STORYMIRROR

Avichal Panchal

Thriller Tragedy

3  

Avichal Panchal

Thriller Tragedy

માવતર

માવતર

6 mins
711


જગદીશભાઈ અને સીમાબેન આજે ખૂબ જ ખુશ હતા. આજે તેમની સુની ગોદ વર્ષો પછી એક બાળક જન્મ લેવાથી ભરાઈ હતી. આ બાળકનો રડવાનો અવાજ સાંભળી તેમની આંખોમાંથી આંસુ આવી રહ્યા હતા.

તેમણે દીકરાનું નામ રોનક રાખ્યું. કારણકે તેના આવવાથી ઘરમાં રોનક આવી ગઈ હતી. રોહિત પણ તેના નાના ભાઈના આવવાથી ખૂબ જ ખુશ હતો. દશ વર્ષ પહેલાં જગદીશભાઈ અને સીમા બેને રોહિત એક વર્ષનો હતો ત્યારે તેને એક અનાથ આશ્રમથી દત્તક લીધો હતો.

પણ રોહિતને ક્યારેય એવું લાગવા દીધું ન હતું કે તે તેમનો સગો દીકરો નથી. રોનકના આવ્યા પછી રોહિત દિવસ દરમિયાન સ્કુલમાં રહેતો ત્યારે સીમાબેન રોનકને સંભાળતા. રોહિત સ્કૂલમાંથી પાછો આવતો ત્યારે સાંજે રોનક સુઈ જાય ત્યાં સુધી બંને એક સાથે જ રમતા.

ધીરે ધીરે સમય પસાર થતો ગયો રોનક મોટો થયો એટલે સ્કુલમાં જવા લાગ્યો પણ વધતી ઉંમરની સાથે તેના તોફાન અને મસ્તી પણ વધતાં ગયા. અઠવાડિયામાં એક - બે વાર સ્કુલમાંથી ઘરે તેની ફરિયાદ આવતી.

આમ રોનક પાંચમા ધોરણમાં આવ્યો ત્યાં સુધીમાં તેણે ત્રણ સ્કૂલ બદલી નાખી. હવે જગદીશભાઈ રોનકથી કંટાળી ગયા હતા પણ તેઓ સીમાબેનના કારણે રોનકને કઈ કહી શકતાં ન હતાં. કારણકે સીમાબેન રોનકને ખૂબ જ લાડ રાખતાં અને તેની દરેક જીદ પુરી કરતાં હતા.

પણ રોનક ભલે જગદીશભાઈની કહેલી વાત સાંભળતો ન હોય પણ તે તેના મોટા ભાઈ રોહિતની દરેક વાત માનતો. રોહિત ભણવામાં ખૂબ જ હોંશિયાર હતો એટલે તે રોનકને પણ વધારે ભણવા માટે કહેતો.

રોહિતના કહેવાથી જ રોનકે પાંચમા ધોરણમાં આવ્યા પછી નવોદયની પરીક્ષા આપી અને તે પરીક્ષામાં પાસ પણ થયો ત્યારે જ તેણે પરીક્ષા આપ્યાની વાત જગદીશભાઈ અને સીમાબેન ને કહી.

સીમાબેન અને જગદીશભાઈ રોનકની આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થયાં. છઠ્ઠા ધોરણમાં રોનકે નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવી લીધો. રોહિત પણ બારમાં ધોરણમાં સારા પરિણામ સાથે પાસ થયો. અને તેને સ્કોલરશીપ પણ મળી.

દસ વર્ષ પછી આજે જગદીશભાઈ ગર્વ અનુભવી રહ્યા હતા કારણ કે રોનકને રોહિત જેમ જ IIT કેમ્પસમાંથી સોફ્ટવેર એન્જીનીયરની જોબ મળી ગઈ હતી. અને રોનક આજે અમેરિકા જઇ રહ્યો હતો.

સીમાબેન રોનકને અમેરિકા જવા દેવા માટે તૈયાર નહોતા પણ રોહિતની જીદના કારણે તેઓ તૈયાર થયા હતા. જગદીશભાઈ, સીમાબેન અને રોહિત એકસાથે રોનકને એરપોર્ટ પર મુકવા માટે ગયા ત્યારે પણ સીમાબેનનું રડવાનું ચાલુ જ હતું.

રોનકને મૂકીને બધા ઘરે પાછા આવ્યા પછી સીમાબેન તરત મોબાઈલ ફોનને પાસે લઈને જ બેસી ગયા. થોડા કલાકો પછી જયારે રોનકે ફોન કર્યો તે પહોંચી ગયો છે ત્યારે સીમાબેને રાહતનો શ્વાસ લીધો.

હવે રોનક દર બે દિવસમાં એક સીમાબેનને જરૂર ફોન કરતો. છ મહિના એક દિવસ રોનકનો ફોન આવ્યો. ત્યારે તેણે ફોન પર જણાવ્યું કે તેણે તેની નોકરી કરતી એક છોકરી સાથે લગ્ન કરી લીધાં છે. અને તે એક મહિના પછી ઇન્ડિયા પાછો આવવાનો છે.

આ વાત સાંભળીને સીમાબેન ખુશખુશાલ થઈ ગયા અને તેમણે આજુબાજુના ઘરોમાં લોકોનું મો મીઠું કરાવ્યું. જગદીશભાઈ સીમાબેનને ઘણી વાર સીમાબેનના સ્વભાવ સુધારવા માટે ટકોર કરતાં પણ સીમાબેન આ વાત ધ્યાન પર લેતાં નહીં.

પણ આજે પાંચ વર્ષ પછી સીમાબેનને જગદીશભાઈના શબ્દો યાદ આવી રહ્યા હતા અને તે વિચારતાં હતા કે જો તેમણે એ વખતે જગદીશભાઈની વાત માની લીધી હોત તો જગદીશભાઈ આજે જીવતા હોત.

સીમાબેન આમ વિચારતાં હતા ત્યારે જ રોહિત તેમના રૂમમાં આવ્યો. રોહિતે સીમાબેનને પૂછ્યું કે તેમણે દવા પી લીધી છે? ત્યારે સીમાબેને હા પાડી એટલે રોહિત તેમને સુવડાવીને પાછો

ગયો.

સીમાબેન સૂતાં સૂતાં એ દિવસ યાદ કરવા લાગ્યા જ્યારે તેમને રોનકની હકીકત જાણી હતી. રોનક ઇન્ડિયા આવ્યો ત્યારે પાછા ફરતી વખતે જીદ કરીને જગદીશભાઈને પોતાની સાથે લઈ ગયો.

જગદીશભાઈ ત્યાં જઈને ખૂબ જ ખુશ હતા પણ અચાનક એક વર્ષ પછી સીમાબેનને ખબર પડી કે જગદીશભાઈની હત્યા થઈ ગઈ છે. ત્યારે સીમાબેન પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો હોય એવું તેમને લાગ્યું.

એ દુઃખમાંથી સંભળતાં સીમાબેનને એક વર્ષ જેટલો સમય થઇ ગયો. આ સમય દરમિયાન રોહિતે જ તેમને સંભાળ્યા. ત્યારે રોનકને જગદીશભાઈની જેમ સીમાબેનને પણ પોતાની સાથે અમેરિકા લઈ જવા માટે આવ્યો ત્યારે રોહિત સીમાબેનને જવા દેવા માટે તૈયાર નહોતો.

રોહિતે પિતાને ગુમાવી દીધા હતા અને તે માતાને માટે તૈયાર નહોતો પણ સીમાબેન જીદ કરીને રોનક સાથે ગયા. અહી અમેરિકા આવ્યા પછી છ મહિના જેટલો સમય રહ્યા પછી સીમાબેનને રોનક અને તેની પત્ની સાથે અહીં રહેવાનું ફાવી ગયું હતું.

એક દિવસ સાંજે સીમાબેન બગીચામાં ફરવા માટે આવ્યા હતા ત્યારે જ કોઈએ તેમને ગોળી મારી પણ નસીબજોગે ગોળી સીમાબેનના હાથે અડીને નીકળી ગઈ પણ સીમાબેન બંદૂકનો અવાજ સાંભળીને બેભાન થઇ ગયા.

એટલે બગીચામાં રહેલા બીજા લોકો સીમાબેનને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા. બીજી બાજુ જયારે સીમાબેનને ગોળી વાગી ત્યારે બે પોલીસ ઓફિસર ત્યાં બગીચામાં જ હાજર હતા એટલે તેમણે સીમાબેન પર ગોળી ચલાવનારને પકડી લીધો.

રોનક જ્યારે ખબર પડી કે સીમાબેનને ગોળી વાગી છે કે તરત જ તે હોસ્પિટલમાં આવી ગયો. બીજી બાજુ પોલીસે જે માણસને પકડ્યો હતો તેણે પોલીસને જણાવ્યું કે તેને સીમાબેનને મારવા માટે એક વ્યક્તિએ પૈસા આપ્યા હતા. પોલીસે જયારે તે ગુનેગારને પૈસા આપનારનું નામ પૂછ્યું ત્યારે પોલીસ પણ વિચારમાં પડી ગઈ.

પણ પોલીસે તરત જ તેને પકડી લીધો અને તેની પૂછપરછ શરૂ કરી. તેનું નામ સૌપ્રથમ પૂછ્યું. તેનું નામ રોનક હતું. તે સીમાબેન અને જગદીશભાઈનો દીકરો હતો.

પોલીસે જયારે રોનકની કડક રીતે પૂછપરછ કરી બધી હકીકત સામે આવી કે જગદીશભાઈની હત્યા પણ એણે જ કરાવી હતી. તેનું કારણ એ હતું કે અમેરિકા આવ્યા પછી રોનકને જુગાર રમવાની આદત પડી ગઈ હતી.

તેના લીધે તેને ઘણું મોટું નુકસાન થયું હતું એટલે રોનક ઇન્ડિયાથી પાછા આવ્યા ત્યારે જગદીશભાઈ ને પોતાની સાથે લાવ્યો. છ મહિના પછી રોનકે જગદીશભાઈના નામે મોટી રકમનો વીમો લીધો અને તેના 8 મહિના પછી તેણે જગદીશભાઈની હત્યા કરાવી દીધી. આમ તેમના મૃત્યુ પછી તેમના વીમાની રકમથી રોનકે તેના નુકસાનની ભરપાઈ કરી લીધી.

એક વર્ષ પછી રોનક ફરીથી નુકસાનમાં ડૂબી ગયો ત્યારે તેણે આ જ પ્લાનિંગ કર્યું હતું. આ વખતે પણ સીમાબેનની હત્યા કારાવાનો હતો પણ સીમાબેન બચી ગયા.

પછી પોલીસે એ જ દિવસે રોહિતને ફોન કરીને અમેરિકા બોલાવ્યો. એ ઘટનાના એક અઠવાડિયા પછી રોહિત સીમાબેનને લઈને પાછો ઇન્ડિયા જતો રહ્યો અને બીજી બાજુ જે શાર્પશૂટરને રોનકે સીમાબેનને ગોળી મારવા માટે પૈસા આપ્યા હતા તે સરકારી ગવાહ બની ગયો. રોનકને કોર્ટમાં આજીવન કેદની સજા થઈ.

અને સીમાબેનને ગોળીના કારણે જે ઇજા થઇ હતી તે તો મટી ગઈ પણ તેમની મનની ઇજા ના મટી. આજે પણ સીમાબેન વિચારે છે કે રોનક તો તેમનો સગો દીકરો હતો. તેમનું જ લોહી ધરાવતો હતો છતાં તેણે પૈસા કમાવા માટે તેના પિતાની હત્યા કરી નાખી.

જ્યારે રોહિત તેમનો સગો દીકરો નથી છતાં સગો દીકરો જેટલી સેવા ના કરે એટલી રોહિતે સીમાબેનની સેવા કરી. આને જ કહેવાતું હશે કે "છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય. "


Rate this content
Log in

Similar gujarati story from Thriller