પેટ પૂજા
પેટ પૂજા
કથા: પેટ /પૂજા
“ટોયલી વાળો શંભુ ચિતારો અને રેવા શંકર પુજારી”
(લહેજો: ગ્રામ્ય-ઉર્જિત, છૂટક શબ્દો સાથે હાસ્યસભર)
પાત્રો:
શંભુ: એક ફાંફાં બોલતો ગામઠી ચિતારો, સીધો માણસ, ટોયલેટ પાસે જ હંમેશાં બેઠો રહે છે એટલે ગામમાં "ટોયલી વાળા ચિતારો" તરીકે જાણીતો છે.
રેવા શંકર પુજારી: બાજુના મકાનમાં રહે છે. દરરોજ સંધ્યા આરતી, લોધરો-ચંદન અને શુદ્ધ ભાષામાં વાત કરનારો. પોતાને શંકર ભગવાનનો ભાંજો માને છે.
---
એક દિવસ ગામના પાટીયા પાસે, શંભુ ખૂણાની ટોયલેટની બાજુમાં “જલ્દી આવો, કે પછાળ લાઈન થશે તો પસ્તાશો!”
જાહેર શૌચાલય ના દરવાજે તખતી ચિતરતો હતો.
રેવા શંકર પુજારી ત્યાંથી પસાર થયા અને થોભી ગયા.
“આ ભલા કેવી ભાષા લખી? મંદિરબના રસ્તાની જગ્યાએ ટોયલેટનું, આમ આવું તો હોય કંઈ પ્રમોશન? આ શંભુડા ને તો શરમ આવતીજ નથી?”
શંભુ, રેવા પંડિત તેની આખી પોથી ચાવી નાંખે એ પહેલાં જ બોલી પડ્યો,
“પુજારીજી, તમે તો રોજ ધૂપ કરો છો, હું રોજ ઘૂમ પાડું છું. તમે આરતી ગાઓ, હું દીવો ટોયલેટના અંધારા સુધી જલાવી રાખું. બન્ને સેવા તો સમાન!”
પુજારીનો ચહેરો લાલ.ચૂપ રે, ચિતારા, આ સેવા શાત્રમા શું સમજે.
“સેવા છે? ભગવાનને બત્તી લગાવવી, ફૂલ હાર કરવા એ સેવા છે. તું તો ગટરનો રખેવાળ,દરવાજા ખોલ બંધ કરે છે!”
શંભુ તો હાથમાં બ્રશ લઈ એજ રીતે બેસી ગયો,.
અરે પંડિત તું તારી માળા જપ, પણ “આ દરવાજા વગર ક્યાં કોઈને શાંતિ? ગામમાં સૌ કોઈની પહેલી વહેલી સવાર મારી ટોયલેટમાંથી જ શરૂ થાય છે.” તે તો સોળ આની સાચી વાત.
રેવા શંકર પુજારી ગુસ્સે થઇ ગયા,
“તને શરમ નથી આવતી કે તું બધાને આમ ઢોલ પીટી,સરકારી જાગ્યા બોલાવે છે?”
શંભુ હસી પડ્યો,
“એય પંડિત,તમારા મંદિરના ઘંટ પહેલા તો મારી ટોયલેટના દરવાજાને 'ઠપાક' વાગે છે! આખા ગામની વેકઅપ મારાથી થાય છે!”
આખરે નોલ જોક વધી પડી, અને એક દિવસેં ગ્રામ પંચાયત ની બેઠક બોલાવી હતી.
ચિતારો અને પુજારી બંન્ને હાજર. પંચે ગામની પ્રજાને પૂછ્યું: “ગામમાં સૌથી વધુ યોગદાન કોનું?”
પહેલા પુજારી ઊભા થયા:
"મે ધર્મથી ગામને સાચવી રાખ્યું છે. ભક્તિ માર્ગ આપ્યો છે!”
પછી શંભુ ચિતારો ઊભો થયો :
“અને કોઈ કહેશે કે હું ગામને પેટ સાફ કરવાની સાફ જગ્યા ચોવીસે કલાક આપું છું .
હાહા ચાચી વાય શંભુ કાકાની,ગામ આખાની ભક્તિ તો પછી જ થાય છે!”
એક છોકરો પછળથી મોટા અવાજે બોલી પડ્યો,
ત્યાં ઝૂમકુ ડોસી બોલ્યા “હું તો પહેલા શંભુની કેબિને જાવ, પછી મંદિર જાવ!”
પહેલા પેટ સાફ પછી મન સાફ
બેઠકમાં હાસ્યનો ધડાકો થયો. અંતે પંચએ કહ્યું:
“ભાઈઓ, બંને મહાત્મા છે – એક શંકર આત્મા સાફ કરે છે, બીજો શંભુ લોકોના પેટ .
સમાપન:
તે દિવસથી રેવા શંકર પુજારી અને ટોયલી વાળા શંભુ વચ્ચે શાંતિ હતી – શંભુ મંદિરના પટાંગણમાં ફિનાઈલ છાંટતા જોવા મળ્યા, અને પુજારી શંભુ માટે કાયમ એક ગુલાબના ફુલની થાળી મોકલાવતાં થયા!
ફ---
