પાયલની જોડ
પાયલની જોડ
આકાંક્ષા નાની હતી ત્યારે પિતાએ પાયલની જોડ લઈ આપેલી. નૃત્ય માં માહેર આકાંક્ષા પાયલ પહેરી નૃત્ય કરતી હોય તો દર્શકો પલક ઝબકાવ્યા વિના નિહાળે એ જોઈ પિતા ખુશ થતા.
લગ્ન થયા સાસરે તો નૃત્યનું નામ પણ ન લેવાય. છતાં પણ હિંમત કરી નૃત્ય હરિફાઈનુ ફોર્મ ભરેલું.
નૃત્યને દિવસે આકાંક્ષા અવઢવમાં બહાર નીકળવું કેવી રીતે ! ત્યાં જ સાસુએ બોલાવી,ગભરાતી ગભરાતી ગઈ, સાસુના હાથ જોઈ ત્યાં જ થંભી ગઈ.
