Kalpesh Patel

Drama Inspirational

4.9  

Kalpesh Patel

Drama Inspirational

ઓરા ઊઠો, પ્રિતમ

ઓરા ઊઠો, પ્રિતમ

4 mins
848


મિલનની રાત હતી, એક શરીરથી બીજા શરીરની આજે પ્રથમ મુલાકાત હતી. સમયનો સહારો લઈ મનમાં ઉઠેલા સવાલનો જવાબ મેળવવા ઋજુતાએ, રુચિરને પ્રેમથી પૂછ્યું.”રુચિર તું મને કેટલો પ્રેમ કરે છે ? ”

"કેમ ઋજુતા પ્રથમ રાત્રીના સમયે આ પ્રશ્ન ? જો હું તને પ્રેમ ના કરતો હોત તો શું કામ તારી સાથે લગ્ન-ગ્રંથીથી જોડાવું ?”

“હે રુચિર, આપણે હવે હનીમૂનમાં ક્યાં જવાના ? મારે આજે તારા મોઢેથી તે સાંભળવું છે. હવે તો હું તારી પત્ની છું. શુ,મારો એટલો પણ હક નથી કે, તારા ઉપર કે હું તને કોઈ સવાલ ના કરી શકું”?. પ્રથમ રાત્રીએ જ પત્નિનો પતિ ઉપર અધિકાર આવી ગયો.

” હા ઋજુતા, કેમ નહી ? સાંભળ….

જો ઋજુતા.. તું સમજ, મમ્મી – પપ્પાને મારાથી બની શકે તેટલું કહ્યું છે.!.. કે અમારે હનીમૂન માટે ફરવા જવું છે. પણ હવે વધારે વાત છેડવાનો મતલબ નથી.! હું તેઓ સાથે હરગિઝ ઝગડો પસંદ નહીં કરું, આપણાં ટૂંકા આનંદ માટે કાયમી ખટરાગ વહોરવો શું વ્યાજબી છે ? મનેય તને સાથે લઈ ફરવાના અરમાન છે પણ મજબૂર છું, પણ મને લાગે છે, તે શક્ય નથી.

વાસ્તવિકતાની થાપટે ઋજુતાને સોનેરી સ્વપ્નાના સાતમે આસમાનથી નીચે લાવી દીધી હોય તેમ લાગ્યું. કેટકેટલાય દિવસોના આરમાનો હતા. જ્યારે રુચિર સાથે લગ્ન નક્કી થયા ત્યારે તેની મનોમન અટકળ હતી કે સાસરિયાં સુખી છે, એટલે ફરવાનો પ્રોગ્રામ તો હશેજ. સસ્પેન્સમાં રોચકતા હોય છે એવું માનતી હોવાથી તેને રુચિરને તે અંગે હજુ સુધી પૂછ્યું નહતું.

હજુ ત્રણ દિવસ પહેલા લખલૂટ ખર્ચ કરીને વિતેલા લગ્ને, ઋજુતા હવે દ્રઢપણે વિચારતી કે અંહી તો પૈસાની રેલમછેલ છે. લગ્નમાં આટલી ધામધૂમ છે તો પછી હનીમૂનમા ફરવાનો પ્રોગ્રામ ચોક્કસ ધમાકેદાર હશે ! જરૂર ક્યાક પેરિસ કે સ્વીઝરલેંડમાં હશે..અને વિમાનમાં પહેલીવાર બેસીશ.. બસ જલ્દી હવે આ વિધિઓ પતે તો સારું.. હું અને મારો રુચિર મજા કરીશું.

વિચાર તંદ્રા તૂટે તે પહેલા રુચિરે કહ્યું, " અમારે ત્યાં ધન સંપતિ છે, મોટું મકાન છે, બધા આધુનિક ઉપકરણો છે, નવી ગાડી છે, પણ મારા કુટુંબનું માનસ પાછલી સદીનું છે. મારા ઘરમાં મારા પપ્પા કહે તે કાયદો.. બીજા કોઈનું અસ્તિત્વ નથી. અરે હું કે મારા મમ્મી પણ કોઈ અંગત નિર્ણય નથી લઈ શકતા". અને 

"જો ઋજુતા, આવીજ મારા પપ્પાની પણ હાલત હતી. તેઓને મારા દાદાની મરજી મુજબજ ચાલવું પડતું. અને દાદા જીવ્યા ત્યાં સુધી પપ્પા-મમ્મીનો કોઈ અંગત અવાજ નહતો, તું ધારે છે તેવી જીવન શૈલી હજુ મારે ત્યાં નથી. તારી લાગણીને મારા સિવાય સમજે તેવી કોઈ સંવેદનશીલ વ્યક્તિ આપણાં ઘરમાં નથી તેમ લાગે છે".

ઓહ રુચિર.. 

"તું સમજ તો ખરો.. મે કેટ-કેટલા સ્વપ્ના સેવેલા છે.. ઋજુતા લગભગ રડમસ અવાજે બોલી. તે સાવ થીજી ગઈ.

 રુચિર સૂની આંખે જોઈ રહ્યો. પ્રિય પત્નીનું મન રાખી શકતો નથી તેનું તેને પારાવાર દુ:ખ હતું, પણ જુનવાણી પપ્પાને ફરી કહેવાની તેની હિંમત નહતી. રુચિરની પણ ઈચ્છા હતી કે લગ્ન પછી અને રાબેતા મુજબની ઘરેડમાં જોતરતા પહેલા તે કોઈ અજાણ્યા પ્રદેશમાં જાય અને કુદરતને ખોળે ઋજુતા સંગ થોડું ઘૂમી જિંદગીભરનું સમભારણું જૂટાવે. પણ તેની વિનંતીને તેના પપ્પા કે મમ્મી એ જોયું ના જોયું કરેલ.

સમજુ ઋજુતાએ રુચિતનું ઉતરેલું મોઢું જોયું અને વિચાર્યું. જો વધારે વિવાદ કરી ને ફરવા જવાની રટ રાખીશ તો પતિ પત્ની કદાચ ઝગડી પડશે,.. અરે ઝગડી નહીં પડે તો પણ એકબીજાના મનમાં એક ગાંઠ પડી જશે જે જિંદગીભર ખટકશે. “રુચિર ફરવા જવાની સગવડ ગોઠવી ન શકયો તેનું તેને પારાવાર દુઃખ તો છે”. “જેવી પ્રભુની મરજી”. આવી રીતે અમારાં વચ્ચે તાદમ્ય સાધવાની પ્રભુની મરજી હશે..! રુચિરના હ્રદયે મારા માટે અઢળક પ્રેમ છે તે ઓછું છે ? તો પછી સ્વપ્નને વિસરી પરિસ્થિતીને સ્વીકારી લેવી અને મારે દુ:ખી ન થવું જોઇએ.

આમ ઋજુતાએ જિંદગીના આ મોડને અખિલાઇ પૂર્વક નિહારીને, એકાદ અઠવાડિયાની રંગ ભરી મહેફિલને મનમાંથી દૂર કરી એકજ ઉચ્છવાસે મનની બધીજ નિરાશા ખંખેરી નાખી. 

અને બોલી 

"રુચિર કઈ વાંધો નહીં, તારે દુ:ખી નહીં થવાનું,ચાલ ખાત્રી આપું છું કે અઠવાડિયું નહીં પણ સારી જિંદગી આપણાં માટે લ્ગ્નોસ્તવ રહેશે !", આમ કહી તે રુચિર ઉપર ઉપકાર કરી રહી છે તે, તેને જરા પણ કળવા ન દીધુ !

ત્યાં શયનખંડના દરવાજે ટકોરા પડ્યા.. રુચિરે જોયું તો તેની મમ્મી ગિરાબેન હતા, તેમના હાથમાં એક કવર હતું.. અને તેઓ બોલ્યા રુચિર બેટા.." લે દીકરા આ તારા તરફથી ઋજુતાને આપવાની ભેટ.. તું તેને આપજે ". રુચિરે કોઈ પ્રતીભાવ વગર કવર લીધું અને ઋજુતાના ઓશીકે મૂક્યું.

..............વહેલી સવારે પંખીઓના કલરવથી ઋજુતાની આંખ ખૂલી ત્યારે તેને હૈયે જરા પણ રંજ ન હતો, કે તેને મન મારવું પડયુ હતું અને તેની વિમાન મુસાફરીની ઈચ્છા અધૂરી રહી હતી. પણ તેને સંતોષ હતો કે તે રુચિરને ‘માવડિયો’ કહેતા "પોતાને" કુશળતાથી રોકી શકી હતી. મનોમન ક્યારેક વાંચેલું ગણ ગણી રહી હતી.

સંસારમાં પથમાં નથી કોઈ પગથી એવી,

કે ત્યાં કોઈ તરંગ હર હમેશ ઊઠે.

સંસાર પથ છે આકરો અતિ,

જ્યાં ત્યાં સંકટ હર દિન દિસે.

પણ દરેક કંકટની આસપાસ,

સૌમ્ય ગુલાબ મહેક્તા હરઘડી દિસે.

મનના આવેગોને ખાળે ત્યાં ઓશીકે પડેલાં કવર ઉપર નજર પડી,’ “સપ્રેમ ઋજુતાને” દાંપત્ય જીવનના "પથની પ્રથમ પગલી પર", રુચિરની ભેટ” યંત્રવત ઋજુતાના હાથ કવર ઉપર ફરી વળ્યા અને કવર ખોલતા જોયું તો તેમાં પંદર દિવસના ક્રૂઝ ટ્રાવેલ પ્લાનની ટિકિટો અને ૧૫૦૦૦ ડોલર રોકડા હતા.

બારી બહાર બોરસલીના પાન ઝાકળના મોતી વેરતા હતા અને પવનની લહેરખી ઋજુતાના ગાલ ઉપરના ઉમટેલા આંસુને કપૂર બનાવી ઉડાડતા હતા.. તેને..માણતા.

ઋજુતા બોલી ઉઠી “ઓરા ઊઠો, પ્રિતમ” પણ રુચિર ઊઠે તો..ને..! બેખબર રુચિર હજુ કોઈ સ્વપ્નના સોનેરી વાદળ ઉપર સવાર હતો.

… ઋજુતા સાચવીને અવાજ ના થાય તે રીતે ઊઠી વાળ સરખા કર્યા અને બહાર આવી ત્યારે રુચિરના પપ્પા ચિનુભાઈ અને મમ્મી ગિરાબેન હીંચકે બેઠા હતા ત્યાં તેણે, સાસરાજી ચિનુભાઈના પગમાં ક્રૂઝ ટ્રાવેલ પ્લાનની ટિકિટો અને ૧૫૦૦૦ ડોલર રોકડાનું કવર પરત મૂકતા પ્રણામ કર્યા ત્યારે ચિનુભાઈને સંતોષ હતો કે તેમની વહુ કોઈ શો-કેશની ઢીંગલી નહતી, અને ગિરાબેને સજળ નેત્રે ઋજુતાને બેઠી કરતાં કવર પાછું આપતા બોલ્યા ‘કુર્યાત સદા મંગલમ”.


Rate this content
Log in

Similar gujarati story from Drama