N.k. Trivedi

Tragedy Inspirational

4  

N.k. Trivedi

Tragedy Inspirational

પાડોશી

પાડોશી

3 mins
347


"અમુભાઈ, જલ્દી દરવાજો ખોલો."

"કોણ હશે ?" અવાજ તો આપણા પાડોશી મીનાબેનનો લાગે છે. એ ક્યારેય બોલચાલનો વહેવાર રાખતા નથી, પણ લાગે છે, કંઈક મુશ્કેલીમાં છે.

અમુભાઈએ દરવાજો ખોલ્યા, અનુમાન પ્રમાણે ગભરાયેલી હાલતમાં મીનાબેન હતા.

"અમુભાઈ જલ્દી ચાલોને, તમારા ભાઈને બહુ અસ્વસ્થતા લાગે છે." અમુભાઈએ નટુભાઈની હાલત જોઈને પરિસ્થિતિની ગંભીરતા સમજી ગયા, તાત્કાલિક 108 ને ફોન કર્યો અને બાજુની મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલમાં દાખલ કરી દીધા.

મીનાબેન ચોધાર આસુંએ રડતા હતા. અમુભાઈના પત્ની ઉમાબેન અને છોકરાએ હૈયાધારણ આપી કે ચિંતા કરો મા, નટુ કાકા જલ્દી સાજા થઈ જશે.

બે કલાક પછી ડોકટર આવ્યા, નટુભાઈને સમયસર દાખલ કરવાથી અને તાત્કાલિક ટ્રીટમેન્ટથી બચી ગયા, હજી ચોવીસ કલાક ધ્યાન રાખવું પડશે, તમારામાંથી કોઈક એક જણ રોકાવ.

હું રોકાવ છું, ઉમા, તું છોકરાઓ અને મીનાબેન ઘરે જાવ જરૂર પડે બોલાવી લઈશ. મીનાબેન, અજયનો ફોન નંબર આપો, અમેરિકા તેને જાણ કરવી પડશે ને ?

અમુભાઈ, મને કાઈ ખબર નથી, તમારા ભાઈ પાસે હોય, પણ તે તો આઈ. સી. યુ. માં છે, હવે શું કરશું ?

કોઈ વાંધો નહીં અમે છીએ ને તમે કોઈ જાતની ચિંતા ન કરતા.

નટુભાઈને પાંચમા દિવસે સ્પેશ્યલ રૂમમાં ફેરવ્યા ત્યાં સુધી અમુભાઈ સતત હોસ્પિટલમાં હાજર હતા.

"મને શું થયું હતું ?" "તમને હાર્ટ એટેક આવ્યો હતો, સારા પ્રતાપ આ અમુભાઈના કે સમયસર ટ્રીટમેન્ટ મળી ગઈ ને તમે જોખમમાંથી બહાર આવી ગયા નહીંતર હું શું કરત ? દીકરાને અમેરિકા મોકલવાની તમને બહુ હોશ હતી ?" મીના બેને નટુભાઈ ઉપર કમને ગુસ્સો ઠાલવ્યો. "અજયને જાણ કરી ?" "ક્યાંથી કરું ? મને ક્યાં તેના નંબર અને ઠેકાણની ખબર છે."

નટુભાઈ તમે આરામ કરો, મને નંબર આપો હું અજય સાથે વાત કરી લઈશ.

અમુભાઈ, તમારા ભાઈ બહાર આવી ગયા છે. હવે હોસ્પિટલ હું રહીશ. જેવી તમારી ઈચ્છા, બાકી મને કોઈ વાંધો નથી અને તમારા માટે અને નટુભાઈ માટે જમવાની, ઘરની વગેરેની ચિંતા ન કરતા અમે સંભાળી લેશું.

જોયુંને, નટુભાઈ અને મીનાબેન વાત કરતા હતા, "પહેલો સગો પાડોશી" એ કહેવત ખોટી નથી, આપણે, જરા શ્રીમંતાઈમાં કોઈ સાથે ભળતા નહોતા, એવા ભ્રમમાં હતા. પૈસાથી બધું જ ખરીદી શકાય છે. આપણે ક્યાં કોઈની જરૂર છે ભાંગી ગયો ને ભ્રમ, જરૂર હતી આપણો ભ્રમ ભાંગવાની. અમુભાઈ અને તેના ઘરના તમે આઈ. સી. યુ. માંથી બહાર નહોતા આવ્યા ત્યાં સુધી સતત સાથે હતા ને સંધિયારો આપતા હતા.

અજયને જાણ થતાં બે દિવસમાં પત્ની સાથે ઇન્ડિયા આવી ગયો, "કેમ છે પપ્પા ?" "હવે ખૂબ સારું છે, અમુભાઈ અને તેના કુટુંબની મદદથી સાજો સારો તારી સામે બેઠો છું."

નટુભાઈ, પુરેપુરા સાજા થઈ ઘરે આવી ગયા, સોસાયટીના બધાના ઘરે મીઠાઈ મોકલાવી, પાડોશી ધર્મે બધા નટુભાઈની ખબર અંતર પૂછી ગયા. નટુભાઈએ, મીનાબેને અને અજયે બધાને પુરા પ્રેમથી સત્કારી ખૂબ ખૂબ આભાર માન્યો અને એ વાત દરેકને કરી કે અમુભાઈએ જ મને બચાવ્યો છે. આખી સોસાયટીનો માહોલ બદલાઈ ગયો.

"અજય, તારું રોકાણ ક્યાં સુધીનું છે ?"

"પપ્પા કાયમનું, હવે હું અમેરિકા નથી જવાનો."

"અરે ! બેટા જિંદગી છે, આવું તો ચાલ્યા કરે, તેના માટે તમારી પ્રગતિ થોડી રોકાય, તમે આગળ વધો એમાં અમારી ખુશી હોય."

"પપ્પા એક વાત પૂછું, વિદેશમાં એવું શું છે જે ઇન્ડિયામાં નથી. બધુંજ ઇન્ડિયામાં છે, તેને મુલવવાની રીત બધાની અલગ અલગ છે, વિદેશમાં સમૃદ્ધિ છે, પણ ઇન્ડિયા લાગણી, લગાવ, કૌટુંબિક, સામાજિકતાની સમૃદ્ધિથી ભરપૂર છે. ઇન્ડિયામાં એક કમાનાર હોય તો પણ ત્રણ--ચાર કે વધુ માણસોનું કુટુંબ નભી જાય છે. મને પહેલા પણ ઇન્ડિયા ગમતું હતું અને આજે પણ ગમે છે. મેં અહીંની સારી કંપનીમાં જોબ લઈ લીધી છે અને નેહાની પણ સહમતી છે.

પપ્પા હું ત્યાં કઈ બચત નથી કરી શક્યો પણ અહીં રૂપિયામાં પગાર મળતો હોવા છતાં બચત કરી શકીશ. અને તમારી સાથે રહી શકીશ એ મોટો નફો, બોલો મારી વાત ખોટી છે ?

બેટા, તારી વાત સો ટકા સાચી છે, રૂપિયો અને વ્યાજ વાપરવા મળે એ કોને ન ગમે, ચારેયના ચહેરા ખુશીથી ચમકી ઊઠ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy