Vips Mehta13

Tragedy Others

3.5  

Vips Mehta13

Tragedy Others

પૈસાનો ઢગલો કે મોંઘવારી ?

પૈસાનો ઢગલો કે મોંઘવારી ?

3 mins
55


સૂરજ ઊગે ત્યારથી લઈને સૂરજ આથમે ત્યાં સુધી માનવી પૈસા કમાવા ઊપડી જાય છે દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માનવી તનતોડ મહેનત કરે છે ભથ્થું શું મળે છે એની ઉપાધી નથી પણ બસ પૈસા મળે છે અને ઘરનું ગુજરાન ચાલે છે એ બસ છે આનાથી મોટાં સ્વપ્નાઓ છે પણ અપેક્ષા નથી. છતાં પણ મનુષ્ય જીવન જીવવા માટે પ્રયત્નશીલ રહેવું પડે છે છેલ્લા બે વર્ષથી વિશ્વનો દરેક વ્યક્તિ કોરાના જેવી મહામારીના કારણે વેરવિખેર થઈ ગયો છે પૈસાદાર વ્યક્તિ આગળના ભવિષ્ય માટે પીડાય છે અને મધ્યમ વર્ગ શું થશે કાલે એમાં પીડાય છે તો ગરીબ વર્ગ એક ટકનું શું થશે એમાં પીડાય છે કારણ લોકડાઉન સાથે સાથે પરિસ્થિતિ પણ અઘરી થઈ ગઈ હતી. માણસ જીવ બચાવે કે ઘર એ સમજાતું નહતુ એક બાજુ કોરાના થાય તો દવાખાનો ખર્ચ પોસાય કે ન પોસાય જીવતો બચાવો જ પડે માણસ પોતાની વ્યક્તિ ને બચાવવા માથે દેવું પણ કરે છે એકબાજુ ઘરમાં રહેતા બાળકો અને બીજા સભ્યોને નાસ્તા, શાકભાજી, કરિયાણાનો સામાન અને બીજી ઘર વકરી આ બધાં ને પહોંચી વળવા માણસ એકલો પડે છે અને એમાં મોઘવારીએ માયા મૂકી છે માણસ પરિવારને બચાવે કે જીવનજરૂરિયાતની વસ્તુઓ લાવે ?

નાળિયેર પાણી ૨૦ નું મળતું અત્યારે ૬૦ થઈ ગયા, ઉનાળામાં લોકો લીંબુનું શરબત પીવે પણ ભાવ તો જોવો આસમાને રણકાયા , પૈસાદાર પણ લીબુંના ભાવ સાંભળી કહે છે નથી લેવા બહુ મોંઘા ! વિચારો તો મધ્યમવર્ગીય નું શું થતું હશે ?

પેટ્રોલના ભાવની તો કોઈ સીમા જ નથી, લોકો એ પેટ્રોલના ભાવને નજર અંદાજ કરીને ફોર વ્હીલરમા સીએન્જી કીટ ફિટ કરાવી તો હવે એમાં ભાવનો વધારો થયો માણસ જાય તો કયાં જાય કોઈ કહેશે? આ પરિસ્થિતિ તો એ જ સમજી શકે જેના ઘરમાં માત્ર કમાણી કરવાવાળો એક જ વ્યક્તિ હોય છે...સાચું છે ને ? 

  અત્યારની રહેણીકરણી પ્રમાણે ઘર પણ વ્યવસ્થિત રાખવું પડે જેમ કે શુશોભિત કરવું, ડાઈનિંગ ટેબલ, વોશિંગ મશીન,એ.સી હોવું, કાર હોવી આ બધું દેખાદેખી માટે ફરજિયાત થતું ગયું હોય એમ લાગે છે ! છેલ્લા કેટલાઈ દાયકા થી આ બધું વધી ગયું અને આપણે એમા પીસાતા ગયા અને પૈસા કમાવા પીડાતા ગયા પણ સુવિધા ઓછી ન થઈ પણ દિવસે ને દિવસે વધતી ગઈ, બજેટ મુજબ ઘર ચલાવું આકરું થતું ગયું પણ આપણે દેખાદેખીમાં મોંઘવારી ને આસમાને વળગાડીને જ બેઠાં છીએ! 

 દેખાદેખી ના સમયમાં પૈસો જ પરમેશ્વર થવા લાગ્યો છે કયારેય સારું દેખાડવા માણસ ખોટું પણ કરવા લાગ્યો છે ગાડી, બંગલો, સુટ અને પૈસાનો ઢગલો બતાવવા એ પોતે આ ભોગવી નથી શકતો બસ દેખાડો કરવા કે અમારા પાસે કંઈક છે અમે કંઈક છીએ પણ ખરેખર એની દુનિયા પૈસા નો ઢગલો છે પણ એકલતાથી પીડાતો હોય છે! 

એક બાજુ માણસ રાત- દિવસ પૈસા કમાવા દોડધામ કરે તો બીજી બાજુ મોંઘવારી માણસ જાય તો કયાં જાય...? જીવવું અઘરું થઈ ગયું છે જો ઘર એક વ્યક્તિના પગારથી ચાલતું હોય એ માણસ બિચારો અધમૂઓ થઈને જીવે છે પરિવાર માટે દિનરાત મહેનત કરે છે છતાં કયાં ને કયાં ખૂટતું હોય એમ લાગે છે, શું આ મોંઘવારીમાં માણસનાં પાંચ પૈસા ભેગા થાય ખરાં.......!?


Rate this content
Log in

Similar gujarati story from Tragedy