નજર નજરમાં
નજર નજરમાં


"માયા ,જલ્દી કર,આ પટેલ આપણ ને બુક્સ નહીં આપે.. હમણાં કોલેજ નો બેલ પડશે. જલ્દી કર અને લાયબ્રેરી માં જઈએ." સ્વેતા બોલી.
" અરે સ્વેતા તું ચિંતા ના કર.આ પટેલ સાહેબ મને ઓળખે છે. તેઓ પહેલાં મારા ફળિયામાં જ રહેતા હતા અને હવે સોસાયટી માં રહેવા ગયા છે." માયા બોલી. સ્વેતા અને માયા ભરૂચ માં એમકે કોમર્સ કોલેજ માં બીજા વર્ષમાં અભ્યાસ કરતા હોય છે.સ્વેતા ને લાયબ્રેરી માં થી ઇકોનોમિક ની બુક જોઈતી હોય છે. એટલે ઉતાવળ કરતી હતી. સ્વેતા અને માયા લાયબ્રેરી પહોંચ્યા ને પટેલ સાહેબ પાસે થી ઇકોનોમિક નું પુસ્તક લીધું. ફર્સ્ટ ટેસ્ટ નજીક આવતો હતો એટલે તૈયારી માટે આ પુસ્તક લીધું.... કોલેજ નો સમય પુરો થતાં સ્વેતા એ પુસ્તક જોયું તેને લાગ્યું કે આ પુસ્તક માં કંઇક છે. તેણે પુસ્તક ખોલ્યું તો ગુલાબ ની પાંખડીઓ પડી અને સુગંધ ફેલાઈ ગઈ. અને સાથે સાથે એક ચિઠ્ઠી હતી. સ્વેતા એ એ ચિઠ્ઠી ખોલી તો કોઈ શાયરી લખેલી હતી. સ્વેતા એ એ શાયરી વાંચી અને બોલી વાહ,વાહ,...ક્યા બાત હૈ. આ ચીઠ્ઠી તેણે માયા ને બતાવી..માયા એ કહ્યું ," આ લખનાર ને ઓળખું છું. આપણી કોલેજમાં જ આપણા ક્લાસમાં નવો આવેલ મયુર છે અને તે ઘણી સારી કવિતાઓ લખે છે.". " અલી માયા તું એને ઓળખે છે? આટલું બધું તું જાણે છે." " હા, તે ઉમરેઠ નો છે .અને તેના પપ્પા અને મારા પપ્પા એકબીજાને ઓળખે છે..તે મારા ઘર પાસે જ રહે છે બિલકુલ સીધોસાદો છે.". માયા બોલી . " ઓહ, ખુબ જ ઇન્ટરેસ્ટિંગ, તો તો મારે મલવુ જ પડશે. મારી કાલે મુલાકાત કરાવ..ચલ ને કાલે જ આપણી કોલેજ પાસે ની હોટલ માં મલીશુ. તું મારી એપોઇન્ટમેન્ટ ફીક્સ કરાવ.તો જ માનું કે તું એને ઓળખે છે. શું પ્રેમ નું ચક્કર તો નથી ને?" " ના રે ના એ તો મારી નાતનો છે અને અમારા વિસ્તારમાં રહે છે એટલે ઓળખું. ઓકે કાલે જ આપણે તેની સાથે મલીશુ .મારી વાત એ માનશે." માયા બોલી.
બીજે દિવસે મયુર સ્વેતા ને મલવા માયા સાથે કોલેજ પાસે ની હોટલ માં આવ્યો.અને બે કોફી અને એક ચા નો ઓર્ડર કર્યો. સ્વેતા બોલી," કેમ, મયુર કોફી નહીં ફાવે? અમે તો કોફી જ પીશુ. અરે મયુર તું તો કોમર્સ નો સ્ટુડન્ટ છે અને શાયરી , કવિતા? પણ બહુ સરસ કવિતાઓ લખે છે તું તો. શું ઘાયલ દીલ છે? આ ચિઠ્ઠી ની કવિતા વાંચી સંભળાવ." ." આ ચા પીવા ની લહેજત થી નવા વિચારો આવે અને કાવ્ય લખવા
નું મન થાય..... સારૂં ત્યારે હું આ કવિતા વાંચું છું . " મયુરે ચિઠ્ઠી લ ઈ ને કવિતા વાંચવા માંડી...... તેરી મ્હોબતમે હમ ઘાયલ હુએ, ના મુલાકટકા દોર , બસ તુમ્હારે હો ગયે, બસ નજરોકા દોર ચલતા રહા, વો મુજે દેખાતી રહી ઓર આંખોસે ઓઝલ હો ગઈ !
ચમક રહી હૈ ચાંદની , ચાંદ ચુપકે ચુપકે,. નિખર રહા હૈ,ગોરી કા મુખ, ઘુંઘટ મેં છુપ છુપ કે,,,
આ સાંભળી ને સ્વેતા બોલી ,વાહ,વાહ, ઘાયલ દિલ લાગે છે.ખુબ જ સરસ લખો છો ને!! .અને મજાક માં બોલી ," આ માયા તો નથી ને? તારી નાત ની જ છે અને સુંદર દેખાય છે. આતો ખાલી મજાક કરું છું બહુ જ સરસ." આ સાંભળી ને મયુર બોલ્યો " નારે ના આ તો બસ ખાલી જ લખી હતી એક વર્ષ પહેલાં અહીં ભરૂચ આવતા પહેલા લખી હતી." ત્રણેય કોફી અને ચા ને ન્યાય આપી ને છુટા જ પડતા હતા ત્યારે સ્વેતા બોલી," મયુર એક વાત કહું .મારી બહેન પણ કવિતા લખે છે અને આ બાજુ ની આર્ટસ કોલેજ માં ભણે છે.એની સાથે તારી મુલાકાત કરાવીશ તે ઘણું સારું લખે છે.અને તે આપના ઓપન માઇકમાં પરફોર્મન્સ પણ આપે છે તું પણ હવે પછી ના પ્રોગ્રામ માં જોડાઈ જા. ઓકે ત્યારે આપણે મલતા રહીશું ...બસ જતાં જતાં એક કવિતા હું પણ કહું..... .આ નજર નો જાદુ છે કે,
બીજું કંઈ!!!,
આંખો ઝુકી ગઈ ને ,
હવા ની એક લહેર,
બસ દેખતી જ રહી,
બસ દેખતી જ રહી,
નજર નજર થી નજર મલે,
ના રહે દિલ પર કાબુ,
નજર નજર ને વ્યકત કરે,
દિલ પર થયો જાદુ,
વાહ વાહ...મયુર બોલ્યો.... " અરે સ્વેતા તું ક્યાર થી કવિતા લખતી થ ઇ.? કે તને પણ મયુર ની અસર થઈ!!!" માયા બોલી... " નારે ના કવિતા અને શાયરી મને ના આવડે.આતો મારી બહેને લખેલી કવિતા છે... મયુર હું આ રવિવારે લલ્લુભાઈ ના ચકલામાં મારી માસી ના ઘરે મારી બહેનને લઈને આવવાની છું તો આપણે માયા અને મયુર તું સોનેરી મહેલ પાસે આવજો. મારી બહેન સાથે મુલાકાત કરાવીશ.તમને બંને ને કવિતા અને શાયરી નો શોખ છે અને નાસ્તો કરી ને છુટા પડીશું ત્યારે આવતા રવિવારે આપણે મલીશુ. માયા તારે કોઈ કામ તો નથી ને? અને મયુર તારે તો આવવાનું જ છે.બહાના નહીં ચાલે!" સ્વેતા બોલી. માયા બોલી ," હું તો નવરી જ છું મમ્મી ને કહી ને મયુર ને લઈ ને આવી જ ઈશ. તું મને કોલ કરજે." મયુર ને બોલવા જેવું રહ્યું નહીં.તે સ્વેતા ને જોતો જ રહ્યો...!