STORYMIRROR

Aniruddhsinh Zala

Romance

3  

Aniruddhsinh Zala

Romance

પ્રેમીઓનો સાચો  મિલાપ

પ્રેમીઓનો સાચો  મિલાપ

2 mins
160

અમાસની રાત્રે અંધારામાં છુપાઈને મળતાં બે પ્રેમીઓ નયન અને કાજલ ધીમે સ્વરે પ્રણયની વાતો કરી રહ્યાં હતાં.

કાજલ બૉલી, "નયન આપણો પ્રેમ સાચો પણ સમાજ અલગ છે. તારાં જ્ઞાતિનાં લોકો મને સ્વીકારશે નહી અને હુ તારાં વગર જીવી શકીશ નહી. 

 નયને કાજલને બાહુપાશમાં લઈને કહ્યું, "તો આપણે ભાગીને કોર્ટમાં જઈ લગન કરી લેશુ. આપણો પ્રેમ સફ્ળ બનાવવાં માટે કાંઈક તો સાહસ કરવું જ પડશે."

કાજલ નયનનો કાન ખેંચતાં બૉલી, "તમારા છોકરાઓ માટે તો ભાગવું એ રમત વાત છે."

નયને કાજલની આંખોમાં જોતાં કહ્યું, "એય આવું ન બોલ યાર. મારી મા બીમાર છે. મા તો માને, પણ પિતાજી માને તેવા જ નહી અને હુ તને છોડવા માગતો નથી"

કાજલ બૉલી, "નયન કોઈપણ જાતના ડર વગર પોતપોતાના મા બાપને સાચી વાત જણાવી દઈએ. નયન તું સાચો પ્રેમ કરતો હોય તો હિંમત કરી કહેજે અને ડરતો હોય તો મને છોડીને બીજે પરણી જાજે."

નયન કાજલને કમર પર ચૂંટલો ખણતાં બોલ્યો,"જેવી આપની મરજી 

કાજલ હસીને બૉલી,. "હા હવે મારાં બહાદુર પ્રેમી જોઈએ ગુલાલ કોનો ઉડે છે. ગમતાનો કે ન ગમતાંનો ?

બંનેએ ઘેર જઈને સવારે પોતપોતાના મા બાપને વાત કરી. બંને ઘરોમાં ભારે ઉહાપોહ થયો. નયને તો પિતાજીને સ્પષ્ટ કહી જ દીધું હતું કે, "લગન કાજલ જોડે જ કરીશ નહીતર બીજે ક્યાંય પરણવાની આશા મૂકી જ દેજો."  નયનનાં મા દીકરાની ખુશી માટે તૈયાર હતાં.

આખરે એક દિવસ બંનેના પિતાએ એકાંતમાં મળીને નકકી કર્યુ કે, "આપણા સંતાનોએ ડર છોડી આપણને સાચી વાત કરી દીધી. હવે આપડે પણ સમાજનો ડર છોડી સાચા પ્રેમીઓ એવા આપણા સંતાનોની ખુશી માટે તૈયાર થવું પડશે "

પછી આ બંને પ્રેમીઓને બોલાવી કહ્યું, "તમારો સંયમ, વિવેક અને સાચો પ્રેમ જોઈ અમારાં પથ્થર જેવાં હદય પણ પીગળી ગયાં છે. હવે તો તમારાં બે ગમતાં પ્રેમીઓનો ગુલાલ ઉડાડવાનુ નકકી કર્યુ છે. 

સાંભળીને ખુબ શરમાયેલાં બંને પ્રેમીઓ પોતાનાં સાચા પ્રેમની જીતને ઊજવવા બહાર ભાગી ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Romance