STORYMIRROR

Kaushik Dave

Drama Tragedy

4  

Kaushik Dave

Drama Tragedy

પરાસ્ત

પરાસ્ત

1 min
184

"ચાલો મી.શકુની.."યમરાજા બોલ્યાં.

"પણ ક્યાં ? હજુ મારે થોડું કામ બાકી છે." શકુની ઉવાચ.

"હવે તારા દહાડા પૂરાં થયા. બહુ ખટપટ, કપટ અને હાથ ચાલાકીઓ કરી.. તારો સમય પૂરો થયો.. મહારાજનો આદેશ છે.": યમરાજ બોલ્યા.

"મહારાજ .. એટલે યમદેવ ને !.."

"હા..તારી કપટજાળની માયાજાળ પૂરી થાય છે. પૃથ્વી પરના માનવો હવે સારી રીતે જીવી શકશે." યમરાજ બોલ્યા.

શકુની બોલ્યો:-" એક મિનિટ .. મને આ છેલ્લો દાવ પૃથ્વી પર ફેંકવા દો."

ઓકે..

આ પછી શકુની એ પાસા ફેંક્યા... છ...અને પાસા એ રંગ બતાવ્યો.. ૬ પડ્યા....

શકુની હસ્યો...

બોલ્યો..." ચાલો હવે હું તૈયાર છું.. મારું કામ પૂરૂ થયું."

યમરાજ:-" એટલે.. આ છ કેમ ?"

શકુની ઉવાચ:-"કામ, ક્રોધ, મત્સર, લોભ, મોહ અને મદ ....વગર માનવી જીવી શકવાનો નથી.. ને કાયમ માટે મારૂં છળકપટ દુનિયામાં છવાયેલું રહેશે.... જ્યારે જ્યારે જુગાર જેવી રમતો છવાયેલી રહેશે..શકુનીની ચાલ પ્રખ્યાત રહેશે.... હજારો શકુનીઓ દુનિયામાં છે..હજારો વર્ષો પહેલાં હિરણ્યકશ્યપ, મહિષાસુર, રાવણ જેવા મહારથીઓ છવાઈ ગયેલા હતા.. ઈશ્વરે એમનો પરાસ્ત કર્યા.. કેટલા શકુનીઓને પરાસ્ત કરશે ?...... પણ માનવીમાં રહેલા દુર્ગુણોને ઈશ્વર કેવી રીતે પરાસ્ત કરશે એ જોવાનું રહેશે.."

આટલું બોલીને શકુનીએ અટ્ટહાસ્ય કર્યું.


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ

Similar gujarati story from Drama