Rekha Shukla

Fantasy

2.9  

Rekha Shukla

Fantasy

પાપા નવયુવક

પાપા નવયુવક

2 mins
120


પ્રેરણાની મૂર્તિ, સમર્પણની સીમાઓ લાંઘતી મા અગ્નિપથ પર બાળક માટે સદાય ઝઝૂમતી જોવા મળે...ને એક બાળક સમજણું થઈ જતા કહે મારી મા મહાન છે ..! લાગણીનું પૂર દોડી આવે....રૂંવાડા ઊભા થઈ જાય ..ભલે ને તે માં વઢી હોય કે વારે છોકરા ને સમજાવી ને ત્યારે કદાચ કડવી લાગી હોય પણ ખરી..પણ અંગ્રેજીમા કહેવાયુ છે કે મોમ નોઝ ધ બેસ્ટ ! આખી રાત જાગે જો કંઈ થઈ જાય તેના બાળકને ..પણ જ્યારે એક પુરૂષ "માં" થઈ ને જીવી જાય છે ..આ અજુગતું સત્ય ગળે ઉતરે પણ નહીં કદાચ ...નજરે જોયું કે આટલો ભોગ, આટલો પ્રેમ એક પિતા થઈને આપે છે તે પણ બોલ્યા વગર તે પિતા વંદનીય છે. સ્ત્રીને અર્ધાંગિની કહી છે પણ પુરૂષ ને ઝઝૂમતો જોયો જ હશે ઘર સંસાર ચલાવા..ડબ ડબ આંસુ સારતો ઇમોશનલ સર્વસ્વ દઈ દીધા પછી પણ ક્યારેય કોઈને કંઈ કહે નહીં તે પ્રેમની પરાકાષ્ઠાની અનુભૂતી છે. કોઈના મરશો ના માં ને બાપ કે રૂંવે મારી આંખલડી...આજ ના યુગમાં સરખુ પાસુ ભોગ નું ...

સિંગલ સ્ત્રી કે સિંગલ પિતા ને ઉછેરતા જોઈ ને થાય કે અહીં ઘણું બધું એડજસ્ટ થઈ રહ્યું છે..! પણ જ્યારે જીવતા હોવા છતા માં કે બાપ નો પડછાયો પણ ના પડ્યો હોય તેવા બાળકો પ્રેમના ભૂખ્યા રહી જાય !! એવા બાળકને જઈને કોણ સમજાવે માં એટલે શુ? કે પિતા એટલે શું ? અને તો પણ કાદવમાં કમળ ખિલે તેમ તે જીવી જાય..ઉપરવાળો ખેલ ખેલી જાય ..બિહાઇન્ડ ધ ડોર વિન્ડો ઓપન કરી જાય...પ્રેમની લહેરખી જાદુ કી પુડિયા ! નેપાળ માં ઘરતીકંપ મા કેટલા થયા હશે અનાથ..દટાઈ ગયેલું એક જીવંત છોકરું બચી જાય તે જોઈ ને હ્રદય કંપી જાય.સહી જાય બધું ,જીવ સાંખી જાય, ઉપરવાળો એય મજાનો રમત રમતો જાય. ઘરમાં બચેલો એક મહાન રિશ્તો તે માં નો દરજ્જો ...હે જગત જનની તારી કૄપા અપાર છે તને સાદર વંદુ છું.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy