The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Avichal Panchal

Drama Romance

3  

Avichal Panchal

Drama Romance

કેશવનો અપૂર્ણ પ્રેમ -1

કેશવનો અપૂર્ણ પ્રેમ -1

4 mins
726


મિત્રો મેં એક અલગ પ્રકારની લવ સ્ટોરી લખવાનો પ્રયત્ન કર્યો છે.

અમદાવાદની પ્રખ્યાત IIM -A કોલેજમાં આજે વિદ્યાર્થીઓની ભીડ જામી હતી. આજે ફર્સ્ટ યરનાં પહેલા દિવસે બધા વિદ્યાર્થીઓ નવા જોશ સાથે કોલેજ માં આવી રહ્યા હતા. કેશવે પણ નવા ઉત્સાહ સાથે કોલેજ ના કેમ્પસ માં પ્રવેશ કર્યો. આજે તેનું સપનું પૂરું થયું હતું. કેશવ ને MBA નો અભ્યાસ કરી ને એક સફળ બિઝનેસ મેન બનવું હતું.

કેશવ કોલેજના મેદાનમાંથી આગળ જાય તે પહેલાં કોઈ એ તેને ઉભા રહેવા માટે બૂમ પાડી. તેણે પાછળ ફરી ને જોયું તો ક્રિષ્ના તેની પાછળ ઊભી હતી.ક્રિષ્ના ને પોતાની સામે જોઈ કેશવ ખુશ થઇ ગયો.

તેની બેસ્ટ ફ્રેન્ડ તેની સાથે જ ભણવાની એમ જાણી કેશવ ખુશ કેમ ન થાય. ક્રિષ્ના કેશવની પાસે આવી એટલે બંને એકસાથે ચાલવા લાગ્યા. ક્રિષ્નાનો સ્વભાવ થોડો તોફાની હતો જ્યારે કેશવ શાંત સ્વભાવનો હતો.

કેશવ અને ક્રિષ્ના કલાસરૂમમાં એક બેન્ચ પર બેઠા. આજે પહેલા દિવસે બધા વિદ્યાર્થીઓ એ પોતાનો પરિચય આપ્યો અને પ્રોફેસરે વિદ્યાર્થીઓને ભણવાના વિષયોની જાણકારી આપી અને કોલેજ છૂટી ગઈ.

બીજા દિવસે પણ કેશવ અને ક્રિષ્ના કોલેજમાં એકસાથે જ આવ્યા અને એક જ જગ્યા પર બેઠા. આજથી બધા વિષયના નિયમિત લેકચર શરૂ થઈ ગયા. કેશવ દરેક લેકચરમાં પ્રોફેસર જે કઈ બોલે તે ધ્યાનથી સાંભળતો અને જરૂરી લાગે તે નોંધ લખી પણ લેતો.જયારે ક્રિષ્ના પ્રોફેસરે આપેલા લેકચર ફોનમાં રેકોર્ડ કરી લેતી.

કેશવ એક સામાન્ય પરિવારમાંથી આવતો હતો. કેશવના પિતા એક સરકારી ઓફિસમાં ક્લાર્કની નોકરી કરતા હતા અને તેની માતા હાઉસવાઈફ હતા. જયારે ક્રિષ્ના એક કરોડપતિ પરિવારમાંથી આવતી હતી. તેના પિતા બહુ મોટા બિઝનેસમેન હતા.

ક્રિષ્નાને તેના માતાપિતા એ ખૂબ લાડથી ઉછેરી હતી.તેને ક્યારેય કોઈ પણ વસ્તુની કમી પડવા દીધી ન હતી. આમ કરોડપતિ હોવા છતાં ક્રિષ્નામાં જરા પણ અભિમાન ન હતું.

કેશવને બારમાં ધોરણમાં સારા માર્ક્સ આવ્યા હોવાથી તેને સ્કોલરશીપ મળી હતી એટલે કોલેજમાં ખૂબ મન લગાવીને અભ્યાસ કરતો હતો. ક્રિષ્ના કોલેજમાં હંમેશા તેની કાર લઈને આવતી જયારે કેશવ સાઇકલ લઈને આવતો.

ક્રિષ્નાને કોઇ વિષયમાં ખબર ના પડે ત્યારે તે કેશવ એક વખત જ ફોન કરતી ત્યારે તરત જ કેશવ આવી જતો.

ભણવા ઉપરાંત કેશવ અને ક્રિષ્ના કોલેજની બીજી પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેતાં. કોઇ પણ સ્પર્ધામાં પહેલો અને બીજો નંબર હંમેશા ક્રિષ્ના કે કેશવ લાવતાં હતા.

એકવાર કોલેજના ત્રીજા વર્ષ દરમિયાન કોલેજમાં છોકરાઓ માટે Mr. હેન્ડસમ અને છોકરી ઓ માટે બ્યુટીકવીન ની Miss કોલેજ સ્પર્ધા યોજાઈ, જેમાં છોકરા અને છોકરીઓએ જુસ્સાથી ભાગ લીધો.

છોકરાઓમાં સ્પર્ધાના દિવસે ચર્ચા ચાલી રહી કે Mr.કોલેજ કોણ હશે. કારણ કે જ્યારે ક્રિષ્નાએ સ્પર્ધામાં તેનું નામ નોંધાવ્યું હતું ત્યારથી જ Miss કોલેજની વિજેતા તરીકે તેનું નામ નક્કી થઈ ગયું હતું.

કેમકે ક્રિષ્ના દેખાવમાં કોઈ મોડેલ કરતાં ઓછી ન હતી. કોઈ પણ પ્રકારના મેકઅપ વગર પણ ક્રિષ્ના ખૂબ જ સુંદર દેખાતી હતી. પહેલાં બે વર્ષ દરમિયાન ક્રિષ્નાના કલાસના ઘણા છોકરાઓ એ ક્રિષ્નાને પ્રપોઝ કર્યું હતું પણ બધાને ના જ સાંભળવી પડી હતી અને ત્રણ-ચાર છોકરાઓએ તો ક્રિષ્નાના હાથે માર પણ ખાધો હતો.

એટલે કોઈ પણ છોકરો ક્રિષ્નાની સાથે વાત પણ કરવાની હિંમત કરતો નહીં પણ સાથે બધા છોકરાઓને કેશવની ઈર્ષ્યા થતી. ક્રિષ્ના ફક્ત કેશવની સાથે તેની બધી વાતો શેર કરતી.

આખરે સ્પર્ધાનું પરિણામ જાહેર થયું ત્યારે ક્રિષ્ના Miss કોલેજ બની અને પણ જ્યારે કેશવ Mr. હેન્ડસમ બન્યો બધાની આંખો ફાટેલી રહી ગઈ. કોઈ ને અંદાજ ન હતો કે કેશવ આ સ્પર્ધા જીતી જશે.

બીજા દિવસે કેશવ અને ક્રિષ્ના લાઈબ્રેરીમાં મળ્યા ત્યારે બંને એ એકબીજા ને જીત મેળવ્યા બદલ અભિનંદન પાઠવ્યા. ત્યારબાદ ક્રિષ્ના કેશવ ને તેમની જીત સેલિબ્રિટ કરવા માટે એક રેસ્ટોરન્ટમાં લઈ ગઈ.

કેશવ અને ક્રિષ્ના રેસ્ટોરન્ટમાં પ્રવેશ્યા અને ત્યારે રેસ્ટોરન્ટમાં બધી બાજુઓ ગુલાબથી સજાવેલી હતી પણ રેસ્ટોરન્ટમાં સ્ટાફ સિવાય બીજા કોઈ કસ્ટમર ન હતા. બંને વચ્ચે આવેલા ટેબલ પર બેઠા એટલે વેઈટર આવીને તેમનો ઓર્ડર લઈ ગયો.

થોડી વાર પછી અચાનક લાઈટ જતાં આખા રેસ્ટોરન્ટમાં અંધારું થઈ ગયું.એટલે ક્રિષ્ના અને કેશવ ટેબલ પરથી ઉભા થઇ ગયા. થોડીવાર પછી જ્યારે લાઈટ આવી ગઈ ત્યારે કેશવની સામે ક્રિષ્ના હાથમાં ગુલાબ પકડી રહી હતી.

અને તેમના ટેબલ પર એક દિલના આકાર વાળી કેક હતી. ક્રિષ્ના એ ગુલાબ કેશવને આપતાં કહ્યું "I love You કેશવ"

કેશવ ને અત્યારે શું બોલવું તેની ખબર પડતી ન હતી કારણ કે તે જેને પ્રેમ કરતો હતો પણ કહીં શકતો ન હતો તે છોકરીએ તેને સામેથી પ્રપોઝ કર્યું.

ધીરેથી કેશવે ગુલાબ ને હાથમાં લીધું અને ક્રિષ્ના ને કહ્યું કે ક્રિષ્ના હું પણ તને પ્રેમ કરૂં છું પણ આપણા આ સંબંધનું કોઈ ભવિષ્ય નથી એટલે હું તારા પ્રેમનો સ્વીકાર કરી શકું તેમ નથી.

ક્રિષ્ના કેશવની વાત સાંભળી ને ચોંકી ગઈ પણ તેણે પોતાને સંભાળી લીધી અને કેશવ ને કહ્યું કે મને કોઇ વાંધો નથી પણ આપણે બેસ્ટ ફ્રેન્ડ તો રહી શકીએ?

કેશવ હા કહી ને તરત જ રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળીને તેના ઘરે જતો રહ્યો પણ ક્રિષ્ના ઘણી વાર સુધી રેસ્ટોરન્ટમાં બેસી ને વિચારો કરતી રહી કે કેશવે તેને કેમ ના પાડી હશે.

(ક્રમશઃ)

આ વાર્તા બે ભાગ માં પૂર્ણ થઈ જશે. આશા રાખું છું કે તમને આ વાર્તા ગમશે.


Rate this content
Log in