કલ્પેશ દિયોરા

Drama

2  

કલ્પેશ દિયોરા

Drama

પંકજ અને મીના

પંકજ અને મીના

3 mins
286


પંકજ ઘરમાં એટલું બધુ કામ હોઈ અને આ જો તારા બાપુજી ખાટલમાંથી ઉભા પણ નથી થઈ શકતા,અને તારા બા ને તો ક્યાં કાન જ છે,દચ દચ વાર બોલું તો પણ મને કઈ જવાબ નથી આપતા.

શું મીના દરરોજ હું ઓફિસથી આવુંને તું શરૂ થઈ જા છો. તારા બાપુજી આમ અને તારી બા આમ. એ તારા પણ બા અને બાપુજી છે,મારા એકના નથી.

એ જે હોઈ તે પણ મારાથી હવે કામ નથી થતું. હું એક પણ કામ બા અને બાપુજીનું કરવાની નથી. મારા બાપુજી એ તારી પાસે ગાડી અને બંગલા હતા તે જોઈને મને આપી છે. આ તારા બાપુજીના ધોતિયા ધોવા નહીં.

મીના તું બોલવામાં થોડી કાળજી રાખ એ મારા બાપુજી છે,એણે જ મને આંગળી પકડીને મોટો કરીયો છે, તેણે મને ભણવા માટે મેકલ્યો. તેના થકી જ મને સારી નોકરી મળી આ મારા માં બાપ છે.

એ તો દરેકના બા અને બાપુજી કરતા જ હોઈ એ એમનો ધર્મ છે.

હા,તો આપડો ધર્મ શું. . . . ! કે એમની સેવા નહીં કરવાની એમ. . . !

એ મારે કઈ જોવું નથી હું તારા બા બાપુજીની સેવા નહીં કરું નહીં કરું ને નહીં જ કરું. . . . ! તારે જો આ ઘરમાં મને રાખવી હોઈ તો તારા બા અને બાપુજીને

વૃદ્ધાશ્રમમાં મેકલવા જ પડશે. નહીં તો હું આ ઘરમાં નહીં રવ.

જો મીના હું તને ખૂબ પ્રેમ કરું છું,પણ તું બા અને બાપુજીને વૃદ્ધાશ્રમમાં મેકવાની વાત કરે તે મને જરા પણ ગમતી નથી. જો તારે જાવું હોઈ તો તું જઈ શકે છો. એ મારા બા અને બાપુજી છે હું તેમની સેવા કરીશ પણ વૃદ્ધાશ્રમમાં તો નહીં જ મેકલું. આ મારો નિણર્ય અડગ છે.

પંકજ તું ભૂલ કરે છો,મીના હું નહીં તું ભૂલ કરે છો.

ઓકે,હું આજ પછી કયારેય આ ઘરમાં પગ નહીં મુકું.

હું જાવ છું અને અત્યારે જ. . . !

સવારે સાત વાગે બરોડા મિનાની ગાડી પહોંચી ગઈ તેમના ઘરે.

કેમ મીના અત્યારમાં કઈ થયું તો નથીને તને. . . ??

ના,ભાભી. . ! દરરોજની માથાકૂટ માંથી આજ મને મુક્તિ મળી,હવે હું કયારેય પંકજના ઘરે જવાની નથી.

બાપુજી ક્યાં છે. . !

એ ઘરમાં છે,એમને એટેક આવો પછી તે ઘરની બહાર નીકળતા જ નથી. તેમની તબિયત પણ હવે સારી રહેતી નથી.

આવ બેટા કેમ આજ કઈ ભલામણ વગર આવાનું થયું.

બસ એમ જ બાપુજી. . ! તમને કેમ છે?

આ તારા "બા" ગયા પછી મને તો ગમતું જ નહીં પણ આ સંદીપના વહુ મારી સારી સંભાળ રાખે છે. બાપુજી તમે જમ્યા કે નહીં,બાપુજી તમે દવા લીધી કે નહિ. .

તે મારી બાજુમાં જ રહે છે સેવા માટે. આવતા અઠવાડિયા એ ફરવા જવાના હતા. પણ વહુ એ કહ્યું બાપુજીની તબિયત સારી થઇ જાય પછી જાશું. એમણે ટીકીટ પણ રદ કરાવી. બેટા એ તારી જેવી છે.

મારી ખૂબ સેવા કરે છે.

મીના દોડતી ઘરની બહાર ગઇ. . !

ભાભી ગાડી માંથી કપડાં નહીં લેતા હું આવું છું. મારે કામ છે.

કેમ પણ. . ?મીના દોડતી ભાભી પાસે ગઈ

ભાભી એક સવાલ પૂછું?

તમે એટલું બધુ કામ કરો છો તમે થાકી નથી જતા.

તમને એમ નથી થતું કે એટલું બધુ કામ હું જ કેમ કરું.

ના,મીના આ મારું ઘર છે,મને થાક નથી લાગતો એનું કારણ ખબર છે મીના તને તારા ભાઈ અને બાપુજીનો મારા પર પ્રેમ અને લાગણી. જ્યાં એકબીજા પ્રયતે પ્રેમ અને લાગણી હોઈ ત્યાં કદી થાક ન લાગે મીના. . .

હું જયારે મારા ઘરેથી સાસરે આવી ત્યારે મારા બાપુજી એ મને કહ્યું હતું કે બેટા હવેથી એ જ તારું ઘર છે. તે ઘરની શોભા તું જ વધારી શકે. જ્યાં સુધી તારામાં જીવ છે ત્યાં સુધી એ ઘરમાં ગમે તેવી પરિસ્થિતિ આવે તેનો સામનો કરજે હસતા હસતા.

હું મારા બાપુજીના શબ્દો હંમેશા યાદ રાખું છું.

ભાભી તમારો આભાર કે તમે મારી આંખને ઉઘાડી

નહીં તો મારું ઘર બરબાદ થઈ જતા જરા પણ વારનો લાગેત.

હું હવે થોડી વાર પણ અહીં રોકાવા નથી માંગતી. હું પંકજ પાસે માફી માંગીશ અને આપની જેમ મારા ઘરમાં પણ બા બાપુજીની સેવા કરીશ.

એક વાત કહું ભાભી. . ?પંકજ મને ખુબ પ્રેમ કરે છે. . . !


Rate this content
Log in

Similar gujarati story from Drama