Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Chetna Ganatra

Drama Inspirational

3  

Chetna Ganatra

Drama Inspirational

પ્રભાવ

પ્રભાવ

2 mins
327


આજે ચિત્રા પોતાના વિજેતા પામેલા "પ્રભાવ" ચિત્રને નિરખી રહી હતી. સફળતાના આકાશમાં એક ઓર હસ્તાક્ષર. સંસારની કસોટીઓને હસતા મુખે માત આપીને જીવનની સમી સાંજે ચિત્રાના મનમાં યાદોનું ચલચિત્ર શરૂ થયું. બચપણ બેઠું થયું, જીવનના બધાજ તબક્કા આંખ સામે તરવરી ઉઠયા. મા દીકરીના સંબંધના મનના ભાવ શબ્દાતીત થયા. 

"પ્રભાવ છે દિવ્ય વ્યક્તિત્વનો મુજ જીવન પર, નમન કરતા અહોભાવ જાગે, પ્રણામ કરતા ધન્યતા અનુભવાય, વંદન કરતાં શીશ નમે અને મનની લાગણીઓ વ્યક્ત કરતા પ્રસન્નતા પ્રસરી જાય એવું વિરલ વ્યક્તિત્વ એટલે 'મા.' મૃત્યુ માટે તો ઘણા માર્ગ છે, જન્મ માટે ફક્ત એક જ માર્ગ છે 'મા'. પ્રભાવ છે મુજ માતનો, એટલે જ અભાવ ક્યાંય નડતો નથી." 

મારું મન આજે આવું કહેવા થનગની રહ્યું છે. આ બધું વ્યક્ત કરવું છે, પરંતુ હજી હું ખૂબ જ નાની છું ને, એટલે શબ્દના શણગાર મને ક્યાંથી આવડે? મારા સમગ્ર વ્હાલને હું આ પપ્પી દ્વારા તારા સુધી પહોંચાડું છું. કેટલા સ્નેહથી તે મને તારા ખભે ઊંચકી છે, અને તારા જેવા જ રંગબેરંગી ફૂલોના શણગારથી સજાવી છે. તારા ગાલ પર મારો હાથ, એ સ્પર્શ તો મને સ્વર્ગની અનુભૂતિ કરાવે છે. તારા એ બંધ નયનોમાં મને આપણું સુંદર સ્વપ્ન યાદ આવે છે. તારી એ જ ઈચ્છા હતી કે, જીવનમાં હરિયાળી અને મધમધતા પુષ્પોની મહેક છવાયેલી રહે.

પરંતુ જીવનના આકરા તાપમાં, જવાબદારીઓ હસતા મુખે નિભાવીને લાગે છે કે આ ફક્ત એક સોહામણા ચિત્રની યાદગીરી જ રહી જશે. જીવનની સંધ્યાકાળે જ્યારે આ બધા અનુભવોમાંથી પસાર થાઉં છું ત્યારે ખબર પડે કે "મા" એટલે શું?

હા, તારી વસમી વિદાય પહેલાં, આપણી છેલ્લી મુલાકાત થઈ હતી, ત્યારના તારા શબ્દો જિંદગીભરના સંભારણા બની ગયા. પુત્રી જન્મે ત્યારે મા દીકરી વચ્ચેનો સંબંધ અને પોતે મા બને ત્યારે પોતાની દીકરી સાથેનો સંબંધ.. આ સમજવા માટે તો આખો જીવનકોશ અનુભવવો પડે.

તારા સ્વર્ણિમ સંભારણા:

"ઝૂલી માતાપિતાના પ્રેમ પારણીયે, 

પામી પ્રેમાળ છત્ર તનયા સ્વરૂપે.

મહેકાવ્યું શૈશવ હેતના હિંડોળે,  

માણ્યું પ્રેમાળ કવચ ભગિની રૂપે.


પ્રસર્યો પમરાટ સખીઓ સંગાથે,  

ખીલ્યા પુષ્પ પ્રેમાળ સહેલી સ્વરૂપે.

ઝગમગ્યું જીવન પામી પ્રિતમને,

માણી જિંદગી પ્રેમાળ માશૂકા રૂપે.

 

સાકાર થયું શમણું પામી પિયુને,

મળી ધન્યતા પ્રેમાળ પત્ની સ્વરૂપે.

પામી પૂર્ણતા આવકારી સંતાનને,

સ્વીકારી વહુને પ્રેમાળ માતા રૂપે.


બક્ષી ગરિમા ગૌરવ મુજ નારીને,

મળી ભવ્યતા જીવનમાં સ્ત્રી સ્વરૂપે.

કરું પ્રાર્થના દિલથી મુજ ઈશ્વરને, 

પામું વિદાય હું પ્રેમાળ વ્યક્તિ રૂપે."

ચિત્રાને થયું, જે હુંફ મા પાસેથી મળે એની તોલે કોઈ ન આવે. આજે એ હુંફ આશીર્વાદના અમીછાંટણા બનીને વરસી રહી છે.


Rate this content
Log in

More gujarati story from Chetna Ganatra

Similar gujarati story from Drama