Kaushik Dave

Drama Inspirational

3  

Kaushik Dave

Drama Inspirational

નિવૃત્તિ

નિવૃત્તિ

1 min
201


ભાઈ તમે નિવૃત્તિ વિશે કેમ લખતા નથી ? તમને તો નિવૃત્તિ વિશે ખબર છે ?

પણ હું ક્યાં નિવૃત્ત થયો છું !

લો. . મને ખબર છે તમે તો ૨૦૧૬ માં નિવૃત્ત થયા હતા. એટલે નિવૃત્ત જ છો. તો તમે તમારા અનુભવો લખો.

પણ હું નિવૃત્ત નથી. સતત પ્રવૃત્તિમય છું.

પણ તમે ક્યાં કોઈ જોબ કરો છો કે બિઝનેસ કરો છો ?

કોણે કહ્યું કે જોબ કે બિઝનેસ ના કરતા હોય તો જ નિવૃત્ત ગણાય. મેં મારી જોબ દરમિયાન કેટલાય કર્મચારીઓને ચાલુ જોબે નિવૃત્ત જેવા જ જોયા છે. ચાલુ જોબે કામ કરવું નહીં કે કામચોરી કરનાર વ્યક્તિ જ નિવૃત્ત ગણાય. મારી પ્રવૃત્તિ ચાલુ છે. નવરા બેસી રહેવું એ મને ગમતું નથી.  


Rate this content
Log in

Similar gujarati story from Drama