Avichal Panchal

Drama Romance

3  

Avichal Panchal

Drama Romance

કેશવનો અપૂર્વ પ્રેમ ક્રિષ્ના ૨

કેશવનો અપૂર્વ પ્રેમ ક્રિષ્ના ૨

7 mins
804


ક્રિષ્ના ઘણી વાર સુધી રેસ્ટોરન્ટમાં બેઠા પછી ઘરે ગઈ. ત્યારે તેના ચહેરા પર કોઈ ભાવ ન હતા પણ અંદરથી તેનું હૈયું ખૂબ જ રડી રહ્યું હતું. ગમે તે રીતે ક્રિષ્ના એ પોતાની જાતને સાંભળી રાખી હતી.

ક્રિષ્ના ઘરે પહોંચીને સીધી ઘરના પગથિયાં ચડી ને તેના બેડરૂમમાં ભરાઈ ગઈ અને બેડરૂમનો દરવાજો બંધ કરી દીધો. ક્રિષ્નાની મમ્મી તેને જોઈ ગઈ એટલે તે પણ ક્રિષ્નાની પાછળ તેના બેડરૂમ સુધી આવી.

દરવાજા બંધ હતો એટલે ક્રિષ્નાને બુમ પાડી કે શું થયું ત્યારે ક્રિષ્નાએ તબિયત નરમ હોવાનું બહાનું કાઢીને તેની મમ્મીને પાછી મોકલી દીધી. પછી ક્રિષ્ના ખૂબ જ રડી એટલે તેની આંખો પર કાળા કુંડાળા આવી ગયા.

કલાક પછી ક્રિષ્ના તેના બેડ પરથી ઊભી થઇ ને બાથરૂમમાં ગઈ અને પાણીથી તેનો ચહેરો બરાબર સાફ કર્યો પછી તે તેના બેડરૂમના ડ્રોઈંગ ટેબલ પર બેસી ગઈ ત્યારે જ તેની નજર ટેબલ પર મુકેલી એક વસ્તુ પર પડી.

તે વસ્તુ રાધાકૃષ્ણની મૂર્તિ હતી જે ક્રિષ્નાના જન્મદિને કેશવે તેને ભેટ સ્વરૂપે આપી હતી. ક્રિષ્ના ને બાળપણથી રાધાકૃષ્ણ ખૂબ જ પ્રિય હતા. ક્રિષ્ના જયારે નાની હતી ત્યારે તે બધાને કહેતી તે કૃષ્ણની રાધા બનશે અને જ્યારે સ્કુલમાં જતી ત્યારે રાધાકૃષ્ણની મૂર્તિ ને પણ પોતાની સાથે લઈ જતી તેના કારણે તેને બે- ત્રણ વખત ઠપકો પણ મળ્યો હતો.

આ બધી વાતો યાદ કરતાં ક્રિષ્ના વર્તમાનમાં આવી. તેણે કેશવે એ આપેલી રાધાકૃષ્ણની મૂર્તિને હાથમાં લઇને મૂર્તિને કહેવા લાગી કે હે કાન્હા મેં આજ સુધી તમારી પાસે કઈ માગ્યું નથી પણ આજે માંગું છું. મારે કેશવનો પ્રેમ પામવો છે.તેની જીવનસાથી બની ને આખું જીવન તેની સાથે પસાર કરવું છે.

આમ બોલી ને ક્રિષ્ના થોડી વાર સુધી એ મૂર્તિ ને નિહાળી રહી ત્યાં જ તેના રૂમ ના દરવાજા પર ટકોરા પડ્યા. ક્રિષ્નાની મમ્મી તેને જમવા માટે બોલાવી રહી હતી. એટલે ક્રિષ્ના તરત ઊભી થઇને જમવા માટે હૉલમાં ગઈ.

ત્યારે ક્રિષ્નાના મમ્મી પપ્પા તેની રાહ જોઈ રહ્યા હતા. આજે ક્રિષ્ના ક્યાંક વિચારોમાં ખોવાયેલી છે એ ક્રિષ્નાના પપ્પા વિષ્ણુભાઈના ધ્યાન લમાં આવી એટલે તેમણે ક્રિષ્નાને પૂછ્યું કે તેનો આજનો દિવસ કેવો હતો.

ક્રિષ્ના એ જવાબ આપ્યો કે સારો હતો બસ રોજ કરતાં થોડો અલગ હતો. પછી ક્રિષ્નાએ તેના પપ્પા ને પૂછ્યું કે પ્રેમ શું છે?

ક્રિષ્નાના આ સવાલથી તેના પપ્પા થોડું હસ્યાં. પછી તેમણે ફરી ક્રિષ્નાને પૂછ્યું કેમ આજે અચાનક આવો સવાલ પૂછ્યો ત્યારે ક્રિષ્ના પાસે કોઈ જવાબ ન હતો.એટલે ક્રિષ્નાના પપ્પા એ તેને સમજાવ્યું કે પ્રેમ એ સમર્પણની ભાવનાથી થાય છે.જો આપણે કોઈ ને ચાહતા હોઈ એ તો તેને ખબર પડયા વગર તેના માટે કંઈક સારું કરવાનો પ્રયત્ન કરવો એ પ્રેમ છે.

ક્રિષ્નાને તેનાં પપ્પાની વાત સાંભળીને તેના સવાલનો જવાબ મળી ગયો. ક્રિષ્ના જમ્યા પછી તેના રૂમમાં ગઈ પછી તેણે તેનું હોમવર્ક પૂર્ણ કર્યું. ત્યારબાદ સુઈ જતી વખતે તેણે રાધાકૃષ્ણની મૂર્તિ હાથમાં લીધી અને બોલી કે"કેશવ ભલે તું મારો પ્રેમનો સ્વીકાર ના કરું પણ હું સદાય તારી રાધા બનીને રહીશ". આટલું બોલીને ક્રિષ્ના સુઈ ગઈ.

બીજી તરફ કેશવ પણ રેસ્ટોરન્ટમાંથી ઘરે આવ્યો ત્યારથી તેના રૂમમાં એકલો ઉદાસ થઇ ને બેઠો હતો. એટલે તેની મમ્મી તેની પાસે આવી અને તેના માથા પર હાથ ફેરવી ને બોલી કે શું થયું છે?

ત્યારે કેશવે રેસ્ટોરન્ટમાં બનેલી આખી ઘટનાની વિગત તેની મમ્મી ને જણાવી.એટલે કેશવની મમ્મી એ કેશવને પૂછ્યું કે શું તું ક્રિષ્ના ને પ્રેમ નથી કરતો ?

ત્યારે કેશવ બોલ્યો કે હું ક્રિષ્નાને ખૂબ જ પ્રેમ કરું છું અને તેની સાથે લગ્ન પણ કરવા માગું છું પણ જે સંબંધનું કોઈ ભવિષ્ય ન હોય તેવા સંબંધ હું બનાવવા માંગતો નથી.

કેશવની મમ્મી આગળ કંઈ બોલે તે પહેલાં જ કેશવે આગળ કહ્યું કે ક્રિષ્નાના પિતા મોટા બિઝનેસ મેન છે અને મારા પપ્પા એક સરકારી કર્મચારી છે. ક્રિષ્ના નાનપણથી જે બધી સુખસગવડ વચ્ચે રહી જે લગ્ન કર્યા બાદ મારા થી તેને આપી શકાય તેમ નથી. તેથી મેં તેના પ્રપોઝને સ્વિકાર્યું નહીં.

કેશવની વાત સાંભળી ને તેની મમ્મી કેશવને કહ્યું કે તું ડરપોક છે. મુશ્કેલીનો સામનો કરવાની જગ્યાએ નાસી જવાનું વિચારે છે. એક વાર તું ક્રિષ્નાની સાથે વાત કર અને તેની પાસે સમયની માંગણી કર. જો ક્રિષ્ના તારી વાત માનવા માટે તૈયાર હોય તો તું તેને હા પાડી દેજે.

બીજા દિવસે કેશવ અને ક્રિષ્ના કોલેજમાં ગયા પણ એકબીજા સાથે વાત કરી નહીં. પણ બે દિવસ પછી કેશવે ક્રિષ્નાને પ્રપોઝ કરવાનું નક્કી કરી લીધું.

કેશવ એ દિવસે તેના ભેગા કરેલા પૈસામાંથી એક સિલ્વર રિંગ પણ ખરીદી લીધી. પણ ક્રિષ્ના એ દિવસે કોલેજમાં આવી નહીં એટલે કેશવે તેનો ફોન કર્યો પણ ક્રિષ્નાનો ફોન સ્વીચ ઓફ આવતો હતો.

તેથી સાંજે કોલેજમાંથી છૂટીને કેશવ ક્રિષ્ના ના ઘરે ગયો પણ ક્રિષ્ના ના ઘરે કોઈ ન હતું. એટલે કેશવે વોચમેન ને પૂછ્યું કે ક્રિષ્ના ક્યાં ગઈ છે?

કેશવ ઘણી વાર ક્રિષ્નાની સાથે તેના ઘરે જતો હતો એટલે વોચમેન કેશવને ઓળખતો હતો. વોચમેને કેશવને જણાવ્યું કે આજે સવારે ક્રિષ્નાની કારનો ભયાનક અકસ્માત થયો હતો અને ક્રિષ્નાને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે.તેથી બધા હોસ્પિટલમાં ગયા છે.

આ વાત સાંભળીને કેશવના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. તેણે પોતાની જાતને સાંભળી ને સીધો હોસ્પિટલમાં પહોંચી ગયો. રીસેપ્શન પર ક્રિષ્નાનો રૂમ નંબર પૂછી ને રૂમ આગળ ગયો ત્યારે ક્રિષ્નાના મમ્મીપપ્પા બહાર હોલમાં બેઠા હતા.

તેમની આંખોમાં આંસુ હતા. કેશવે તેમને પૂછ્યું કે ક્રિષ્નાની તબિયત કેવી છે ? ત્યાં જ ક્રિષ્નાની ફ્રેન્ડ વિધિ ત્યાં આવી અને કેશવને એક બાજુ લઈ ગઈ. પછી વિધિ એ કેશવ ને કહ્યું કે ક્રિષ્ના ને બ્રેઇન હેમરેજ થયું છે.અને અત્યારે તેનું ઓપરેશન ચાલી રહ્યું છે.

કેશવ અને વિધિ વાત કરી રહ્યા હતાં ત્યારે જ ડોક્ટર ઓપરેશન થિયેટરમાંથી બહાર આવ્યા. એટલે કેશવ તરત ડોક્ટર પાસે ગયો ને પૂછ્યું કે ક્રિષ્ના ઠીક તો છે ?

ડોક્ટર બોલ્યા કે હવે તેની તબિયત ઠીક છે. જો તમે તેમને મળવા માટે માંગતા હોય તો મળી શકો છો. ડૉક્ટરની વાત સાંભળીને કેશવ તરત જ રૂમમાં ગયો. તેણે જોયું તો ક્રિષ્ના બેડ પર સુઈ રહી હતી.

ક્રિષ્નાના માથા પરથી વાળ સંપૂર્ણ રીતે કાપી નાખવામાં આવ્યા હતા અને માથા પર મોટો પાટો બાંધવામાં આવ્યો હતો. તેના બંને હાથે સિરિન્જો નાખેલી હતી અને તેના પગ પર પ્લાસ્ટરનો પાટો હતો.

કેશવ ક્રિષ્નાની પાસે ગયો અને ધીરેથી તેનું નામ લીધું ત્યારે ક્રિષ્નાએ આંખો ખોલીને કેશવની સામે જોયું. કેશવને ક્રિષ્નાની આંખોમાં એક પ્રકારની ખુશી જોવા મળી.

કેશવ તેના પાસે રહેલી સિલ્વર રીગ ક્રિષ્નાની સામે ધરી અને ક્રિષ્નાને પૂછ્યું કે શું તું મારી સાથે આખી જિંદગી જીવીશ ? ત્યારે ક્રિષ્ના ખૂબ ધીરેથી બોલી કે જો તું મારા અને તારા મમ્મી-પપ્પા સામે મને આ વાત કહીશ તો મને ખૂબ સારું લાગશે.

કેશવ ક્રિષ્નાની વાત સાંભળીને ખુશ થઇ ગયો. તેણે સિલ્વર રિંગ ક્રિષ્નાને પહેરાવી અને ઓપરેશન થિયેટરમાંથી બહાર આવ્યો અને તેના ચહેરા પર ખુશીના ભાવ જોઈ ને ક્રિષ્નાના મમ્મી પપ્પા પણ ખુશ થતા ક્રિષ્ના ને મળવા માટે ગયા.

કેશવ ઝડપથી તેના ઘરે ગયો પણ ત્યારે તેના પપ્પા ઘરે ન હતા એટલે તે તેની મમ્મી ને લઈને હોસ્પિટલમાં આવ્યો અને ઓપરેશન થિયેટર સુધી આવ્યો ત્યારે તેણે જોયું કે ક્રિષ્નાના મમ્મી પપ્પા અને વિધિ બહાર ઉભા હતા.

કેશવ તેની મમ્મીને બહાર ઉભા રહેવાનું કહીને જેવો ઓપરેશન થિયેટરનો દરવાજો ખોલવા ગયો કે ક્રિષ્નાના પપ્પા એ કેશવનો હાથ પકડીને અંદર જવાની ના પાડી.

કેશવને વિષ્ણુભાઈના ચહેરા પર અલગ ભાવ લાગ્યા એટલે તે પોતાના હાથ છોડાવીને અંદર દાખલ થયો અને જોયું તો ક્રિષ્ના તેની પહેરાવેલી રિંગને પકડીને ચહેરા પર એક ખુશીના ભાવ સાથે ચીરનિદ્રામાં સુઈ ગઈ હતી.

આ જોઈને કેશવ દુઃખી અવાજે બોલી ઉઠયો કે તને ખબર હતી કે જો હું તારી પાસે રહીશ તો તને જવા દવ. તે મારી સાથે કેમ આવું કર્યું.

આમ બોલી ને કેશવ રડવા લાગ્યો ત્યારે વિષ્ણુભાઈ કેશવની પાસે આવ્યા તેને સાંભળ્યો.વિધિ ક્રિષ્નાની મમ્મી સાથે ખૂબ જ રડી રહી હતી એટલે કેશવની મમ્મી એ તે બંને ને સાંભળ્યા.

વિષ્ણુભાઈ એ કેશવ ને કહ્યું કે ક્રિષ્ના જાણતી હતી કે તું તેને નહીં જવા દે અને તેને જતાં જોઈ પણ નહીં શકે એટલે તેણે તને તેનાથી દૂર કર્યો. વિષ્ણુભાઈ એકદમ શાંત થઈને કેશવને સમજાવી રહ્યા હતા એટલે કેશવ તેમની વાત સમજી ગયો.

કેશવે ક્રિષ્ના મમ્મી-પપ્પાને વિનંતી કરી કે તેઓ ક્રિષ્નાને રાધાજીની જેમ તૈયાર કરી ને વિદાય કરે. તેમણે કેશવની વાત માની લીધી અને ક્રિષ્નાની અને કેશવની મમ્મી એ મળી ને ક્રિષ્ના ને રાધાજીની જેમ તૈયાર કરી ને તેવી જ રીતે વિદાય આપી.

અને ક્રિષ્ના ને અંતિમસંસ્કાર પણ કેશવ અને વિષ્ણુભાઈ એ સાથે આપી. ક્રિષ્ના કેશવને છોડીને ગઈ પણ તે કેશવની રાધા બની ને ગઈ .ક્રિષ્ના ના ગયા પછી પણ કેશવે ક્રિષ્નાની ઈચ્છા પૂર્ણ કરવા માટે લગ્ન કર્યા પણ કેશવ તેનું આખું જીવન ક્રિષ્નામય બની ને જીવ્યો.

(સમાપ્ત)

મિત્રો તમને આ વાર્તા કેવી લાગી તે ચોક્કસ જણાવશો.આ વાર્તા મેં વધારે ન લંબાવતા બે જ ભાગ માં પૂર્ણ કરી છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama