Kaushik Dave

Drama Inspirational

3  

Kaushik Dave

Drama Inspirational

નવું ઘર

નવું ઘર

3 mins
52


આજે પંદર દિવસ પછી પોતાના ઘરમાંથી નીકળ્યો. ચૌદ દિવસ ઘરમાં પુરાઈ રહ્યો. આ ચૌદ દિવસમાં જીવનનું સરવૈયું કાઢ્યું. કેટકેટલાય કાવાદાવા કરીને આખરે એણે ઘર પોતાના નામે કર્યું. કેટલાના હક્ક છીનવી લીધા. જીવનનો આનંદ કુટુંબ સાથે માણ્યો. પત્ની અને પુત્ર સાથે સુખી જીવન જીવવાનો ઢોંગ. . . . હા. . ઢોગ. . . કરતો હતો. . દિલ અંદરથી પોતાના વ્યવહાર માટે કોસતુ હતું. . . પણ. . . હાય. . . નજર લાગી ગઈ. . એક પછી એક. . આ દુનિયા છોડી જતા રહ્યા. . . . આજે એકલો. . અટૂલો. . મોટા ઘરમાં.

આ ચોદ દિવસ ઘર કરડવા દોડતું. . એક પછી એક પ્રસંગ ચિત્રપટની જેમ ચાલતા. . . કોઈકનો હક્ક છીનવી લીધો હતો. . ને. . . એને. . . ખાવાનાં ફાંફાં પડ્યાં છતાં. . . મદદરૂપ ના થયો. . એ અંગત તો હતો. !.  પણ. . . મિલકત આવતા જ તું કોણ?. .

આ કર્મો હવે નડે. . છે.

વિચાર્યું. . . ચાલો. . . આજે. . તો. . વકિલને મલી ને આવું. . વસીયત કરવું છે. . . પણ. . . કોના. . નામે.

ના. . ના. . . જેનો હક્ક છીનવી લીધો એને તો ના જ આપું.

હજુ હઠ. . અક્કડાઈપણું તો રહેવાનું જ.

એમ થોડું જાય. !

આ દેહ. . આ . . ઘર કરી ગયેલી જીદ. . છે. . તો જક્કી પણુ. . . જીદ તો રહેવાની જ. !

બહુ ધરમ કરમ કર્યા. . . પણ ના મલે શાંતિ. . !

આખરે પંદરમા દિવસે ઘરમાંથી નીકળી જ ગયો.

ખુલ્લા રસ્તા પર. આહ. . . શું આનંદ છે. ઉપર ખુલ્લું આકાશ. નીચે. . ધરતી. . બધાને ખુશ જોઉં છું.

એક ભીખ માંગતો વૃધ્ધ આનંદથી ગીતો ગાતો. . મનોરંજન કરાવતો હતો.

મને કેમ આવું આવડતું નથી. !

થોડા આગળ જોયું. એક નાનકડી ઝુંપડી. કંતાન ને ફાટેલા કપડાથી બનાવેલી હતી. એ હવે સુંદર લાગી રહી છે. !

બહાર બે ગંદા છોકરા હસતાં હસતાં. . રમતાં હતાં. . કેવો આનંદ માણે છે. !

એ છોકરાને રમાડવાનું મન થયું.

અરે. . આ શું આવા ગંદા ને રમાડું!. . . ના. . ના. . ‌

આ શું થાય છે. ?ખબર પડતી નથી.

થોડીવારમાં વકિલની ઓફીસમાં.

બહાર નીકળી ને આનંદ થી ઝુમી ગયો. . એમ થયું કે નાચવા માંડું. . જીવન સુધારવાનો મોકો લીધો.

રસ્તો ઓળંગતા જોયું. . તો સામેની ફૂટપાથ પર એક કપલ એમના નાના બાળક સાથે હતા. .

એ કપલ વાતોમાં મગ્ન. બાળક રમતું રમતું રસ્તા પર આવતા જોયું. એક કાર ફૂલ સ્પીડ માં. .

થયું બૂમ પાડું.

ના . . મોડું થશે તો એ બાળક કચડાઇ જશે.

એ બૂમ ને ચીસ પાડતો દોડ્યો.

બાળક ને બચાવવા માટે.

ચીસ ના લીધે ગભરાઈ ગયેલું બાળક ફૂટપાથ બાજુ દોડ્યું. કપલે બાળક ને પકડી લીધું.

પણ. . પણ. . કાર . . સ્પીડમાં હતી. . . ને. . . ને. . .

જોરદાર ટક્કર વાગતાં જ. . . .

પ્રાણપંખેરું ઊડી ગયું. . ને. . ને. . . એનું હસતું મુખડું. . સંતોષ. .

વકિલે વસિયતનામા મુજબ બધી ધન, દોલત, ઘર એક અનાથાશ્રમ ને. . . બાળકો. . માટેનું આશ્રય. . .

અનાથ બાળકોનું ઘર. .

અને. . . હવે સંતોષથી નવા ઘરની તલાશમાં.


Rate this content
Log in

Similar gujarati story from Drama