Avichal Panchal

Drama Romance Thriller

5.0  

Avichal Panchal

Drama Romance Thriller

અવિચલ- રિધ્ધી

અવિચલ- રિધ્ધી

8 mins
462


અવિચલની ફ્લાઇટ વીસ મિનિટ મોડી હોવાથી અવિચલ અને મિસ્ટર જોન ટર્મિનલ પર આમતેમ આંટા મારતા હતા. ત્યારે અવિચલના મિત્ર શિવનો કોલ આવ્યો. ફ્લાઇટ લેટ થઈ હોવાથી પોતાને આવતાં મોડું થશે એટલું કહીને અવિચલે કોલ કટ કરી દીધો. અને અવિચલ ફ્લાઇટની એનાઉન્સમેન્ટ થવાની રાહ જોવા લાગ્યો. વીસ મિનિટ પછી સાન ફ્રાન્સિસ્કોની ફ્લાઈટનું એનાઉન્સમેન્ટ થતાં અવિચલ અને મિસ્ટર જોન ઝડપથી ચાલવા લાગ્યા.


થોડીવાર પહેલાં ફ્લાઇટની રાહ જોતાં જોતાં અવિચલે જે વીસ મિનિટ વિતાવી હતી તે તેના માટે વીસ કલાક જેટલી લાંબી હતી. તેને હજુ પણ વિશ્વાસ નહોતો થઈ રહ્યો. છેલ્લા કેટલાક વર્ષોથી જેનું નામ લઈને તેની સવાર થતી હતી, જેની ભાળ મેળવવાના અથાગ પ્રયાસો કર્યા હતા પણ તેમાં નિષ્ફળતા મળી હતી તે ના મળવાની એક આશા મળી. અવિચલ ફ્લાઇટ માં બેસી ગયો પણ તેનું મન હજી પણ બીજે ક્યાંક હતું. એક એરહોસ્ટેસે તેની પાસે આવીને સીટબેલ્ટ બાંધવા માટે કહ્યું ત્યારે તે જાણે હોશમાં આવ્યો.


જેવું ફ્લાઇટ ટેકઓફ થઈ તેમ તેના મનની યાદો પણ તેને ભૂતકાળમાં દોરી ગઈ. અવિચલ અમદાવાદની એક આઇટી કંપનીમાં હેડ એન્જિનિયર ની પોસ્ટ પર હતો. એકવાર તેની કંપનીને એક વિદેશી કંપની તરફથી એક કોન્ટ્રાક્ટ મળ્યો. આ કોન્ટ્રાક્ટ ને અવિચલ અને તેની ટીમે સફળતા થી પાર પાડ્યો. તેના કારણે કંપની ની શાખ ચાર ચાંદ લાગી ગયા. કંપની ના મેનેજિંગ ડિરેક્ટર કેશવકુમારે એક મોટી પાર્ટી આપી. આ પાર્ટી માં અવિચલે રિધ્ધી ને પહેલી વખત જોઈ હતી. રિધ્ધી કંપની ના એમડી કેશવ ની બહેન હતી. અવિચલ રિધ્ધી સાથે પહેલી નજર માં જ પ્રેમ કરવા લાગ્યો. બ્લૅક વનપીસ ડ્રેસ, બ્લેક ડાયમન્ડ ઈયરિંગ, સિલ્કી બ્રાઉન બ્લેક હેરસ્ટાઇલ માં રિધ્ધી ખૂબ જ સુંદર લાગતી હતી. પણ તેનો ગુસ્સો ખૂબ જ વધારે હતો. કંપની કોઈ પણ એમ્પ્લોઈ નાની સરખી પણ ભૂલ કરે તો રિધ્ધી તેને નોકરીમાંથી કાઢી મૂકતી. પણ અવિચલ રિધ્ધી વિશે કઈ પણ જાણતો નહોતો. પણ તેને રિધ્ધીને જાણવાનો મોકો મળી ગયો. જ્યારે પાર્ટી ના અંતે કેશવકુમારે અવિચલ ને પ્રમોશન આપવા જાહેરાત કરી અને અવિચલને રિધ્ધીની ટીમમાં સ્થાન મળ્યું. એટલે અવિચલની ખુશીનો પાર ના રહ્યો. પાર્ટી પુરી થયાં પછી અવિચલ તેના મિત્ર શિવને મળ્યો. શિવ અવિચલનો બેસ્ટ ફ્રેન્ડ હતો. અવિચલને જ્યારે પણ કોઈ પણ સમસ્યા થાય કે કોઈ ખૂશખબર તો તેને તે શિવ સાથે અચૂકપણે વહેંચતો. અવિચલે જયારે શિવ ને આ વાત કહી ત્યારે શિવ ખૂબ જ ખુશ થયો. શિવ ને એ જાણી ને ખુશી થઈ કે હવે અવિચલ ના જીવનમાં પણ કોઈ ખાલીપો નહીં રહે. બીજા દિવસ થી અવિચલે રિધ્ધી ની ટીમ જોઈન કરી. રિધ્ધી એ લંડન જઈને આઇટી નો અભ્યાસ કર્યો હતો એટલે તેને એમ લાગતું કે કોઇ પણ એમ્પ્લોઈ માં તેના જેટલી આવડત નથી.


પણ અવિચલે તેની ટીમ જોઈન કરી ત્યાર પછી રિધ્ધી ને કોઈપણ સમસ્યા થાય ત્યારે અવિચલ તેની સમસ્યા નું સોલ્યુશન બતાવતો હતો. અને રિધ્ધીની ટીમના બીજા એમ્પ્લોઈસ પણ રિધ્ધી પાસે જવાને બદલે અવિચલ પાસે જતાં. આ જોઇને રિધ્ધી એકલી હોય ત્યારે તેને ખૂબ જ ગુસ્સો આવતો પણ તે અવિચલ તેની સાથે હોય ત્યારે ત્યારે તે કંઈક અલગ જ અનુભવતી હતી. પણ રિધ્ધી ને સમજાતું નહીં કે આ શેની લાગણી છે. આમ કરતાં ત્રણ મહિના પસાર થઇ ગયા. આ દરમિયાન અવિચલ અને રિધ્ધી સારા મિત્ર બની ગયા હતા અને અવિચલે રિધ્ધીની દરેક પસંદ નાપસંદ વિશે જાણી લીધું હતું. એટલે અવિચલે રિધ્ધી ને એકવાર ડિનર પર ઇનવાઈટ કરી.


પણ રિધ્ધી અવિચલ દ્વારા ઇનવાઈટ કરતાં ચોંકી ગઈ. કેમકે રિધ્ધી ના મોટા ભાગના એમ્પ્લોઈસ જેન્ટ્સ હતા. જેમાં ના ઘણા રિધ્ધી ની સાથે ડેટ પર જવા ઈચ્છા વ્યક્ત કરતાં પણ નોકરી ગુમાવવા ના ડરથી કઈ કહી શકતા નહીં. આ રિધ્ધી સારી રીતે જાણતી હતી.


આ વાત અવિચલ પણ સારી રીતે જાણતો હોવા છતાં તેણે પોતાને ડિનર માટે ઇનવાઈટ કરી ને પોતાની નોકરી જોખમમાં મૂકી દીધી છે છતાં તેને જાણે કોઈ ચિંતા નથી. એ જોઈને રિધ્ધી વિસ્મિત થઈ ગઈ. તે દિવસે રિધ્ધી અવિચલે કહેલા રેસ્ટોરન્ટ માં પહોંચી પણ રેસ્ટોરન્ટ માં બધી લાઈટો બંધ હતી એટલે રિધ્ધી રેસ્ટોરન્ટ ની બહાર ઊભી રહી પણ તેને કોઈ દેખાયું નહીં એટલે રિધ્ધી પાછી જતી હતી તે વખતે જ અવિચલ ઝડપથી રિધ્ધી નો હાથ પકડીને તેને રેસ્ટોરન્ટ માં લઇ ગયો.

તે જ વખતે રેસ્ટોરન્ટમાં બધી લાઈટો ચાલુ થઇ. રિધ્ધી એ જોયું કે ચારેય બાજુ ગુલાબ ના ફૂલો સજાવેલા હતા. અને તેની રિધ્ધી ના અલગ અલગ સમયે પાડેલા ફોટોગ્રાફ હતા. અને વિશાળ અક્ષરો માં હેપ્પી બર્થડે રિદ્ધિ લખેલું હતું. આ જોઈ ને રિધ્ધી ને યાદ આવ્યું કે આજે 14 ડિસેમ્બરે તેનો જન્મદિવસ છે. પણ તેણે ક્યારેય પોતાનો જન્મદિવસ મનાવ્યો નહોતો. પણ અત્યારે રિધ્ધી સામે અવિચલે ઘૂંટણભેર બેસીને રિધ્ધી ને પ્રપોઝ કર્યું.

ત્યારે રિધ્ધી ને બીજી સરપ્રાઈઝ મળી. રિધ્ધી પાસે હવે કહેવા કોઈ શબ્દો નહોતા એટલે તેણે ફકત હકારમાં માથું હલાવ્યું. પછી રિધ્ધી ની ટીમ ના બધા એમ્પ્લોઈસ ત્યાં આવી ગયા. બધા તાળી પાડી ને પાડીને તેમને વધાવી લીધા. પછી રિધ્ધી એ અવિચલ સાથે કેક કાપીને પહેલો પીસ અવિચલ ને ખવડાવ્યો. કેક કપાયા પછી અવિચલ રિધ્ધી ત્યાંથી પોતાની કારમાં રિધ્ધી ના ઘરે મુકવા માટે ગયો ત્યારે કારમાંથી ઉતરતી વખતે રિધ્ધી એ અવિચલ ને કારમાંથી બહાર આવવા માટે કહ્યું. અવિચલ કારમાંથી નીચે ઉતર્યો એટલે રિધ્ધી એ અવિચલ પાસે જઈને પોતાના અધરોને તેના અધરો પર મૂકી દીધા. અવિચલ ને રિધ્ધી આવું કઈ કરશે તેની કલ્પના પણ નહોતી. પણ તે આ પલ ને માણી લેવા માંગતો હતો એટલે તેણે કોઈ પણ હિલચાલ કરી નહીં.


થોડીવાર પછી રિધ્ધી દોડી ને તેના બંગલા ના કંપાઉન્ડમાં જતી રહી. એટલે અવિચલ પણ તેના ઘરે જતો રહ્યો. બીજા દિવસથી ઓફીસ માં રિધ્ધીનું વર્તન એકદમ બદલાઈ ગયું. હવે રિધ્ધી બધા એમ્પ્લોઈસ ની સાથે એકદમ પ્રેમથી વાત કરતી. અને જો કોઈ ની પણ ભૂલ થાય તો તે ગુસ્સો કરતી નહીં. આ જોઈ બધા એમ્પ્લોઈસ અવિચલનો આભાર માનતા. રિધ્ધી અને અવિચલ રજા દિવસે બગીચામાં કે બીજી કોઈ જગ્યાએ ફરવા માટે જતાં. આ વાત જયારે રિધ્ધી ના ભાઈ કેશવકુમારે જાણી ત્યારે તેમને ખૂબ જ ગુસ્સો આવ્યો. પણ તેઓ જાણતા હતા કે અવિચલ અને રિધ્ધી ના કારણે કંપની ઝડપથી પ્રગતિ કરી રહી છે એટલે તેમણે શાંત મગજ થી કામ લેવાનું નક્કી કર્યું. તેમણે અવિચલ ને છ મહિનાની ટ્રેનિંગ ના બહાને જાપાન મોકલી દીધો. ત્યારે રિધ્ધી અને કેશવકુમાર જાતે અવિચલ ને એરપોર્ટ પર મુકવા માટે આવ્યા ત્યારે અવિચલે રિધ્ધી ને કહ્યું, કે જ્યારે તે પાછો આવશે ત્યારે તે કેશવકુમારને રિધ્ધી અને પોતાના લગ્ન ની વાત કરશે. આ સાંભળીને રિધ્ધી ખૂબ જ ખુશ થઈ. પણ જ્યારે અવિચલ તેની છ મહિનાની ટ્રેનિંગ પુરી કરીને પાછો આવ્યો ત્યારે તેને ખબર પડી કે રિધ્ધી ના લગ્ન અમેરિકા ના એક બિઝનેસમેન સાથે થઈ ગયા અને કેશવકુમાર પણ અમેરિકા ખાતે શિફ્ટ થઈ ગયા છે. અને હવે તેમની કંપની નો વહીવટી તેમનો કઝીન મુરલી કરે છે. આ બધું જાણ્યા પછી અવિચલને મોટો આંચકો લાગ્યો. અધૂરામાં પૂરું તે ટ્રેનિંગ પુરી થયા ના રિપોર્ટ્સ લઈને કંપનીમાં હાજર થયો ત્યારે તેને નોકરીમાં થી પણ કાઢી મુકવામાં આવ્યો. અવિચલ એક પછી એક બનેલી ઘટનાઓથી તૂટી ગયો. તે દિવસે સાંજે અવિચલ શિવ મળ્યો. અવિચલ ને શિવે સમજાવ્યો અને રિધ્ધી માટે આગળ વધવા માટે જણાવ્યું. અવિચલે શિવની વાત સાંભળ્યા પછી મક્કમ નિર્ધાર કરી લીધો. બીજા દિવસ થી અવિચલે કેશવકુમારની કંપની ના કલાઇન્ટ્સ મળવાનું શરૂ કર્યું. તેમના કોન્ટ્રાક્ટ ની જરૂરિયાત સમજી લીધી. અને એક મહિના પછી પોતાની બધી બચત વાપરી ને એબીઆરએસ ઇન્ડસ્ટ્રીઝની શરૂઆત કરી. પહેલા દિવસે શિવે અવિચલ ને પૂછ્યું કે ABRS નો અર્થ શું છે? ત્યારે અવિચલે જણાવ્યું કે A નો અર્થ અવિચલ અને આર્યવર્ધન, B અર્થ ભારત, R નો અર્થ રિધ્ધી અને S નો અર્થ શિવ છે. આ સાંભળી ને શિવ વિસ્મય પામ્યો. ધીરે ધીરે અવિચલ ની કંપની નું કામ જોઈ કેશવકુમારની કંપનીના બધા કલાઇન્ટ્સ અવિચલ પાસે જવા લાગ્યા. અવિચલે પોતાની ઓફીસ માં રિધ્ધી નો એક વિશાળ ફોટો લગાવ્યો હતો. જ્યારે પણ કોઈ કલાઇન્ટ્સ અવિચલ ને મળવા આવતા ત્યારે તે રિધ્ધી ના ફોટોગ્રાફ વિશે પૂછતાં ત્યારે અવિચલ તેમને કહેતો કે આ મારી પ્રેરણામૂર્તિ છે.


બીજી બાજુ કોઈ કામ ના મળતાં ચાર વર્ષ માં જ કેશવકુમારની કંપની દેવાદાર બની ગઈ એટલે તેમનો કઝીન મુરલી કંપનીને બેક વેચી ને અમેરિકા જતો રહ્યો. અવિચલે કેશવકુમારની કંપની ને ખરીદી લીધી.

. અવિચલે બીજા બે વર્ષમાં વિદેશમાં પણ એબીઆરએસ ઇન્ડસ્ટ્રીઝની બ્રાન્ચ સ્થાપી દીધી. એક દિવસ અવિચલ ને જાણવા મળ્યું કે કેશવકુમાર નું કાર એક્સિડન્ટમાં અવસાન થયું છે. આ જાણી ને અવિચલને ખૂબ જ દુઃખ થયું.

અવિચલ તરત અમદાવાદ થી ફલાઇટ પકડીને ન્યુયોર્ક પહોંચ્યો. ત્યાં કેશવકુમારના અંતિમ સંસ્કાર માં તેને લાગેલું રિધ્ધી ને તે મળી શકશે પણ રિધ્ધી તેને જોવા મળી નહીં.


એટલે ત્યારબાદ અવિચલ ન્યુયોર્કમાં એક અઠવાડિયા સુધી રોકાયો પણ તેને રિધ્ધી વિશે કોઈ જાણકારી મળી નહીં. એટલે અવિચલ અમદાવાદ આવી ને એક મહિના પછી ફરીથી ન્યુયોર્ક ગયો. ત્યાં તેણે રિધ્ધી ના લગ્ન જે બિઝનેસમેન સાથે થયા હતા. તેની તપાસ સ્થાનિક પોલીસ દ્વારા કરી ત્યારે જાણવા મળ્યુ કે બે વર્ષ પહેલા જ રિધ્ધી અને તેના પતિનું એક કાર એક્સિડન્ટ માં મૃત્યુ થયું હતું. આ જાણ્યા પછી અવિચલ ખૂબ જ નિરાશ થયો. એટલે તે પાછો આવી ને પોતાના કામમાં લાગી ગયો. પણ છ મહિના પછી જ્યારે અમેરિકા ના એક કલાયન્ટ મિ.જોન અવિચલ ને મળવા આવ્યા ત્યારે તેમણે રિધ્ધી નો ફોટો જોઈને ચોંકી ગયા. અવિચલ ને મિ.જોને રિધ્ધી વિશે પૂછ્યું ત્યારે અવિચલે તેમને રિધ્ધી સાથે થયેલી પહેલી મુલાકાત થી તેણે ન્યુયોર્ક માં તેને શોધવા કરેલા પ્રયત્ન વિશે બધું જ જણાવ્યું. આ સાંભળી ને મિ. જોન ખૂબ જ પ્રભાવિત થયા.


તેમણે જણાવ્યું કે તેમના ઘર ની સામે ના ઘરમાં એક મેઇડ રહે છે અને તે રિધ્ધી જ છે. આ સાંભળી ને અવિચલ ના આશ્ચર્ય અને આનંદ નો પાર ના રહ્યો. તેણે તરત જ સાનફ્રાન્સિસ્કો ટીકીટ બુક કરાવી. અચાનક એક આંચકો લાગ્યો ત્યારે અવિચલ ભૂતકાળ ની યાદોમાંથી બહાર આવી ગયો. તેણે જોયું કે ફલાઇટ સાનફ્રાન્સિસ્કો ના એરપોર્ટ પર લેન્ડ થઈ ગઈ છે. એટલે હવે અવિચલ ની બેચેની વધી રહી હતી.

.સિક્યુરીટી ચેકીંગ માં અડધો કલાક પસાર થઈ ગયો. ત્યાર બાદ અવિચલ અને મિ. . જોન ટર્મિનલ ની બહાર નીકળ્યા એટલે તરત મિ. જોને ની કારમાં તેમના ઘર તરફ જવા માટે રવાના થઈ ગયા.

.અવિચલ માટે અત્યારે એક એક મિનિટ એક વર્ષ જેટલી મોટી હતી. પંદર મિનિટ તેઓ મિ. જોન ના ઘરે પહોંચી ગયા એટલે અવિચલ કારમાં ઊતરી ને તરત દોડી ને તેમના સામે ના ઘરે ગયો. બે-ત્રણ વખત ડોરબેલ માર્યા પછી રિધ્ધી એ જ દરવાજો ખોલ્યો. અવિચલ રિધ્ધી ને જોઈ પોતાના આંસુ રોકી શક્યો નહીં. તેણે રિધ્ધી પકડીને તરત જ ગળે લગાવી દીધી અને તે રડવા લાગ્યો. રિધ્ધી માટે પણ આ ખુશીની ઘડી હતી. તેણે વિચાર્યું પણ નહોતું તે ફરીથી અવિચલ ને મળી શકશે. રિધ્ધી પણ રડવા લાગી. થોડી વાર રિધ્ધી જેમના ઘરે મેઇડ હતી તે ત્યાં આવ્યા.

રિધ્ધી અને અવિચલ ને એકબીજાને ગળે ભેટેલાં જોઈ ને તેમણે મિ.જોન ને અવિચલ વિશે પૂછ્યું. ત્યારે મિ.જૉને બધી હકીકત જણાવી. તે દિવસે સાંજે મિ. જોન ના ઘરની નજીક આવેલા ચર્ચમાં ખૂબ જ સાદાઈથી રિધ્ધી અને અવિચલે લગ્ન કરી લીધા. બીજા દિવસે જયારે અવિચલ રિધ્ધી પોતાની સાથે લઈને અમદાવાદ પાછો ફર્યો ત્યારે શિવ અને ઇશીતા તેમને એરપોર્ટ પર લેવા માટે આવ્યા હતા અને રિધ્ધી નો ગૃહપ્રવેશ પણ ઇશીતા એ કરાવ્યો. અવિચલ ખૂબ જ ખુશ હતો કે તે અને રિધ્ધી એક થઈ ગયા.. રિધ્ધી ને ખુશી માં વધારો ત્યારે થયો જ્યારે એક વર્ષ પછી તેણે આર્યવર્ધન અને આર્યરિધ્ધી ને જન્મ આપ્યો.

(સમાપ્ત)


Rate this content
Log in

Similar gujarati story from Drama