નજરુંનાં વાવેતર
નજરુંનાં વાવેતર
શમા આજે ખુબ ખુશ હતી. એનાં મનગમતાં યુવક, સમીરનાં માતાપિતા એનાં મમ્મી પપ્પાને મળવાં અને વિવાહનું ગોઢવવાં આવવાંનાં હતાં. શમા પાર્લરમાં તૈયાર થઈને એક્ટિવા પર પાછી વળી રહી હતી.ત્યાં રોંગ સાઈડમાંથી ધસમસતી આવતી ગાડી એને પછાડીને ઝડપથી નીકળી ગઈ.
શમા ઊછળીને ફૂટપાથ પર પડી અને એક પથ્થર સાથે એનું માથું પછડાયું. માથામાંથી ખુબ લોહી વહી ગયું હતું. આંખોને પણ ઈજા થઈ હતી. કોઈ સજ્જને 108 બોલાવીને હોસ્પિટલમાં દાખલ કરી. એનાં મોબાઈલમાંથી નંબર શોધી ઘરે જાણ કરી. એનાં મમ્મી પપ્પા પર તો જાણે આભ તુટી પડ્યું.
શમાનું તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું. ડોકટરે દિલગીરી સાથે કહ્યું કે,"માફ કરજો, શમા બન્ને આંખો ગુમાવી ચુકી છે."
શમાને જ્યારે ખબર પડી ત્યારે તેણે તો કલ્પાંત કરી મુક્યો. હવે સમીર મને નહી અપનાવે. ડોકટરે હૈયા -ધારણા આપી,હિમ્મત રાખવાનું કહ્યું. વિશ્વાસ અપાવતાં કહ્યું કે, "લોકોમાં નેત્રદાન માટે ઘણી જાગૃતિ આવી ગઈ છે.ઝડપથી ડોનર મળી જશે અને આંખોની રોશની પણ પાછી આવી જશે."
દરમ્યાનમાં સમીર પણ તેને મળવાં આવી ગયો હતો અને વચન આપ્યું હતું કે, હું તારી રાહ જોઈશ. જયાં સુધી તારી નજર નહીં આવે ત્યાં સુધી 'તારી આંખો' બનીનેરહીશ."
ખરાં અર્થમાં સમીર ,શમાને પુરેપુરો સાથ અને સધિયારો આપ્યો.શમાએ ગુમાવેલો આત્મવિશ્વાસ પાછો આવ્યો અને ડોનર મળતાં એની આંખોમાં તારાં ફરીથી ચમકવાં લાગ્યાં. બન્નેનાં જીવનમાં એક વાર ફરીથી વસંત ખીલી ઊઠી.
"તારી આંખનો અફીણી, તારાં બોલનો બંધાણી,
તારા રૂપની પુનમનો, પાગલ એકલો.
