પ્રેમ-રંગ
પ્રેમ-રંગ
રાજકુમારી મીનાવતી એકવાર પોતાના ઝરૂખામાં બેઠી બેઠી બે કબૂતરને જોઈ રહી હતી. તેણે તેની દાસી ને કહ્યું કે આ બે કબૂતર કેમ હંમેશા સાથે જ હોય છે...??!!
દાસી કહે રાજકુમારી એ બંને તો પ્રેમી છે...
રાજકુમારી થોડી વાર વિચારીને ફરીથી પૂછયું કે પ્રેમ મહાન કેમ કહેવાય...!!??
દાસી કહે મને મારા દાદી એ એક વાત કહી હતી એ હું તમને કહું ...
દુનિયામાં ઘણાં રંગો છે પણ પ્રેમનો રંગ દેખાતો ન હોવા છતાં તે બધાથી અલગ છે...
જેમ એક ચાતક બીજા ચાતકની પાછળ પોતાનો જીવ દેશે તેમાં એ પ્રેમ ના રંગે રંગાયેલા હોય છે..
પ્રેમનો રંગ જેને લાગી જાય ને તેને બીજા બધાં જ રંગ ફિકા લગે છે.
પ્રેમના રંગમાં રંગાયેલ વ્યક્તિને બીજો કોઈ રંગ લાગતો નથી.
રાજકુમારી એ વચ્ચે જ અટકાવી કહ્યું કે હે દાસી, તો મને કેમ પ્રેમનો રંગ દેખાતો નથી ને કેમ હજુ લાગ્યો નહીં...?
દાસીએ વિનર્મતા પૂર્વક કહ્યું.....
રાજકુમારી એના માટે તમારે દુનિયા જોવી પડે.
રાજ-મહેલની બહાર નીકળવું પડે.
પ્રેમ કરવાથી નહીં બસ એ થઈ જાય છે...
મીનાવતી થોડી વિચારી......
આદેશ કર્યો "રથ તૈયાર કરાવો....."
ચાલો પ્રેમ શોધવા.

