાંજ પડી અને પ્રકાશ વહેલા ઘરે આવ્યા અને કહ્યું; સુરભી ચાલો આપણે બધા ભેગા થઈને ગીત ઉપર ડાન્સ કરીએ ચારે જણા ઘરમાં મોજ કરવા લાગ્યા. સુરભિને ખરેખર જીવનમાં હવે કંઈક નવી ખુશીઓ પસાર થઈ હોય એવું લાગ્યું એને ભગવાનએ ખરેખર પ્રકાશના હ્દયમાં જે પરિવર્તન લાવ્યા એનાથી આજે મારા બાળકો અને હું ખુશ છું.

પ્રકાશે કહ્યું; "સુરભી હવે તને કોઈ ફરિયાદનો મોકો નહી આપો હું પોતે જિંદગીમાં એવો ખોવાઈ ગયો હતો કે મને તમે કોઈ પણ યાદ રહ્યા નહીં, પરંતુ મને ખરેખર ગામડામાં જઈને અહેસાસ થયો કે લોકો પાસે પૈસા નથી પણ જીવવા માટે દરેક ક્ષણ ખુશીઓ છે. હું હવે દરેક સમયને ખુશીથી પસાર કરીશ. હું પહેલા તમને મહત્વ આપીશ નોકરીની જગ્યાએ નોકરી રહેશે. ઘરે આવીને તમારી સાથે સમય પસાર કરીશ. ઘર ચાર દીવાલોથી નથી બનતું પરંતુ લાગણીઓથી બને છે,એ મેં જોઈ લીધું છે. ઘરની ખુશીઓ ચાર દીવાલોમાં નહીં પણ માણસના આત્મામાંથી પ્રજવલિત થતી ખુશીઓના ફુવારાથી જ સર્જાય છે.એમ કહીને પ્રકાશ સુરભિને ભેટી પડ્યો સુરભી પ્રકાશને બંને બાળકો ખુશ થતાં થતાં સુઈ ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational