DIPIKA CHAVDA

Tragedy

4.5  

DIPIKA CHAVDA

Tragedy

પપ્પાનો સ્વભાવ, જન્મદિવસ

પપ્પાનો સ્વભાવ, જન્મદિવસ

4 mins
295


સિત્તેર વર્ષની ઉંમરે પહોંચેલા જમનાદાસ આજે પોતાના ડ્રોઈંગ રૂમમાં બેઠાં બેઠાં જૂના સંસ્મરણોને વાગોળતાં બેઠાં છે. એકલા અટૂલા જમનાદાસની નજર સામે એમનો ભૂતકાળ તરવરવા લાગ્યો. જાણે પોતાના આંતરમન રૂપી દર્પણમાં એક પછી એક દ્રશ્ય ભજવાતાં ગયાં ને એમની આંખોમાંથી એકલતાની વેદનાનાં અશ્રુ વહેવા લાગ્યા. 

એક પ્રભાવશાળી વ્યક્તિત્વ અને પોતાની સૂઝબૂઝથી ઊભી કરેલી પોતાની એક આગવી ઓળખ ને કડક સ્વભાવ ! આખી કંપની નામ માત્રથી જાણે ડરતી ! મારી આ જ કડકાઈ એ મને આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ નામના આપી પણમારો પરિવાર મારાથી દૂર થતો ગયો.

 નર્મદા લગ્ન કરીને સાસરે આવી. કાંઈ કેટલાય અરમાનો સેવેલાં એની આંખોમાં ! પણ લગ્નની પ્રથમ રાત્રિએ જ મારા સ્વભાવથી પરિચિત થઈ ગઈ ને એનાં સપનાં ચકનાચૂર થઈ ગયા. કેટલું બધું રડી હતી એ ? પણ કઠોર હૃદયનો હું ! મારા ઊપર એના આંસુઓ ની કોઈજ અસર થઈ નહીં. 

સમય જતાં અમારા દામ્પત્યજીવન માં દીકરો. ‘ પારસ ‘ ને દીકરી ‘ મમતા ‘ નું આગમન થયું. હું ખૂબજ ખુશ હતો , પણ મારા સ્વભાવગત મેં એ ખુશીને ક્યારેય ચહેરા ઉપર દેખાવા ના દીધી. ઊલટાનું બાળકો સાથે પણ એક પ્રેમાળ પિતા ની બદલે ‘ હીટલર ‘ જેવો જ બની ને રહ્યો. મારો નિર્ણય કોઈ જ ઉથાપી જ ના શકે ! એવું સરમુખત્યારશાહી શાસન ઘરમાં અને કંપનીમાં જમાવી રાખેલું. ને મનોમન હું પોરસાતો, કે કેવો વટ છે મારો ? 

મારી આ હીટલરશાહીએ પારસને ચિત્રકાર ને બદલે ડોકટર, અને મમતા ને શિક્ષકની બદલે એમ. બી.એ. કરવાની ફરજ પડી. પરિણામે હું સંતાનો નો પણ અળખામણો બની ગયો. નર્મદા તો આ પીડા માં ને પીડામાં જ કેન્સર નો ભોગ બની અને અમને બધાને છોડીને સ્વર્ગની રાહે જતી રહી. પારસ પણ વિદેશ જતો રહ્યો અને મમતા એ પણ મારી મરજી વિરુદ્ધ એક પો્ફેસર સાથે લગ્ન કરી લીધાં.

 વર્ષો ની મહેનતને કોરોના ની કારમી થપાટ વાગી ને કંપની બંધ થઈ ગઈ. આજે સાવ એકલો અટૂલો ઘરે બેસવાનો વારો આવ્યો. આજે સમજાય છે કે પૈસા જ સર્વસ્વ નથી હોતાં. પણ લાગણી અને કરુણા થી બંધાયેલા સ્વજનો સાથેનાં સંબંધ કેટલાં કિંમતી હોય છે ? જીવનમાં મેં બધાને પૈસા થી જોખીને જોયાં ને આજે એજ પૈસાથી બનાવેલી કંપની, હવેલી જેવું ઘર બધું જ પોતાના પરિવાર વિના ભેંકાર ભાસે છે ! ચાર દીવાલો પણ જાણે કાચના દર્પણ જેવી ભાસે છે. અને એમાં મેં કરેલાં દરેક કર્મો ને મારું વર્તન મારી જ સામે આવીને જાણે અટ્ટહાસ્ય કરતું મને જ કોષે છે !

 મોબાઈલ ની રીંગ વાગે છે.હલ્લો.... હલ્લો... પપ્પા. ..! હું પારસ બોલું છું. હેપ્પી બર્થડે પપ્પા ! એન્ડ હેપ્પી ન્યૂ યર. ..! પપ્પા આજે આપનો જન્મદિવસ છે, આજે ૧/૧/૨૦૨૧ તમારો જન્મદિવસ ! ને હું આજે જ હવે કાયમ માટે તમારી પાસે તમારી સાથે જ રહેવા આવું છું. આવુને પપ્પા ! લવ યુ પપ્પા ! 

 પપ્પા હું માફી માંગું છું તમારી કે આટલા બધા સમયથી મેં તમારી ખબર અંતર જ નથી પુછી પણ પપ્પા એક વાત કહું ? તમારા આ કડક સ્વભાવે જ મને તમારાથી દૂર રાખ્યો હતો. પણ પપ્પા આજે પણ તમારી એ જ કડકાઈ અને નિયમોથી બનાવેલી દુનિયા એ મને જીવનનાં ઘણાં રંગોની સમજણ આપી દીધી છે. આજે મને એ સમજાયું છે કે પપ્પા તમે જ મારાં આદર્શ છો હતાં ને રહેશો.

આંખો ની પાંપણે ઝાકળબિંદુ સમાં આંસુ આવીને અટકી ગયા ને દીવાલ પરનાં કાચમાં મને મારાં જ અંતરનાં દર્પણમાં મારા પારસનો ચહેરો દેખાયો ! લવ યુ બેટા...!! લવ યુ બેટા... લવ યુ...! બેટા હું આટલો પાષાણ હૃદયનો હતો જ નહીં પણ મારા જીવનમાં મારા પિતાએ મને ખૂબજ લાડ લડાવીને ઉછેર્યો હતો અને હું પપ્પાનો લાડકો એટલે બધીજ જિદ પૂરી થતી.

 અને એજ જિદમાં હું દિવસે દિવસે કઠોર થતો ગયો. ધાર્યું કરવાનો આગ્રહી હું એ પણ ભૂલી ગયો કે જે પિતાએ મારી માટે કેટકેટલું કર્યું હતું ! એજ પિતાનાં એક જ લાફાએ મારા વિચારો બદલી નાંખ્યા અને મને એમ થયું કે ના કદી કોઈને આટલી હદે પ્રેમ ના કરવો જોઈએ. અને એ જ વિચારધારાને અનુસરીને મેં મારા પોતાનાં જ પરિવારને કેટલી હદે દુ:ખી કર્યો એની પણ મને સૂઝબુઝ નાં રહી.

બધું ગુમાવીને આજે મને સમજાય છે કે હું જીવનની બાજી હારી ગયો છું. પણ બેટા તારા એક ફોને મને ફરીથી નવો જોમ અને જુસ્સો પૂરો પાડ્યો છે. ત્યાં જ એમનાં કાને એક અવાજ અથડાયો……

પપ્પા મારા વ્હાલા પપ્પા.. જુઓ તો ખરા આજે તમારો પારસ તમારી સાથે જ છે ! અને જમનાદાસ પાછું વળીને જુવે છે તો એમનો પારસ એનાં પરિવાર સાથે એમની સામે જ હતો અને પારસ એનાં દીકરાને કહેતો હતો કે જો બેટા આ છે મારાં “ સુપર હીરો “ મારાં પપ્પા !! ત્યાં જ પારસનો દીકરો પણ બોલી ઊઠ્યો , “ મારાં પપ્પાની જવા જ સુપર હીરો ને !”


Rate this content
Log in

Similar gujarati story from Tragedy