પ્રેમની પરાકાષ્ઠા
પ્રેમની પરાકાષ્ઠા
પ્રેમની પરાકાષ્ઠા ખૂબ ઊંચી છે. તેના સ્ટાર એટલા બધા ઊંડા હોય છે કે તેને માપી શકાય તેમ હોતા નથી. એવું જ મીનાની બાબતમાં થયું. મીના, પરાગ ને ખુબ જ પ્રેમ કરતી હતી. રાત દિવસ એના દિલમાં જ સમાયેલી રહેતી હતી ત્યારે એને કોઈ બીજો વિચાર કર્યો નહોતો એ પરિવારથી દૂર રહીને જોબ કરતી હતી, પરંતુ હંમેશા પરાગનું જ પહેલા વિચારતી અને પછી પરિવારનું વિચારતી હતી. મીના ક્યારેય પણ વિચાર કર્યો ન હતો કે પરાગ વિના રહી શકે, એની કલ્પના થઈ શકે, કારણકે પરાગ હવે એની પ્રેમ કરતા જરૂરિયાત વધારે બની ગયો હતો અને જરૂરિયાત કરતાં લાગણીના તાંતણે બંધાયેલા એની હૃદયની તાલાવેલીથી ભરપૂર એની વાતો એના પ્રીતના દિલની દોર સાથે એ પરાગ સાથે સમર્પિત થઈ ચૂકી હતી.
મીનાને ખરેખર આખો દિવસ પરાગ સાથે રહેવું ગમતું હતું, પરંતુ પરાગની મજબૂરી હતી કે એ પરિણીત હતો. એ પૂરો મીનાને સાથ આપી શકતો ન હતો, પરંતુ મીના જાણતી હતી કે એને પરાગને ક્યારેય દબાણ કર્યું નહોતું, કારણ કે એ પણ જાણતી હતી કે સામે કોઈ સ્ત્રી છે એને પણ ભરપૂર પ્રેમ મળે એવું વિચારતી હતી. હમેશા સ્ત્રીની દુશ્મન સ્ત્રી હોય છે પરંતુ મીના ક્યારેય વિચાર્યું ન હતું એ પોતે જ ઈચ્છતી હતી કે, પરાગ એના પત્ની ને પહેલા સાચવે, પછી જ એને સાચવે ,કારણ કે પોતે પ્રેમ કરવામાં માનતી હતી પરંતુ તેને પરાગ એની પત્નીને છોડીને પૂરેપૂરો મળી જાય એવું ક્યારેય વિચારતી નહતી. એ ધારે તો પરાગ સાથે બીજા લગ્ન કરી શકતી હતી પરંતુ પોતે સ્ત્રી થઈને એવું માનતી હતી કે ક્યારેય પણ કોઈના પતિને છીનવવા નહોતી માગતી. એ રાધાની જેમ પવિત્ર પ્રેમ કરતી હતી કદાચ એવું લાગે મીનાને પરણિત પુરુષને પ્રેમ થઇ શકે ! પરંતુ એનાથી થઈ ગયો, કારણ કે મીના જાણતી નહોતી કે પરાગ પરણિત છે અને જ્યારે એને ખબર પડે ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હતું.જો કે પ્રેમ થયો ત્યારે પૂછ્યું નહોતું કારણ કે પ્રેમ થઈ જાય છે પછી જ એની તમામ માહિતી ની ખબર પડે છે કારણ કે મીના અને પરાગ બંને કંપનીમાં જોબ કરતા હતા. પહેલી નજરે એને પરાગ પસંદ આવી ગયો હતો. એટલે કોઈપણ પૂછ્યા વિના એને પ્રેમનો એકરાર કરી દીધો હતો. પરાગને પણ એના પ્રત્યે આકર્ષણ થયું હતું એને પણ એના પ્રત્યે ખૂબ જ લગાવ થઈ ગયો હતો, પરંતુ મીના અને પરાગ બંને જણા એકબીજાને તમામ મર્યાદામાં રહીને એકબીજાને ચાહવા લાગ્યા અને લિવ ઇનમાં રહેવા લાગ્યા.
મીના ખરેખર ખુબ જ ભોળી હતી એને ક્યારેય એવું વિચાર્યું નહોતું કે; પરાગ એનો ઉપયોગ કરી રહ્યો છે કારણકે પરાગના જીવનમાં બીજી ઘણી બધી લેડીઝ આવી ગઈ અને જ્યારે એને ખબર પડી ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હતું, પરંતુ એને પરાગ તેની આદત બની ગયો હતો એ જ બધું જાણવા છતાં અનદેખું કરતી હતી, કારણ કે પરાગ વિના એને ચાલે તેમ નહોતું.
એક વખત એવું બન્યું કે એને સામે નજરોનજર પરાગ ને બીજી સ્ત્રી સાથે જોયો હતો, પરંતુ હવે એ કિનારે આવી ગઈ હતી કે એ પરાગ ને છોડી શકે તેમ ન હતી એ ખૂબ જ દિવસે ને દિવસે સુકાવા લાગે ત્યારે એની મિત્ર દિવ્યાએ કહ્યું કે; કેમ તું આટલી બધી રડી રહી છે ત્યારે એને કહ્યું કે ; દિવ્યા મારી સાથે જે બન્યું એ ક્યારેય કોઈ સ્ત્રી સાથે ન બને કારણ કે હું દુનિયાની કમનસીબ સ્ત્રી છું કે હું પ્રેમ ને ઈશ્વરરૂપે જોતી હતી અને, પરાગ મારો ઈશ્વર હતો.એની પૂજા કરતી હતી અને જ્યારે મને પ્રેમ મળ્યો ત્યારે મને એક વિશ્વાસઘાત રૂપી પ્રેમ મળ્યો છે. હું એને એટલો બધો ખૂબ પ્રેમ કરું છું એને નફરત પણ કરી શકતી નથી. પરંતુ હું શું કરૂ એ સમજાતું નથી.
દિવ્યાએ કહ્યું કે; પ્રેમ હંમેશાં આંધળો હોય છે પરંતુ પ્રેમ ને જોવા માટે ભગવાને આંખો આપેલી છે પરંતુ આપણે આંખો બંધ કરીને વિશ્વાસ કરીએ છીએ ત્યારે કંઈ નિર્ણય લઈ શકતા નથી પણ પ્રેમ તો નિસ્વાર્થ હોય છે અને લાગણીઓથી ભરપૂર હોય છે.
મીના કહે દિવ્યા, પરાગને ભૂલી શકતી નથી બધું જાણું છું કે,પરાગને ઘણીબધી સ્ત્રીઓ સાથે સંબંધ છે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે પરાગ એવો હશે, પરંતુ ખરેખર હવે મને દુઃખ થાય છે.
દિવ્યા કહે જ્યારે પણ કોઈ વ્યક્તિ આપણી આદત બની જાય ત્યારે ખૂબ દુઃખ થાય છે એટલે કોઈ વ્યક્તિને આપણી આદત બનાવી દેવી જોઈએ નહીં. જ્યારે આદત બની જાય છે ત્યારે એને છોડવું થોડુંક મુશ્કેલ બની જાય છે. અને આપણે એના વિના જીવી શકતા નથી. પરંતુ એવું કોઈ પણ વસ્તુ અશક્ય નથી કોઈ પણ વ્યક્તિ આપણી આદત બની જાય એ પહેલાં જ આપણે એને દિલથી વખોડી દેવી જોઈએ. અને દિલથી જ આપણે પ્રયત્ન કરવો જોઈએ કે કોઇના વિના કોઈ નથી જીવી શકતું નથી એ ક્યારે બનતું નથી. પ્રેમની પરાકાષ્ઠા એવી હોવી જોઈએ કે જ્યારે પ્રેમ મળે એમાં વિશ્વાસ, લાગણી હોવી જોઈએ પ્રેમની પરાકાષ્ઠા વિશ્વાસ પર બંધાયેલી છે અને જ્યારે એમાં વિશ્વાસઘાત આવે છે ત્યારે પ્રેમની પરાકાષ્ઠા અંત સુધી પહોંચતી નથી. અને તેનો અંત ખૂબ જ ખરાબ હોય છે. હંમેશા તું ધીમે ધીમે ભૂલવાનો પ્રયત્ન કર. તું તારી જિંદગીમાં જે સ્થાન પર છે તે સ્થાનને મહત્વ આપ. તો ઘણી બધી આગળ નીકળી જઈશ તારી પાસે હજી તારી આખી જિંદગી છે, હજુ તારી ઉંમર પણ નથી. તું તારા જીવનને નવો વળાંક આપીને કર્મને આધીન કોઈ સારું કામ કર. જેથી તારી જિંદગી સરળ બની જાય.
મીના કહે; ખરી વાત છે , હું મારા કર્મ અને ધર્મને આગળ રાખીશ અને મારા જીવનને સાર્થક કરીશ. ખરેખર પ્રેમ ક્યારે પણ જીવન બરબાદ કરતો નથી. જ્યારે પ્રેમમાં વિશ્વાસઘાત થાય ત્યારે તે વ્યક્તિનો અંદરથી અલગ જન્મ થાય છે.
પ્રેમ હોય ત્યાં બલિદાન હોય અને પ્રેમની પરાકાષ્ઠા પહોંચવા માટે એક બીજાનો સાથ જરૂરી છે વિશ્વાસ જરૂરી છે અને જ્યારે એ બંનેમાં જ્યારે દગો વિશ્વાસઘાત આવી જાય છે ત્યારે પ્રેમની પરાકાષ્ઠાનો શૂન્યાવકાશમાં બની જાય છે અને પ્રેમ કરતા પહેલા ખરેખર દરેક વ્યક્તિ વિચારવું જોઈએ કે તેમને આદત બનાવી જોઈએ નહિ એમને તો એકબીજાના દિલમાં સમાવેશ કરવો જોઇએ. જ્યારે પ્રેમ એકબીજાની આદત બની જાય છે ત્યારે બંનેને ખૂબ જ તકલીફ પડે છે પ્રેમ હંમેશા તડપાવે છે પરંતુ તેની તડપને એટલી બધી દિલમાં ના હોવી જોઈએ કારણ કે મન હારી જાય છે. મન કાબુમાં લેવુ જરૂરી. દિલને હંમેશા સમજાવું જોઈએ કે ક્યારે સામેનું પાત્ર તમારી આદત ન બની જાય કારણ કે જ્યારે આદત બની જાય છે ત્યારે ક્યારેક વિશ્વાસઘાતી પ્રેમ તમને દુનિયાના અસ્તિત્વમાં ડૂબાડીને તમને ખોઈ દેશે. હંમેશા પ્રેમ કરતા પહેલા વિશ્વાસની દોરી બાંધવી જોઈએ.

