પગાર વધારો
પગાર વધારો
એક મિલમાં એક મજૂર નોકરી કરતો હોય છે. એકવાર તેણે પોતાના મિલ માલિકને પોતાની આપ વીતી રજૂ કરવા આખી રાત વિચાર કર્યો.
સવારે મિલમાં જવા તૈયાર થાય છે. પોતાનામાં જેટલી હતી તે બધી હિંમત ભેગી કરી માલિક પાસે જાય છે. પરસેવો વળી જાય છે. બે મૂઠી ભેગી કરી માલિકની ચેમ્બરમાં જાય છે. હળવેકથી બારણું ખોલે છે.
કહે છે. !
માલિક આવું ?
કેમ ! આવવાનું થયું ?
સાહેબ ઘણાં દિ થી આપને કહેવાનું મન થાય છે, કહી શકતો નથી.
લે, બોલ હવે....
નોકરે કહ્યું :- “મારો પગાર વધારો ને શેઠજી...!!”
શેઠ તાડુક્યા :- "કેમ ભઈ...?”
નોકરે કહ્યું :- “સાહેબ, મારાં છોકરાંઓને ખબર પડી ગઈ છે કે દુનિયામાં બીજા માણસો બે ટાઈમ જમે છે...!!”
