પહેલો પ્રેમ કે પહેલું આકર્ષણ
પહેલો પ્રેમ કે પહેલું આકર્ષણ


આપણે ખૂબ નાના હોઈએ ત્યારે આપણને પ્રેમ વિશે કઈ ખબર હોતી નથી. આ વાર્તા પણ મારા બાળપણમાં બનેલી ઘટનાની છે. તારીખ યાદ નથી પણ એ મારો એ નવી શાળામાં પહેલો દિવસ હતો. પહેલાં હું મારા પપ્પા જે શાળા નોકરી કરતા હતા તે શાળામાં પહેલું ધોરણ ભણ્યો પણ અમુક કારણોસર મારે બીજા ધોરણમાં આવતાં આ નવી શાળામાં આવ્યો હતો. હા, મિત્રો આ પ્રસંગ જ્યારે હું બીજા ધોરણ ભણતો હતો ત્યારે બન્યો હતો. લગભગ એક અઠવાડિયા સુધી હું એ સ્કૂલમાં ગયો ત્યાર પછી તે મને જોવા મળી હતી. માથાના બધા વાળ ઓળી ને બે ચોટલા બાંધેલા હતા અને તેમાં કાળા રંગની રીબીન બાંધી હતી. આંખો કાજળ ખૂબ ઓછું હતું એટલે આંખો આકર્ષક લાગતી હતી પણ શરમાળ વધારે હતી. જ્યારે કલાસમાં પહેલી વાર આવી ત્યારે બીજી કોઈ જગ્યા એ જવાને બદલે મારી બાજુમાં આવી ને બેસી ગઈ. મેં થોડી વાર તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ તેણે તેનો ચહેરો ચોપડી ખોલીને સંતાડી રાખ્યો હતો.હું તેને તેનું નામ પૂછવાનો પ્રયત્ન કરવાનું વિચારતો હતો પણ હું તેને કઈ પૂછું તે પહેલા જ સર હાજરી પૂરતી વખતે તેનું નામ બોલ્યાં. મઝા આવે બોલતી વખતે તેવું તેનું નામ હતું "સ્નેહા" આજે તેનો પહેલો દિવસ હતો તેથી કોઈ વિષયનું પુસ્તક લાવી ન હતી તેણે આખો દિવસ મારા પુસ્તકો જોઈને વાંચ્યા. બપોરે જ્યારે રીસેસ પડી ત્યારે મેં એને મારા નાસ્તો એની સાથે ખાધો હતો અને બીજા દિવસે પણ એક સાથે બેસીને ભણ્યા. પરંતુ ત્રીજા દિવસથી સ્નેહાની બીજી છોકરીઓ સાથે મિત્રતા થઈ ગઈ. એટલે હવે તે વર્ગમાં તેના મિત્ર સાથે બેસતી હતી પણ સવારે વહેલા સ્કૂલમાં આવે ત્યારે અને બપોરે રીસેસ પડે ત્યારે મારી સાથે વાત કરી લેતી પણ જો તે બીજા કોઈ છોકરા સાથે વાત કરે તો તે મને ગમતું નહીં. મને કેમ ગમતું નહીં એ વખતે સમજાતું નહોતું. આ શાળામાં આવ્યાના બે અઠવાડિયા પછી એક દિવસ રીસેસમાં યસ નામના એક છોકરા એ સ્નેહા સાથે મસ્તી કરતાં કરતાં તેનો દુપટ્ટો લઈ લીધો. એ દુપટ્ટો સ્નેહાનો મનપસંદ દુપટ્ટો હતો એટલે એણે છોકરા ને એટલે કે યસ ને વિનંતી કરી પણ યસે સ્નેહાની વાત માની નહીં અને તે દુપટ્ટો લઈ ને મેદાનની બહાર જતો રહ્યો. એટલે સ્નેહા રડવા લાગી. થોડી વાર પછી મેં સ્નેહાને રડતી જોઈને હું તેની પાસે ગયો અને તેને રડવાનું કારણ પૂછ્યું તો તેણે રડતાં રડતાં કહ્યું એક છોકરો તેનો દુપટ્ટો લઈ ને જતો રહ્યો. એટલે હું તરત મેદાનમાં ગયો ત્યારે જોયું તો એક છોકરો એક દુપટ્ટો હવામાં ઉછાળી ને રમી રહ્યો હતો. હું તેની પાસે ગયો અને તે દુપટ્ટો પાછો માંગ્યો તો તે દુપટ્ટા લઈને દોડવા લાગ્યો. એટલે હું પણ તેની પાછળ તેને પકડવા માટે દોડયો. એક વખત તો મેં એને પકડી પણ લીધો ત્યારે એને મને ધક્કો મારી દીધો એટલે હું નીચે પડી ગયો હું જ્યાં પડી ગયો હતો ત્યાં જમીન પર કીચડ હતો. તે કીચડ ના દાગ મારા કપડાં પર પડી ગયા. પણ હું ઉભો થઇને ફરીથી દોડીને યસને પકડી લીધો ત્યારે જ રીસેસ પુરી થઈ ગઈ એટલે એણે સ્નેહાનો દુપટ્ટો મને પાછો આપી દીધો. એટલે હું તરત કલાસમાં ગયો અને સ્નેહા ને તેનો દુપટ્ટો પાછો આપ્યો. ત્યારે જ ટીચર કલાસમાં આવ્યા એટલે હું મારી જગ્યાએ બેસી ગયો પણ ટીચરે મારી સામે જોયું અને મને ઉભો કર્યો પછી પૂછ્યું કે મારા કપડાં પર કીચડના ડાઘ કઈ રીતે પડયા ? એ વખતે મેં ટીચરને જણાવ્યું કે યસે મને કીચડમાં ધક્કો માર્યો હતો. એટલે તરત ટીચરે યસને ઉભો કરી ને મેં જે કહ્યું તે સાચું છે કે ખોટું ? યસે ટીચર ને કહ્યું સાચું છે. એટલે ટીચરે મને તેની સાથે પાણીની ટાંકી પાસે જઈને કીચડના બધા ડાઘ સાફ કરવા નું કહ્યું. એટલે મેં ટીચરે જેમ કહ્યું તેમ કર્યું. મેં સ્નેહાને તેનો દુપટ્ટો પાછો આપ્યો ત્યારે ખૂબ જ ખુશ થઈ હતી એટલે હું પણ ખુશ હતો.
પછી સાંજે સ્કૂલ છુટી ગઈ અને હું ઘરે આવ્યો ત્યારે મારા પપ્પા એ મને કહ્યું કે મારી મમ્મી ને એક સ્કૂલમાં નોકરી મળી ગઇ છે એટલે મારે મારી મમ્મી સાથે જવાનું છે. મારા પપ્પાની વાત સાંભળીને મને ખુશી ના થઇ દુઃખ કોને કહેવાય એની ખબર ન હતી. પણ બીજા દિવસથી હું મારી મમ્મી સાથે સ્કૂલમાં જવા લાગ્યો. પણ એક અઠવાડિયા પછી જ્યારે હું સ્કૂલમાં ગયો ત્યારે મેં સ્નેહા જેવી જ એક છોકરીને જોઈ. એટલે હું તે છોકરી પાસે ગયો અને તેને તેનું નામ પૂછ્યું પણ તે બીજી કોઇ છોકરી હતી. એટલે બીજા બે દિવસ પછી એ સ્કૂલમાં પાછો ગયો અને એક આખો દિવસ સ્કૂલમાં પસાર કર્યો પણ સ્નેહા મને ક્યાંય જોવા મળી નહીં. એટલે જ્યારે સાંજે સ્કૂલ છૂટી ત્યારે યસ મને મળ્યો. મેં યસ ને સ્નેહા વિશે પૂછ્યું તો યસે મને કહ્યું જે દિવસથી મેં સ્કૂલમાં આવવાનું બંધ કર્યું તે દિવસથી સ્નેહા એ પણ સ્કૂલમાં આવવાનું બંધ કરી દીધું હતું. આ વાત સાંભળીને હું નિરાશ થઈ ગયો. હું સાંજે ઘરે આવ્યો અને થોડા સમય મને શું કરવું તેની ખબર પડતી ન હતી પણ હવે હું આગળ વધી ચુક્યો છું.
આ વાર્તા કોઈ કલ્પના નથી પણ મારા જીવનની સત્ય ઘટના છે. આ કોઈ પ્રેમ કથા નથી. પણ ફક્ત એક ઘટનાનું વર્ણન કરેલું છે.