ઓરમાન
ઓરમાન


જીવનસંધ્યા વૃધ્ધાશ્રમમાં છેલ્લા કેટલાય દિવસથી એક જ વાત દરેકના મોઢે ચર્ચાનો વિષય બની રહી હતી.
“સાંભળ્યું કે? વસુબા ઘેર જવાનાં છે.”
“તે એમાં શું? કોઈ કારણસર મતભેદ થયો હોય અને ગુસ્સામાં ન લેવાના નિર્ણય લેવાઈ ગયા હોય અને પછી સંતાનને પસ્તાવો થાય તો લઈ જાય. એ તો સારી વાત છે.”
“ના પણ તમે સમજતા નથી. વસુબાને લઈ જવા એમની દીકરી આવે છે અને એ પણ ઓરમાન..”
“હેં! શું કહો છો?”
અને આમ ચર્ચાને કુતુહુલનો રંગ ચડતો જતો.
વસુબા બહુ દ્વિધામાં હતાં.
નજર સમક્ષ ઓરમાન દીકરીને કરેલા અન્યાય તાદ્રશ્ય થતા.
અને...
નિજાંશી આવી.
કાયદેસર ઔપચારિકતા પતાવી એ વસુબાના રુમમાં સામન લેવા આવી.
વસુબાની આંખમાંથી પોતે કરેલા અન્યાય વહેવા લાગ્યા.
“તને કઈ માટીની ભગવાને બનાવી છે? સગો દિકરો અહીં ઠાલવી ગયો અને તું!”
નિજાંશી મા ને માથે હાથ ફેરવતાં બોલી,
“મા કચવાઈશ નહીં, હું નારી છું અને તારી છું.”