Gediya Girish

Romance Tragedy Others

3.5  

Gediya Girish

Romance Tragedy Others

ફેસબુકનાં સંબંધ

ફેસબુકનાં સંબંધ

7 mins
832


છ વર્ષ પહેલાની આ વાત રાજ ઘેરથી દૂર હોસ્ટેલમાં રહી ભણતો હતો. રાજનું સપનું પણ ઘણું ઊંચું હતું એ પૈસા સાથે મોટું નામ બનાવવા માંગતો હતો. સાથે એવા લોકોની મદદ કરવાં માંગતો જેમનું આ દુનિયામાં કોઈ નથી. સિવાય ભગવાન.

એકવાર ઓનલાઈન ફેસબુકમાં એક છોકરીની ફ્રેન્ડ્સ રિકવેસ્ટ આવી રાજ ને નવાઈ લાગી પણ છતાંય રિકવેસ્ટ મંજૂર કરી.

અને ચાલુ થઈ ઓનલાઈન વાતચીતનો દોર.

રાજ ને શક પડી રહ્યો હતો કે સામે કોઈ બોય ચેટ કરી રહ્યું હોય.

અને આમપણ બંને અલગ અલગ રાજ્યના હોવાથી અને કયારેય એકબીજા ને નથી મળ્યા સાથે ફેક એકાઉન્ટ પણ ઘણા હોય માટે રાજ માની શકતો નહી.

એકવાર વાત કરતા કરતા રાજ એ એની મન ની વાત કરી તમે કોઈ બોય છો મને એવું લાગે છે અને સામે છોકરી કહે છે એવું નથી કઈ.

અને રાજ એનો મોબાઈલ નંબર મોકલી કહે છે તમે મને કોલ કરો મારે તમારો અવાજ સાંભળવો છે..

પણ ઘણા દિવસ થયા ફોન આવતો નથી અને ચેટ પણ બંધ માટે રાજ સમજે છે એ મેલ જ હતું માટે ફોન કર્યો નહી.

એક દિવસ અચાનક રાજનાં ફોન પર અનરોલ નંબરથી ફોન આવે છે અને સામે એક મધુર અવાજ રાજનાં કાને પડે છે "હેલ્લો રાજ"

રાજ કહે હા બોલો હું જ રાજ તમે કોણ ?

ત્યાં સામે છોકરી કહે ઓળખો કોણ ?

રાજ કહે મને નથી કોઈ આઈડિયા આપ કોણ છો.

છોકરી :હું એજ છું જેનો અવાજ સાંભળવા તમે મને નંબર આપ્યો હતો..એજ કાજલ હું.

અને રાજ ના ચેહરા પર ખુશી આવી ગઈ, થોડો સમય વાત કરી સામે કાજલએ ફોન કાપી નાખ્યો અને ફરી ઓનલાઈન ચેટથી વાતો રાજ અને કાજલ વચ્ચે શરૂ થઈ ક્યારેક કયારેક બંને એકબીજા ને ફોન પણ કરી લેતા હતાં...

આમનેઆમ બન્ને વચ્ચે વાતો થતી રહી અને બંને એકબીજા ને લાઈક કરવાં લાગ્યા અને બંને વચ્ચે પ્રેમની ગોષ્ઠિ ચાલુ થઈ.

કાજલએ ફેસબુકમાં રાજનો ફોટો જોયો હોય છે પણ રાજે હજી કાજલને જોઈ ન હતી..

બસ આમજ ઘણા સમય સુધી બંને વચ્ચે વાતો થતી રહી,બંને એકબીજા ને ખુબજ પ્રેમ કરતા હતાં અને કાજલ દુનિયા થઈ અલગ હતી અને કોઈ અજનબી થઈ કોઈ મતલબ હતો નહી,કાજલ એની મમ્મી અને રાજ સિવાય કોઈ સાથે વાત કરતી નહી,કાજલ ને એનાં પિતા સાથે બનતું નહી એટલે તે એકલા રહેવા પસંદ કરતી.એનો નેચર જ આવો હતો અને સાદગી માં રહેતી બસ રાજ ને પણ આવીજ છોકરી પસંદ હતી અને એનાં રૂપમાં કાજલ મળી ગઈ.

પ્યાર હોય ત્યાં લડાઈ તો થાય બસ આવુજ રાજ અને કાજલ વચ્ચે કાજલથી કોઈ ભૂલ થાય તરત રાજ એને ગુસ્સે થઈ લડી પડતો, પણ કાજલ એનો જીવ હતો એ કાજલ પણ જાણતી હતી, કાજલ રડી પડે તરત રાજ એને મનાવા લાગી જતો આવો પ્યાર કાજલ અને રાજનો જ્યાં હજી રાજએ કાજલ ને જોઈ નથી છતાંય એને અનહદ પ્રેમ કરતો હતો રાજ.

રાજ કાજલની આંખોમાં આંસુ નાં જોઈ શકતો જો કાજલ શેડ હોય સાથે રાજ પણ શેડ થઈ જતો અને કાજલ ને કેહતો તારે મારી જિંદગી માંથી જવું હોય તો જઈ શકે છે જો તું એમાં ખુશ હોય તો બાકી મારી ખુશી તો તારામાં છે કાજલ.

   "તારી ખુશી માટે હું તારાથી દૂર થઈ જઈશ"

  તારી ખુશીથી વધારે મારાં માટે બીજું કઈ નથી તારી કસમ કાજલ.

 અને કાજલ કેહતી રાજ મારે તારી સાથે રેહવું છે બધી જિંદગી અને તારી સિવાય મને બીજું કઈજ જોઈતું નથી.આવીજ રીતે રાજ અને કાજલનો પ્રેમ એક વર્ષ થઈ ગયુ..

અને સમય સાથે હવે કાજલ પણ બદલાવ આવી રહ્યો હતો,કાજલ જે પહેલા નતિ કરતી એ કામ હવે કરવાં લાગી હતી, બીજા સાથે ચેટ અને વાતો કરવી ને વાત વાતમાં રાજથી ખોટું બોલવું,ઘણી વાતો છુપાવી બધું કરી રહી હતી રાજ ને આ બધું ગમતું નહી અને કેહતો તું બધું કર કાજલ પણ મારાથી ખોટું બોલ નહી, મને ખોટું પસંદ નથી, અને બન્ને વચ્ચે થોડી બોલાચાલી થઈ જતી, પણ રાજ હંમેશા પોતાની ભૂલ માની માફી માંગી લેતો હતો,પણ કાજલ ને કોઈ ફરક પડતો નહી અને કોઈ અંજાન સાથે વાત કરતી ને ઓનલાઈન હોય પણ બધું ખોટું બોલતી રાજ ને અને રાજ કેહતો કાજલ કેમ તું આમ કરે છે મારાથી છુપાવાની કયાં વાત છે આમાં પણ કાજલ હવે રાજ ની કોઈ વાત બરાબર લાગતી નહી જે બંધન માનતી પણ રાજ કાજલ ને ખુબજ પ્રેમ કરતો હતો.

રાજ કાજલ ને કોઈપણ હાલતમાં ખોવા માંગતો નહી અને હંમેશા ડર લાગતો કોઈ કાજલ ને મારી પાસેથી છીનવી નાં લે એનાં વિચાર માત્ર થઈ એનું મન ગભરાય જતું. રાજે જે સપના જોયા હતાં એનાથી રાહ ભટકી ગયો અને રાજ માટે હવે કાજલથી વધારે કઈ હતું નહી અને આખી જિંદગી કાજલ સાથે વિતાવવી હતી બસ આટલુંજ યાદ રહ્યું રાજ ને,પણ કાજલના મનમાં કઈ અલગ જ ચાલી રહ્યું હતું એ રાજ કરતા બીજા સાથે વાત વધુ કરતી હતી !

આમ એ અચાનક બદલાવ આવી ગયો જે રાજ મહેસૂસ કરી શકતો જે આખી આખી રાતો વાત કરતી હવે એ મને ઈગ્નોર કરી રહી છે પણ કારણ સમજી શકતો નહી,આ બાબતથી વારંવાર બંને વચ્ચે લડાઈ પણ થતી અને આ વાત કાજલ નાં ઘેર ખબર પડી, કાજલ નાં ફોન પણ આવતા બંધ થઈ ગયા અને રાજ પાગલ જેમ એનાં ફોન અને મેસેજ ની રાહ જોઈ બેસી રહેતો,રાજ ખાસ ફોન કરી શકતો નહી શું થયુ છે પૂછવા કે ઘેર કોઈ પ્રોબ્લેમ,

રાજ ને વિચાર આવતો ક્યાંક કાજલ છોડીને જતી નહી રહે ને ? આમ ને આમ બે મહિના નીકળી ગયા,બંને વચ્ચે વાત થઈ, રાજ કઈ સમજી શકતો નહી હવે શું કરે ? કેમ કાજલ નો કોન્ટેક કરે ?

એકવાર રાજ હિમ્મત કરી ફોન કરે છે કાજલનાં ઘેર અને ફોન કાજલની મમ્મી ઉપાડે છે રાજ કાજલ અને એની બધી વાત કરે છે અને લગ્ન નો પ્રસ્તાવ મૂકે છે પણ કાજલ ની મમ્મી કહે છે આવું કઈ થઈ શકે એમ નથી અને હવે રાજ અહીં ફોન કરતો નહી અને ફોન મૂકી દે છે.

રાજ ને કાજલ ને પૂછેલો સવાલ યાદ આવે છે ક્યારેક એવો સમય આવે તારા પરિવાર કે અન્ય કારણસર મને છોડવાનું આવે તો તું શું કરીશ ?

કાજલ કેહતી એ બધી ચિન્તા કર નહી હું બધું જોઈ લઈશ પણ તારો સાથ નહી છોડું રાજ,

અને રાજ કેહતો પરિવાર ને મારાં માટે ક્યારે પણ છોડતી નહી કેમ કે મારાં કરતા તારા મમ્મી પાપા નો વધારે હક્ક છે.

હવે કાજલ ફોન કરતી નહી અને રાજ હવે ઉદાસ રહેવા લાગ્યો અને પોતાનું શરીર પણ સાચવતો નહી..

ત્યાં અચાનક કાજલનો ફોન આવ્યો અને રાજ ખુશ થઈ ગયો. કાજલે વાત શરૂ કરી રાજ તું મને હંમેશા ખુશ જોવા માંગતો હતો ને અને એ માટે માટે તું કંઈપણ કરીશ.

રાજે કહીંયુ હા કાજલ હું તને ખુશ જોવા માંગુ છું હંમેશા પણ આજ કેમ આવો સવાલ કાજલ ?

કાજલ કહે છે મને તારી સાથે નથી રેહવું અને મને તારી જરૂર નથી અને હું તારાથી દૂર જવા માંગુ છું..

આ સાંભળી રાજની આખો ભરાય આવી અને કઈ કેહવા જવું હતું પણ અવાજ ગળામાંથી બહાર નથી આવી શકતો આ સાંભળી ને..

છતાંય રાજ કાજલ ને પૂછે છે કેમ આજ આવું કહી રહી છે હું મારી જે ભૂલ થઈ હોય માફી માંગુ છું, કાજલ તું મારી જિંદગી છે હું તારા વગર નઈ રહી શકું તું મારી જાન છે તારા વગર હું કેમ આ જિંદગી જીવી શકું ?.

પ્લીઝ આવું કે નહી કાજલ.

પણ કાજલ કોઈ વાત રાજની સમજતી નથી..

રાજ રડતા રડતા કહે છે ઠીક છે કાજલ તું હંમેશા ખુશ રહેજે અને હસ્તી રહેજે, ખરાબ લોકોથી દૂર રહેજે. અને બધાં સારા નથી હોતા અને જતા જતા મારાં પર એક અહેસાસ કરતી જા મારો નંબર અને ફેસબુકમાંથી મને બ્લોક કરી દે જે કારણ તને ઓનલાઈન જોઈ હું મારા દિલ ને તારાથી દૂર નહી રાખી શકું નાં તને મેસેજ કે વાત કરતા રોકી નહી શકું.

કાજલ જતા જતા એ કારણ તો બતાવતી જા કેમ તું મને છોડી રહી છે, શું કારણ છે મને છોડવાનું મારી એવી મોટી ભૂલ શું થઈ તું મને છોડવા સુધી નો કદમ લીધો ?

કાજલ કહે છે મારે કોઈ જવાબ આપવા નથી અને તું મને સાચો પ્રેમ કરતો હોય તો મને છોડી દે, મને ભૂલી જા બસ તારો ચહેરો હવે મને બતાવતો નહી મારે કોઈ સબંધ તારી સાથે રાખવો નથી હવે..

રાજ કઈ કેહવા જાય એ પહેલા ફોન કાપી નાખે છે.

રાજ રડી પડ્યો અને કાજલ ને રોકવા માંગતો હતો પણ કઈ કરી શકતો નહી બસ એની યાદ અને એનાં શબ્દો છેલ્લા આ યાદ આવી ગયા હું તને ક્યારે નહી છોડી અને આજ આવું કેમ ?

કાજલની ખુશી માટે રાજ એનું ફેસબુક બંધ કરી નાખ્યું અને એનું ભણતર છોડી ઘેર જતો રહ્યો રાજ હવે ધીમે ધીમે સ્મોકિંગ અને ડ્રિન્ક કરવાની આદત પડતી ગઈ કાજલની યાદમાં બસ એક વાત વિચારતો કાજલ મને છોડી કેમ ગઈ શું કારણ બસ આજ વાત રાજ ને પલ પલ મારી રહી હતી. રાજ ભૂલી શકતો નહી એની પાસે કાજલનો નંબર હોય છતાંય ફોન કરી કાપી નાખતો પણ વાત કરતો નહી કાજલ માટે એનું સપનું પણ ભૂલી ગયો હતો અને કાજલ રાજ ને ભૂલી ગઈ હતી આમને આમ થોડો સમય વીતી ગયો !

કાજલને રાજે ક્યારેય જોઈ હતી નહી એ કેવી લાગે છે ખરેખર એ કોણ છે કંઈજ નહી બસ રાજ એટલું જાણતો એ મારી જિંદગી છે અને અચાનક એકવાર કાજલ ફોન કરે છે રાજ ને કાજલ

હેલ્લો રાજ પણ..અને સામે જવાબ મળે છે.

રાજ નથી હવે આ દુનિયા માં બે મહિના થયાં એનાં અવસાન થયે

અને એનાં છેલ્લા શબ્દો હતાં મારો શું વાંક ? મારી શું ભૂલ ?

આ સાંભળી કાજલ શોક થઈ.


Rate this content
Log in

Similar gujarati story from Romance