BINAL PATEL

Drama


3  

BINAL PATEL

Drama


'પ્રાણીઓના પ્રેમની પરિભાષા'

'પ્રાણીઓના પ્રેમની પરિભાષા'

5 mins 500 5 mins 500

    'શું લાગે છે દોસ્ત?? આજે કયાં વિષય પર ચર્ચા કરીશું?? આ આપણે જંગલમાં આવી તો ગયા છીએ. આપણને અહીંયા ટ્રેકિંગ માટે લાવવામાં આવ્યા છે અને તું પણ કાંઈક વધારે જ ઉત્સાહી છે ભાઈ.. તારી સાથે મને પણ લઇ આવ્યો. આપણા જેવા લેખકોને આ કુદરતી વાતાવરણ ગમે એ વાતમાં કોઈ શંકા નથી પરંતુ જંગલમાં?? જંગલમાં મંગલ કરીશું એવી તારી ભાવનાઓ મારા મન સુધી પહોંચી રહી છે. જોવા જઈએ તો તું મારો સિનિયર લેખક કહેવાય.. આપણી દોસ્તી એક વેબસાઈટના માધ્યમ દ્વારા થઇ અને આપણે એ લેખકમેળામાં મળ્યા પછી તો પૂછવું જ શું.. તું અને હું... જાણે જિંદગી કાંઈક અલગ જ જુસ્સાથી જીવવા લાગ્યા.. જે કહો એ સાહેબ, તારી સાથે મઝા તો ઘણી આવી પરંતુ આજે આ જંગલમાં તું મને કેમ લાવ્યા છે મને સમજાતું નથી. ટ્રેકિંગ કેમ્પ એ પણ એક તારા જેવો ઉમદા કલાકાર લેખક?? લેખક સાહેબ શ્રી રજનીશ કુમાર?? કાંઈક બોલશો હવે કે બસ મારે જ બોલવાનું છે??? તમે જયારે જયારે શાંત થયા છો ત્યારે ત્યારે કાંઈક વધારે જ ઊંડાણમાં ચાલ્યા ગયા છો.. હવે કાંઈક બોલો તો વધારે સારું છે..', શ્રીકાંતે કહ્યું.


    રજનીશ અને શ્રીકાંત બંને ઉમદા લેખક કલાકાર. બંનેને કુદરતી વાતાવરણમાં સર્જન કરવાનું વધારે ગમતું. કુદરત સાથેની મિત્રતા બંન્ને વધારે નજીક લઇ આવી. બંને દોસ્તારો કોમર્સમાં અભ્યાસ કરીને સારી જોબ કરે ને સાથે વિકેન્ડમાં કુદરતી સાનિધ્યમાં સંતાઈને સર્જન કરે. આ સર્જન કરતા-કરતા આજે ૨૫ વર્ષ થઇ ગયા છે અને બંને એક ટ્રેકિંગ કેમ્પમાં આવ્યા છે એ પણ રજનીશની ખૂબ વધારે ઈચ્છાને માન આપવા અને થોડું સાહિત્યને કુદરત સાથે જોડવા.


    'અરે હા દોસ્ત, હું તને સાંભળું જ છું ક્યારનો.. તને તો ખબર છે કે હું એક સારો લિસનેર પણ છું. સામેવાળાના મનની વાત આખી સાંભળ્યા પછી જ હું કાંઈક ઉત્તર કે સમાધાન આપું છું. હવે સાંભળ, અહીંયા જંગલમાં ટ્રેકિંગ કરવું એ મારુ સપનું હતું, જિંદગીની આખી સફરમાં ખૂબ થાક્યા પછી અત્યારે આપણને બંનેને સાથે મોકો મળ્યો છે કે આપણે સાથે રહીને જિંદગીને માણી શકીએ એટલે મેં તને પૂછ્યા વગર જ આ ટ્રેકિંગ કરવા જંગલમાં આવવાનું નક્કી કરી લીધું. હું સમજી શકું છું કે તને એમ લાગશે કે આ જંગલમાં ટ્રેકિંગ કરવાની મારી ઈચ્છા નથી ને મને લઇ આવ્યો છે. એવું નથી દોસ્ત, આપણે કુદરતની નજીક તો ઘણા વર્ષોથી છીએ. એના સાનિધ્યમાં તો આપણે સર્જન કરીએ છે આજે આપણે અબોલ પ્રાણી-પંખીઓના જીવનને આપણી કલ્પનાશક્તિથી મેઘધનુષના રંગો સમા શબ્દોથી ચીતરવા અને એક આપણા અંતરમનને એક નવી જ દુનિયામાં લઇ જવા આવ્યા છીએ. ચાલ હું તને આજે એ દુનિયામાં ડુબકી લગાડવા તૈયાર કરીશ અને મને વિશ્વાસ છે કે તને ખૂબ ગમશે.', રજનીશે ખૂબ શાંતિ થી સમજાવ્યું.


   બંને દોસ્તારો બેઠા છે, કેમ્પમાં મેનેજરની સલાહ-સૂચન મુજબ બધું જ બરાબર સમજી નીકળી પડે છે આફ્રિકાના જંગલમાં ફરવા. ફરતા ફરતા સાંજ પડે છે, ચાલતા-ચલતા ઘણું બધું આંખોને ગમે એવું અને મનની શાંતિને સમજાય એવું દેખાય છે. થોડે આગળ જાય ત્યાં એક સુંદર દ્રશ્ય દેખાય છે અને રજનીશ થોભી જાય છે.


    'શ્રી, જલ્દી આવ, શું દેખાય છે સામે? જલ્દી જો....', ઉત્સાહમાં આવી કહે છે.


   'અરે!!!! અહાહાહાહાહાહા.... ગજબ...'


   શ્રી, હું તને કહેતો'તો ને કે આપણી જંગલમાં મંગલ કરવાની આ ટ્રીપ ખૂબ જ સુકુન દેનારી રહેશે. આ દ્રશ્ય જોતા મારા મનનાં ભાવો કેટ-કેટલા રંગો લઈને આવ્યા છે એની તને જાણ નથી દોસ્ત. કેવું અદભુત દ્રશ્ય છે! બેબી એલીફન્ટ એની મમ્મી સાથે જીદ કરતું હશે કે એને એકલા રહેવું છે, એને એકલા ફરવું છે એને દૂર-દૂર સુધી બસ ભમવું છે અને બીજા દોસ્ત બેબી એલીફન્ટ સાથે ફરવું છે ત્યારે મમ્મી એલીફન્ટએ એને શું કહ્યું હશે???'


  'રજનીશ, એ જ કહ્યું હશે જે આપણી મમ્મી આપણને બચપણમાં કહેતી'તી. બેટા, સવારથી લઈને અત્યારે સુધી તું એ દોસ્તારો સાથે જ હતો ને? હવે સાંજ થવા આવી છે, અંધારું થવા આવ્યું છે, તને ભૂખ પણ લાગી હશે ને?? અને રાત્રે એકલા ફરવું કે બહાર જવું નાના બચ્ચાઓ માટે સારું નથી, પેલો દાઢીવાળો બાવો આવશે તો તને લઇ જશે. પછી પપ્પા પણ તારી રાહ જોતા હશે ને?? સવારથી એ કામ પર જાય અને તું બહાર રમવા જાય એટલે અત્યારે સાંજનો જ સમય એવો છે કે આપણે ૩ સાથે મળીને એકબીજાને પ્રેમ કરી શકીએ છીએ એટલે તું ચાલ મારી સાથે ઘરે નહિ તો મારે તને હાથ ખેંચીને લઇ જ જવો પડશે. હવે બીજું કાલે રમજે દીકરા... શું આવું જ કહ્યું હશે ને ?? બેબી એલીફંટને એની મમ્મીએ?'


   'હા, આવી જ કાંઈક વાત કરતા લાગે છે બંને માં-એલીફન્ટ અને બેબી-એલીફન્ટ... કહેતી હશે એના બેબીને કે, રાત્રે જંગલમાં એકલા રહેવું એટલે સિંહ કે વાઘના શિકાર બનવું જ કહેવાય. તું ઘરે ચાલ, તારા માટે મસ્ત મમ બનાવ્યું છે... હાહાહાહાહા.... ખરું છે ને દોસ્ત?? આ એક જ દૃશ્યએ આપણા બંનેને આપણી મમ્મીની યાદ કરવી દીધી.. પરિવાર તો પ્રાણીઓને પણ હોય છે અને પ્રેમ તો એ લોકોમાં પણ એટલો જ હોય છે. બસ પ્રેમની પરિભાષા બદલાય છે..', રજનીશે કહ્યું.


  'પ્રેમની પરિભાષાને શબ્દોથી નહિ પરંતુ લાગણીઓથી સમજવાનો એક નાનો પ્રયત્ન ખુશીઓની લહેર લઇ આવે છે એ વાતમાં કોઈ શંકા નથી. જીવન બસ એમ જ નથી જીવવાનું દોસ્ત, એક લેખક તરીકે કહું તો જીવન એવું જીવવું છે કે ધરતી પર આવીને આપણા અવતારને સાચો ન્યાય મળે, સર્જનહારે આપણું સર્જન કરીને આપણને આપેલા એ દરેક કામ આપણે સફળતાપૂર્વક પૂર્ણ કરીએ અને સાથે કાંઈક નવું જ સર્જન કરીએ એ સર્જન કોઈ પણ કલાનું હોઈ શકે. આપણે બસ સંતોષથી જ મરવું છે અને દોસ્ત ખરેખર હવે તો આ જંગલમાં સિંહના ભોજનની મિજબાની પણ જો હું બની જાઉં ને તો મને કોઈ અફસોસ નથી. આજે ખરેખર એક તારા જેવા દોસ્ત મળ્યાનો અને એક ઉમદા લેખક હોવાનો ખૂબ ગર્વ થાય છે. દોસ્ત, આજે પ્રાણીઓના પ્રેમની પરિભાષા એક બે મિનિટના દ્રશ્યથી જ દેખાઈ ગઈ. ખરેખર આ જંગલમાં આવીને કુદરતની સર્જનાત્મક કૃતિને જોઈને દિલ અને મન બંને ભરાઈ ગયા. ખુશી મારા અશ્રુ બની વહેશે આજે.', શ્રીકાંતે કહ્યું.


   'દોસ્ત, ખરી વાત છે તારી. આજે સંતોષની એક અજીબ જ લાગણી થઇ રહી છે. પરિવારની ખુશી અને માં-બાપનો પ્રેમ શું હોય એ વાત એક દૃશ્ય કહી જાય છે. કોણ કહે છે કે આ જંગલ છે સાહેબ? આ તો મનના મહેલમાં લટાર મારવાનો એક છૂપો દરવાજો છે જે આપણે આજે ખોલી નાખ્યો છે. સ્વર્ગ નીચે નહિ, અહીંયા આ જ પળોમાં છે જેને આપણે મહેસૂસ કરવાનું છે.', રજનીશે સ્માઈલ સાથે કહ્યું.


  'દોસ્ત, સવાર હવે સંધ્યાને જગાડે છે અને સંધ્યા રાતની રાગીણી બની જાય એ પહેલા આપણે કેમ્પ તરફ પ્રયાણ કરીએ?? બાકી, આ સિંહને આજે જમવામાં ખરેખર બે લેખકનું માસ ખાવું પડશે અને એ પણ સાત્વિક ભોજન, જે સિંહ માટે હાનિકારક રહેશે... હાહાહાહાહાહા.... શું કહેશો લેખક રજનીશકુમાર શ્રીવાસ્તવ?


  'હાહાહાહાહા.... , સાચી વાત છે શ્રીકાંત. હાલો, હાલો ભાઈ. આપણે આપણા ગામ....', રજનીશે કહ્યું.


  બંને દોસ્તારોની સફર ચાલે છે, જંગલમાંથી નીકળી કેમ્પ તરફ જાય છે.


  ફરી દોસ્તોની મહેફિલ જામશે, ફરી જિંદગી રંગ બતાવશે ને ફરી કાંઈક નવું સર્જનાત્મક સર્જન કોઈ લેખક દ્વારા થશે. ફરી કોઈ દૃશ્ય પ્રેમની પરિભાષા બતાવશે ને ફરી કોઈ શબ્દ વગરનો પ્રેમ આંખોથી જ કરી જશે..


Rate this content
Log in