Avichal Panchal

Romance

3  

Avichal Panchal

Romance

આર્યરિધ્ધી - 1

આર્યરિધ્ધી - 1

1 min
511



રિધ્ધિ મુકત વાતાવરણમાં મોટી થઇ હતી. તેના પર કોઈ પણ પ્રકારનો અંકુશ રાખવામાં આવતો ન હતો. તેને કોઈ પણ વસ્તુ માટે ના પાડવામાં આવતી ન હતી. છતાં તેને પોતાના જીવનમાં કંઈક અધૂરું લાગતું હતું. તે વિચાર કરતી કે શુ આજ મારું જીવન છે. મને આટલું બધું મળ્યું છે. પણ આ બધાનું મારે શુ કરવું જોઈએ ?


રિધ્ધિ જયારે પહેલી વાર માધ્યમિક શાળામાં તેના ક્લાસમાં પ્રવેશી ત્યારે સ્મિત તેના મિત્રો સાથે વાતો કરતો હતો. પણ રિધ્ધિને જોઈને તે વાત પણ કરવાનું ભૂલી ગયો. તે જ્યારે માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી હતી ત્યારે તે સ્મિતના સંપર્કમાં આવી. સ્મિત તેની શાળાનો હોશિયાર વિધાર્થી હતો. તે શાળાની કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિમાં હંમેશા આગળ રહેતો. પછી તે કોઈ સ્પર્ધા હોય કે કોઈની મદદ કરવાની હોય.


સ્મિત અને રિધ્ધિ એક જ ક્લાસમાં અભ્યાસ કરતા હતા. એક વાર તેમના ક્લાસના વિધાર્થીઓ શાળાના મેદાનમાં રમત રમતા હતા ત્યારે રિધ્ધિને પગે થોડી ઇજા થઈ. તેનાથી ચાલી શકાતું ન હતું. ત્યારે સ્મિત તેને ટેકો આપીને શાળાના મેડિકલ રૂમમાં લઇ ગયો. ત્યાં રિધ્ધિના પગ ની ઇજા સ્મિતે સાફ કરી ને દવા લગાડીને પાટો બાંધી આપ્યો.


થોડી વાર પછી સ્કૂલ છૂટી ગઈ.રિધ્ધી ઘરે ગઈ પણ આજે તેને શુ કરવું તેની ખબર પડતી ન હતી. તેને આજે એક અલગ પ્રકારની લાગણીનો અનુભવ થઇ રહ્યો હતો.

વધુ વાર્તાના બીજા ભાગમાં...


Rate this content
Log in

Similar gujarati story from Romance