STORYMIRROR

Kalpesh Patel

Abstract Drama Classics

4  

Kalpesh Patel

Abstract Drama Classics

પંચાત

પંચાત

2 mins
2

પંચાત

ગામની પંચાયત માં એક દિવસ વાર્તાઓએ નક્કી કર્યું—
હવે માણસો પર આધાર છોડવાનો સમય આવ્યો છે.
ગામના વડા ચૌકમાં પંચાયત ભરાઈ.
પહેલી વાર્તા, જે હંમેશાં “એક વખતની વાત છે…”થી શરૂ થતી,
એણે લાકડી ઠોકી ને કહ્યું,
“ભાઈઓ અને બહેનો,
આ માણસો અમને બહુ ત્રાસ આપે છે.”
બીજી  વ્રત વાર્તા, એક ગરીબ બ્રાહ્મણ હતો... થી શરુ થતી હતી, તે બોલી,હું તો થાકી સખી..

ત્રીજી ચિડાઈ બોલી.. આ લખવા વાળા ગજબ છે!
“હા! કોઈ વાર અધૂરી રાખે છે,
કોઈ ખેંચી ખેંચી સો પાનાં કરે છે,
અને અંતે લખે— ‘ચાલુ રહેશે’.”

હાસ્ય વાર્તાએ કહ્યું,
“મને તો દરેક વખતે ‘મેસેજ’ બનાવી દે છે,
અને ગંભીર વાર્તાઓને ‘ફોરવર્ડેડ’ લખે છે.”

તત્ત્વચિંતન વાર્તા ઊભી થઈ—
એ હંમેશાં થોડી મોડે બોલતી,
કારણ કે એ વિચારતી વધારે હતી.
એણે કહ્યું,

“માણસને દોષ ના આપો.
એમને લાગે છે કે એ અમને લખે છે,
પણ હકીકતમાં અમે એને લખીએ છીએ.”

એ સાંભળીને એક ટૂંકી વાર્તાએ ટિપ્પણી કરી,

“એટલે જ તો અમુક માણસો બહુ લાંબા થઈ જાય છે,
અને અમુક બહુ ટૂંકા રહી જાય છે !”

પંચાયત માં બધા હસી પડ્યા.
એ જ સમયે એક માણસ પંચાયત પાસે આવ્યો.

ખિસ્સામાં કલમ, હાથમાં ખાલી કાગળ.
એ બોલ્યો,
બહેનો

“મને સાથ આપો, મારે એક વાર્તા લખવી છે.”

વાર્તાઓએ એકબીજાને જોયું.
પછી વડી વાર્તાએ કહ્યું,

“સાંભળ— રે મૂરખ, એમ કાંઈ અમે કોઈ નો સાથ થોડી આપીએ?

તું અમને લખવાનો પ્રયત્ન ના કર. તારું જીવન જીવ.”

કલમ કાને ભરાવી, તે માણસ ગૂંચવાયો,
બેની.. પણ
“એનાંથી વાર્તા કેવી રીતે બનશે?”

વાર્તાએ જવાબ આપ્યો,
“જ્યારે તું ભૂલ કરીશ,
ત્યારે અમે તારી કોમેડી બનીશું.
જ્યારે તું દુઃખ સહન કરીશ,
ત્યારે અમે ગંભીર બનીશું.
અને જ્યારે તું બધું સ્વીકારી લેશે,
ત્યારે… અમને તારે લખવાની જરૂર જ઼ નહીં રહે.”

માણસ ચાલ્યો ગયો.

પંચાયત વિસર્જિત થઈ.

વાર્તાઓએ પંચાત છોડી,પોતાની જગ્યાએ પાછી પોતાની જગ્યા એ ગોઠવાઈ ગઈ .

અને ત્યારથી,
જ્યારે કોઈ માણસ કહે છે—

“હું વાર્તા લખું છું,”
વાર્તાઓ હળવેથી હસે છે…પારકી પંચાત મૂક, ઓ કલમ નાં રાજા...

કારણ કે એમને ખબર છે—

લખવાં નાં રવાડે, આખરે હવે તો, તું પોતે જ તારા જીવન નો એક વધારાનો અધ્યાય બની રહ્યો છે.

અને ત્યારથી,
ગામમાં જ્યારે કોઈ છાતી ફુલાવીને કહે—
“હું વાર્તા લખું છું,”
ત્યારે પીપળા નીચે બેઠેલી વાર્તાઓ
હળવેથી હસી લે છે.
અને કહે છે...
“તો ઠીક છે ભાઈ, તું લખ,
પણ પહેલા થોડુંક તારું ખુદનું જીવન જીવી તો જો… પછી પારકા ની પંચાત રાખ.
કારણ કે
જીવન પોતે જ
સૌથી લાંબી, સૌથી કઠિન
અને સૌથી સચ્ચી વાર્તા છે.”



Rate this content
Log in

Similar gujarati story from Abstract