Shaimee Oza lafz

Tragedy Others

3  

Shaimee Oza lafz

Tragedy Others

ઓ બેઝુબા ઈશ્ક

ઓ બેઝુબા ઈશ્ક

8 mins
217


ઓ બેઝુબા ધડકન મુઝે ખુલ્લે આસમા મેં ઊડને દિયા કરો ક્યા પતા એ દિલ કો થોડી આવારા ગર્દી કર લે ને દો, એ તીન અક્ષર કી જિંદગી રહે ન રહે.

એક ઉછળકુદ કરતી માસુમ છોકરી એનું નામ હતુંં આરાધ્યા,એની મધુર મુસ્કાન ખીલતા ગુલાબને પણ શરમાવી દે તેવી મનમોહક સુંદરતા તેની ચડતી યુવાનીની સાક્ષી આપી રહી હતી.આરાધ્યાનું રૂપ ધીરે ધીરે ખીલતુંં રહ્યું,આ જોઈ તેની મમ્મી ક્રિષ્નાબહેનને ચિંતા થવા લાગી.

ક્રિષ્નાબહેન સિંગલ મધર હતાં,"જુવાનજોધ દીકરી કાઈ જવાની ના જોશમાં આવી આડુંઅવળું કરી બેસે તો સમાજમાં નીચા જોવાનું થાય."ક્રિષ્નાબહેન તેમની આ લાડકડી ઢીંગલીને લઈ બહુ ગંભીર હતાં. આરાધ્યા ભણવામાં ખુબ હોશિયાર હતી.

આરાધ્યા તેની મમ્માને વ્હાલભર્યા આલિંગન સાથે વિનંતી કરતાં કહે"મમ્મા મમ્મા મારે આગળ ભણવું છે,આપણા ગામમાં વ્યવસ્થા નથી તો મારે શહેરમાં ભણવા જવું છે,તો મમ્મી મને જવા દે ને!

આ સાંભળી તેને પ્રેમથી સમજાવતાં કહે,બેટા તું જાણે જ છે કે તારા પપ્પા ને ગયે પાંચ વર્ષ થઈ ગયા અને તુંં પણ જો હોસ્ટેલમાં ભણવા ચાલી ગઈશ તો હું એકલી પડી જઈશ.

બેટા તુંં અહીં રહી ભણ તો સારું છે,તું ચાલી જઈશ તો મારું કોણ દીકરા?"આરાધ્યા મમ્મી આગળ ભણવા માટે કાલાવાલા કરવા લાગી.ક્રિષ્નાબહેનને આખરે દીકરીની જીદ સામે ઝુકવુ જ પડ્યું,પણ જીવ તો તેમની દીકરીમાં જ અટવાયેલો હતો,દીકરીને હોસ્ટેલમાં તો મોકલી પણ શીખામણના પોટલા સાથે.તે મમ્મી નું મન રાખવા તેની એક એક વાત માનતી હતી.આરાધ્યા જાણતી હતી કે મમ્મીએ પપ્પાની ગેરહાજરીમાં પણ પપ્પાની કમી પણ નો હતી થાવા દીધી.

આ વાત ને પાંચ વર્ષ વીતી ગયા,આરાધ્યાનો અભ્યાસ પણ પુર્ણ થઈ ગયો,તેને એક સારી કંપનીમાં નોકરી પણ મળી ગઈ.આરાધ્યાએ મમ્મીને તેની પાસે બોલાવી લેવાનું નક્કી કર્યું.તે પોતાની નોકરીમાં તે વ્યસ્ત હોવાના કારણે તે મમ્મીને સમય નોહતી આપી શકતી,એકબાજુ ક્રિષ્નાબહેન પોતાની દીકરી આરાધ્યાનું મોઢું જોવા તરસતા હતાં,આરાધ્યાનો ફોન જોઈએ ક્રિષ્નાબહેનને હા...શ... થાય છે,"બેટા આરાધ્યા તું કેમ છે?તને તો નોકરી મળતાની સાથે જ મને ભુલી જ ગઈ."આટલું કહેતા જ ક્રિષ્નાબહેનનો કંઠ રૂધાઈ ગયો.

આરાધ્યા મમ્મીના આરોપનો શાંતિથી જવાબ આપતાં કહે"

મમ્મી એવું કાઈ નથી તું વધારે પડતી મારી ચિંતા કરે કામ જ એટલું હોય કે મને ટાઈમ જ નથી મળતો.

આ સાંભળી ક્રિષ્નાબહેનની આંખોમાં આંસુ આવી જાય છે, આરાધ્યાને ઠપકો આપતાં કહે "બેટા કામ તો મેં પણ કર્યું છે, તને ખબર છે દીકરા તારા પપ્પાના ગયાં પછી આખાય ઘરની જવાબદારી મારા ઉપર ને અને એમાં પણ તું નાની હતી,તને કદાચ એકવાતની ખબર નહીં હોય દીકરા લગ્નની વાત મારા માટે ઘણી આવતી હતી પણ મારે તને બીજો બાપ નો હતો આપવો,મારી જીવવાનું કારણ કદાચ તું છે દીકરા તુંં ય આવું કરીશ તો હું કોના માટે જીવે,આટલું કહી ક્રિષ્નાબહેનતો હીબકાં ભરવા લાગ્યા.

આરાધ્યા તેની મમ્મીને સહાનુભુતિ પુર્વક કહે છે કે "ઓહો...મમ્મી તુંં રડવાનું બંધ કર તારી દીકરી આ રહી તારા જેવી મમ્મી શેરની...ના રહેવાથી તારી દીકરીને કોણ વાળ વાંકો કરી શકવાનું હતુંં.મમ્મા તારે કાયમ માટે મારા પાસે આવી જવાનું છે, વધુમાં આરાધ્યા કહે છે કે"મમ્મા...તું આવી જા મારી સાથે રહેવા આમ પણ મમ્મા તું ઘરે એકલી શું કરીશ અહીં આવી જા."

ક્રિષ્નાબહેન કિન્તું પરંતું જ કરતાં રહ્યા આરાધ્યાએ આગ્રહ કરતાં કહ્યું કે "મમ્મી કિન્તું પરંતું છોડ ને તું ફટાફટ મારી પાસે આવી જા, તું અહીં શાંતિથી રહે મને બીજું કાંઈ નથી જોઈતુંં."આખરે ક્રિષ્નાબહેનને આરાધ્યાની વાત માનવી જ પડી. આરાધ્યા એકની બે ન થઈ, આખરે દીકરીની વાત માનવી જ પડી, ક્રિષ્નાબહેન તો આરાધ્યાના ફ્લેટે પહોંચી ગયા.આરાધ્યા એ મમ્મીનું સ્વાગત કર્યું,તેમની લાડકી દીકરી આરાધ્યાને જોઈ હર્ષના આંસુ છલકાઈ ગયા"તેઓ તેમના રંગીન ભૂતકાળમાં ખોવાઈ ગયાં સમય તેઓ વિચારી રહ્યા હતા કે "ક્યાં સમય વીતી ગયો તેની ખબર જ ન રહી

મારી એજ નાનકડી ઢીંગલી આરાધ્યા આજે યુવાન યુવતી થઈ ગઈ.એની ખબર જ ન રહી."

 આરાધ્યા તેની મમ્મીને હળવેકથી ઢંઢોળતા કહે "એ મમ્મા તુંં હમણાં હમણાં ક્યાં ખોવાઈ જાય છે, મને તો એ નથી સમજાતુંં."

ગળાને સહેજ ખંખારી ગમગીન અવાજે ક્રિષ્નાબહેન કહે અરે...કાંઈ નહીં બેટા હું તો બસ એમ જ

વિચારી રહી હતી.

 દિવસો જતાં ગયાં,આરાધ્યા લગ્ન યોગ્ય થઈ ગઈ

 આરાધ્યાનું રુપ તેની યુવાની સાથે ખીલતું હતુંં,પણ તેની માતા ક્રિષ્નાબહેનની ચિંતા વધવા લાગી. દરેક માતાની જેમ ક્રિષ્નાબહેન પણ એક જ ગાણું ગાયે રાખતા હતાં કે મારી "દીકરી આરાધ્યા ને યોગ્ય વર મળી જાય તો હું ગંગા નાહી"આરાધ્યા જેવી સુંદર યુવતીને પોતાની જીવનસંગીની બનાવવા માટે તો કેટલાય યુવાનો વલખાં મારતાં હતાં.પણ આ પરી એમ કાંઈ કોઈના હાથમાં આવે તેવી થોડી હતી.પણ આરાધ્યા હજી લગ્ન માટે તૈયાર નોહતી,તેને મમ્મી ને ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે મારે હમણાં નથી લગ્ન કરવા હું હમણાં મારી કારકિર્દી બનાવી રહી છું,માટે પ્લીઝ મમ્મા તું આ વાત માટે મને પ્રેશર ન આપ."

ક્રિષ્નાબહેન તેમની પોતાની દીકરીને સમજાવતાં કહે,કે દીકરા આ જીવન એકલા કેમ જશે તારી આ તો સાચી ઉંમર છે લગ્નની હું તારી ઉંમરની હતી ત્યારે તું પણ બે વર્ષની હતી અને એક તું છે...કે...પરણવાનુ નામ જ નથી લેતી.એ આરાધ્યા હું તારા ભલા માટે કહું છું તુંં મારી વાત સમજતી નથી.તું મારી વાત તો સાંભળ જો તને ઠીક ન લાગે તો નહીં તો તારી મરજી."

ક્રિષ્નાબહેનના સમજાવવા છતાં આરાધ્યા એકની બે ન થઈ.ક્રિષ્નાબહેને તેમની લાડકી આરાધ્યાને આ બાબતે કહેવાનું છોડી જ દીધું.આરાધ્યા પોતાની નોકરીમાં વ્યસ્ત રહેવા લાગી.આરાધ્યા પોતાની એક ટોચ ઉપર પહોંચી ગઈ,આરાધ્યાને તેના જ સિનિયર અક્ષર સાથે આંખ મળી ગઈ,આરાધ્યા અને અક્ષરનો પ્રેમસંબંધને એક નામે પહોંચે તે પહેલાં જ આરાધ્યાએ એક શરત મુકી કે "હું લગ્ન પછી પણ મારી મમ્મીનો એટલો જ ખ્યાલ રાખે કે જેટલો લગ્ન પહેલાં રાખતી હતી."આ સાંભળી અક્ષર ભાવુક થઈ જાય છે,એને આજ પોતાની પસંદ પર ગર્વ થાય છે.અક્ષર પોતાની પ્રેયસી આરાધ્યાને વચન આપે છે,તારી મમ્મીનો પણ હું એટલો જ ખ્યાલ રાખે જેટલો કે હું મારી મમ્મીનો રાખુ છુ .એની વે...આરુ... પ્રેમમાં તારું મારું ન હોય આપણું હોય એ તુંં પણ આજથી ધ્યાન રાખજે.અક્ષર દેખાવે સામાન્ય હતો પણ તેની આંતરીક સુંદરતા અને મળતાવળા સ્વભાવે આરાધ્યાનુ દિલ જીતી લીધું હતુંં.આરાધ્યા અને અક્ષરના લગ્ન થઈ ગયા.

આરાધ્યા સાસુ સસરાનો પણ તે ખુબ ખ્યાલ રાખતી હતી.પોતાની દીકરીને સાસરીયામાં ખુશ જોઈ ક્રિષ્નાબહેન હવે નિરાંતના શ્વાસ લઈ રહ્યા હતા.

દીકરી આરાધ્યાને સાસરે વળાવી ક્રિષ્નાબહેન હવે એકલા પડી ગયેલા.

 આરાધ્યા પોતાની મમ્મીને લઈ ચિંતીત હતી.ચિંતા માં ડુબેલી આરાધ્યાને જોઈ અક્ષરથી પુછ્યા વગર ન રહેવાયું.

"એ...આરુ તને હું બે દિવસથી નોટિસ કરું છું,કે તું કોઈ વિચારોમાં ખોવાયેલી રહે છે,નથી તારું કામમાં ધ્યાન તને કોઈ ચિંતા હોય તો મને કહે આપણે બે મળી સમાધાન નિકાળીએ." 

આરાધ્યા ચિંતિત અવાજે કહે છે "મમ્મી..

અક્ષર કહે,શું મમ્મી...મને સમજાય એવું કહે ...શુ થયું...મમ્મીને...?"

"અક્ષર મને મમ્મીની હાલત નથી જોવાતી મેં કેટલીયવાર મમ્મીને દિલમાં વેદના છુપાવી હસતાં જોઇ છે,એને મને ભલે નાની બાળકી સમજી મારાથી પોતાની વ્યથા છુપાવતી હોય પણ હું સમજી શકુ કે એની ઉપર હાલ શું વીતતું હશે,આટલુ કહી આરાધ્યા રડી પડે છે."

રડતી આરાધ્યાને શાંત પાડતા અક્ષર કહે તો આરુ...હવે શું કરીશું કે,તારી આ સમસ્યાનું સમાધાન કેવી રીતે લાવીએ."

આરાધ્યા આંસુ લુછી અક્ષરને પોતાના મનની વાત જણાવે છે કે "અક્ષ...આપણે કેમ આપણે મમ્મીના બીજે લગ્ન કરાવીએ તો કેવું રહે?"

આ વાત સાંભળી અક્ષર ગંભીર અવાજે કહે "આરુ...આ ઉંમરે મમ્મીના લગ્ન...આર યુ મેડ...તુંં આ બધી વાત છોડ પણ મમ્મી તારી વાત સાંભળશે!"

બેબાકળા થયેલા તેના પતિ અક્ષરને સમજાવતા કહે"અરે અક્ષ...પ્રયત્ન કરવામાં શું જાય છે,મમ્મી માનશે જરૂર માનશે એને કેવીરીતે મનાવવીએ મારા ઉપર છોડી દો,પણ અક્ષ ....આ કામમાં મારે તમારો સાથ જોઈએ છે જો તમે આપો તો...આ અશક્ય કામ જરૂર શક્ય બનશે.આમ પણ પ્રયત્ન કરવામાં શું જાય છે!"

અક્ષર તેની આરાધ્યા ને કોઈપણ હિસાબે ખુશ જોવા માંગતો હતો,તે આરાધ્યા ને આશ્વાસન આપતાં કહે આરુ...તું ચિંતા ન કર હું તારી સાથે જ છું,આપણે બંન્ને મમ્મીને આ વાત માટે તૈયાર કરશું ભેગામળી મનાવશુ તો જરૂર માનશે."

પ્લાનિંગ કરી સુઈ ગયાં,પ્લાનિંગ મુજબ આરાધ્યા પોતાના પિયરે આટો ખાવા ગઈ,પોતાની દીકરીને પિયર જોઈ,ક્રિષ્નાબહેન તો હરખાઈ ગયાં,ક્રિષ્નાબહેને તેમની દીકરીને મીઠો આવકાર આપ્યો.માં દીકરી બહુ સમય પછી મળ્યા હોવાથી વાત જ ન ખુટી.ભોળાભાવે આરાધ્યા થી પુછાઈ ગયું કે" મમ્મા તું એકલા એકલા કેવી રીતે સમય નિકાળે છે,તને કંટાળો નથી આવતો?....

 ક્રિષ્નાબહેન દીકરીના વાત નો જવાબ આપતાં કહે "ઓહોહો....આરાધ્યા શું આ વાક્ય તું કહે છે!મને તો વિશ્વાસ નથી આવતો આજે મારી દીકરી સાચે મોટી થઈ 

ગઈ."મારી દીકરીને બદલનાર જ અક્ષરકુમાર છે,દીકરા આરાધ્યા આજે તારો આ અવતાર જોઈ હું ખુશ થઈ ગઈ.

ગંભીર અવાજે આરાધ્યા મમ્મીને કહે "મમ્મા એકવાત કહુ તું ખોટું ન લગાડતી"ક્રિષ્નાબહેન દીકરીનો કાન ખેંચતા કહે બોલ બેટા શું વાત કરવી છે અને કહેતા આટલું કેમ અચકાય છે જે કહેવું હોય તે બેધડક કહી દેને."

આરાધ્યા અચકાતા કહે છે કે "મમ્મી તને પણ જીવવાનો હક છે,હું અને અક્ષર ઈચ્છીએ છીએ કે તુંં પણ તારી જિંદગીમાં ખુશ રહે,માટે તારે પણ સેટલ થવું જોઈએ."

ક્રિષ્નાબહેન તેમની લાડકી દીકરીને કહે "દીકરા આરાધ્યા કાંઈ સમજાય એવું બોલ 

તારો મતલબ હું ન સમજી તું બેધડક કહે શું કહેવા માંગે છે તે.

આરાધ્યા અકળાઈ મમ્મીને કહે ઓફ્ફો...મમ્મા તું સમજવા જ નથી માંગતી કે હું શું કહું છું તે!

ક્રિષ્નાબહેન દીકરીની વાત સાંભળી અચંબામાં મુકાય છે,"દીકરા આરાધ્યા તું આ શું કહે છે તને ભાન છે...આટલી ઉમરે લગ્ન...તું વિચાર કર દીકરા કાલ તારે ત્યાં ભાણીયો કે ભાણી થશે...હું કાઈ નાની નથી મારે આટલી ઉમરે લગ્ન કરી ક્યાં જવું છે આમપણ તારા પપ્પા સિવાય મેં બીજા કોઈ પુરુષ માટે વિચાર સુદ્ધાં નથી કર્યો આ પાપ છે,મારે આ જો બીજું લગ્ન કરવું જ હોત તો તુંં નાની હતી ત્યારે જ કર્યું હોત પણ બેટા...હવે આ વાત નો કોઈ અર્થ નથી.મને નોહતી ખબર કે તું આ કહેવા માટે આવી છે મને...હું કાઈ કરી બેસુ એ પહેલા તુંં ચાલી જા..."

આરાધ્યા એની મમ્મીને સમજાવતા કહે મમ્મા તું મારી વાત તો સાંભળ મમ્મી તું એમને એકવાર મળી તો લે તને ના ગમે તો ન કરતી આમપણ તે મને પ્રોમિસ આપ્યું હતુંં કે તું મારી પુરી વાત સાંભળ્યા વગર કોઇ જ પ્રતિભાવ નહીં આપે."

 વધુમાં આરાધ્યા કહે તું એકવાર મળી લે,તુંં મળીને ખુશ થઈ જઈશ.

 આરાધ્યા અને અક્ષર તેમનું નવું મિશન સ્ટાટ કરે છે.તેમના પ્લાનિંગ મુજબ અક્ષર આરાધ્યાની મમ્મીના કોલેજકાળના પ્રેમી આશિષને લઈ આવે છે.આશિષ પણ ક્રિષ્નાને ગાઢ પ્રેમ કરતો હોય છે પણ કૌટુંબિક સમસ્યાના કારણે તે બંન્ને પરણી શકતા નથી.આશિષના પત્નીને કેન્સર હોવાથી તે મૃત્યુ પામે છે.પણ તે પોતાની પ્રેમિકા ક્રિષ્નાને ક્યારેય ભુલી શક્યા નથી. 

 અક્ષર અને આરાધ્યા બંન્નેની મુલાકાત ગોઠવે છે.

આરાધ્યા તેની મમ્મીની ખુશી માટે કાંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે.

આરાધ્યા તેની મમ્મીને તૈયાર કરે છે,ક્રિષ્નાબહેનના દિલમાં ગભરાહટ થાય કે દીકરી કોને મળાવવા જઈ રહી છે,એ કોણ હશે ! કેવા હશે!દીકરી આરાધ્યા એની માં ને હિંમત આપતાં કહે છે "મમ્મા મારી આવી હાલતમાં તે મને સંભાળી હતી હવે મારો વારો છે તુંં ચિંતા ન કર તુંં હિંમત રાખ જા બેસ્ટ ઓફ લક મમ્મા...જા મમ્મા તારા એ રાહ જુએ છે,એ તો તને મળવા થનગને છે.

આ સાંભળી ક્રિષ્નાબહેન દીકરીનો કાન પકડતાં કહે,તુંં નહીં સુધરે પણ આ મીઠા ઠપકા પાછળ શરમાળ ચહેરો અને ખોવાયેલા પ્રેમને પરત મેળવવાની તલપ છુપાયેલી હોય છે."બંન્ને પ્રેમીનું મૌન આખો તોડી રહી હતી.

અક્ષર હળવેકથી આરાધ્યાને કહે ચાલો હવે મમ્માની સહેજાદી આરુ...બે પ્રેમીઓ વચ્ચે આપણે ન જવાય ચાલ આપણે ઘરે જઈએ.આરાધ્યા તેની મમ્મીના કાનમાં હળવેકથી કહે "મમ્મી ઢેનટે...ને...ન...કેવી લાગી મારી આ સરપ્રાઈઝ...હવે તો તુંં ખુશ ને..."આરાધ્યાના સવાલનો જવાબ ક્રિષ્નાબહેનના કરમાઈ ગયેલા ચહેરા પર પાછી આવેલી ચમક આપે છે."

અક્ષર કહે "આરુ તું હવે ખુશને...મારી રાણી...તારા ચહેરાની ખુશી માટે તારા પણ લાવીશ."

પક્ષીઓ પણ કલરવ કરી આ વાતાવરણને રોમાંચક કરી રહ્યા હતાં આજે દરેકને પોતાનો ખોવાયેલો પ્રેમ ન મળ્યો હોય.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy