STORYMIRROR

CA AANAL GOSWAMI VARMA @dilki.batein30

Abstract Others

4  

CA AANAL GOSWAMI VARMA @dilki.batein30

Abstract Others

નિર્ણય - 1

નિર્ણય - 1

4 mins
185

આજે સવારથી નિશા ખૂબ ખરાબ મૂડ માં હતી. એના લગ્ન ની પાંચમી લગ્નતિથિ આવવાની હતી. માત્ર એક અઠવાડિયું બાકી હતું પણ નિશાંત ...........એને જાણે કોઈ જ ફરક પડતો ન હતો.

કદાચ એ પહેલેથી જ આવો હતો. આ પાંચ વર્ષ માં એને કેટલીય વાર વિચાર આવ્યો હતો કે નિશાંત સાથે લગ્ન કરવા એ મારી સૌથી મોટી ભૂલ છે. 

આજે ફરી એક વાર એનો નિશાંત સાથે ઝગડો થયો હતો. હંમેશ ની જેમ વાત કદાચ એટલી મોટી ન હતી પણ નિશાંત ક્યારેય સાંભળતો જ નહિ અને વધારે કંઈક બોલવા જાઓ તો ચીસો પાડી ને બોલવા લાગતો. જાણે દબાવવા માંગતો હોય. એ કદાચ આમાં સફળ પણ થયો જ હતો કારણ કે આટલા વર્ષો થી નિશા એ પોતાની એક સુખી દંપતી તરીકે ની છબી બનાવી રાખી હતી પોતાના માં બાપ સામે. એની બહેનપણી ઓ સુધ્ધાં કોઈ ને ખબર ન હતી કે એની અંદર કેટલો જુવાળ ભર્યો છે. નિશા એક ખૂબ જ સફળ વર્કિંગ વુમન છે. એવું નથી કે એને ખબર નથી પડતી કે એની સાથે શું થઈ રહ્યું છે પણ કદાચ એને કંઈક રોકી રહ્યું છે. 

આજે મનમાંથી આ બધી બાબતો જતી ન હતી. પણ આજે એને આનો રસ્તો શોધવો હતો .. એને ઓફિસ માં પોતાની તબિયત સારી નથી કહીને રજા લેતો મેસેજ કરી દીધો. હવે એ આ ઘર માં રહેલા એના માનીતા ખૂણામાં ગઈ. આ ખૂણો એટલે એના બેડરૂમની બહાર આવેલ બાલ્કની. ત્યાં જૂટ નો મોટો હીંચકો હતો અને "એલ" આકાર માં કુંડા ગોઠવેલ હતાં. એમાં સુંદર ફૂલો થતા હતાં.

થોડી વાર ત્યાં શાંતિ થી બેઠા પછી એ ભૂતકાળ માં સરી પડી .એને શું રોકી રહ્યું હતું ? કેમ એ ૫ વર્ષ થી સહન કરી રહી હતી ? એ કંઈક એટલે એનો પોતાનો નિશાંત ને પરણવાનો નિર્ણય. એ નિશાંત ને કૉલેજ માં મળી હતી એને એ લોકો નું પાંચ એક મિત્રો નું ગ્રુપ હતું. એમાં નિશાંત, નિશા, આહના વૈશલ અને વિકાસ હતાં.આહના એને વિકાસ એક બીજા સાથે કંમિટેડ હતાં અને ભણવાનું પતે એટલે લગ્ન કરી લેવાના હતાં જયારે વૈશલ ની સગાઈ થઈ ગઈ હતી. એ લોકો ક્યારેય બહાર જતા ત્યારે વૈશલ એની મંગેતર ને લઈને જરૂર આવતો. એટલે જાણે અજાણે જયારે ગ્રુપમાં બહાર જવાનું થાય ત્યારે નિશાંત અને નિશા જ જોડકા વગરના હોય એટલે નિશા ને ઘરે મૂકવાનું નિશાંત ના ભાગે આવતું. આમ નિશાંત એને નિશા થોડા સમય માટે એકલા પડતા.

નિશાંત સ્માર્ટ હતો, સારા ઘરે થી હતો. એની પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ, પાસપોર્ટ, ઘરે કમ્પ્યુટર ઈન્ટરનેટ કન્નેકશન બધું જ હતું અને એને લગતી બધી જણકારી પણ હતી. તો મધ્યમ વર્ગની છોકરી, નિશા સાદગી અને નોન ફેશનેબલ કપડાં માં પણ બધાથી અલગ પડતી. એમ નહોતું કે નિશા સુંદર ન હતી પણ મધ્યમ વર્ગમાંથી આવતી નિશા પોતાના માં બાપ ના પૈસે તાગડધિન્ના કરવાવાળી છોકરીઓ માની ન હતી એને એટલે એ ફેશન કે દેખાદેખી ને બદલે સાદગીમાં માનતી. નિશા ઘણી બધી બાબતોમાં એની સલાહ લેતી. પણ જે રીતે આહના એને વિકાસ સાથે સમય પસાર કરતા, જે રીતે બંને એક બીજાની સંભાળ રાખતા એ જોઈને નિશા ને પણ થતું કે એનો પણ બોયફ્રેન્ડ હોવો જોઈએ. વળી કૉલેજ ના એ નાજુક સમયમાં જ્યાં બધા આવા રોમેન્ટિક રિલેશનમાં અટવાયેલા રહેતા ત્યારે નિશા પણ એમાંથી બાકાત ન રહી શકી. અને એવું ક્યાં ખબર કે આમાંથી ૫૦ % કરતા વધારે સંબંધ કૉલેજ પછી નથી રહેવાના. 

જયારે નિશાંતે દોઢ એ વર્ષ પછી નિશા ને પ્રપોઝ કર્યું ત્યારે નિશા થોડી મૂંઝવણમાં પણ હતી. એની મિત્ર આહના એ કીધું પણ હતું કે તું એને નિશાંત ? તું કોઈ વધારે સારું પાત્ર ડિઝર્વ કરે છે. પણ એ વખતે નિશા સમજી ન શકી. કૉલેજ પૂરી થતા થતા તો બધાને એવું લાગવા માંડ્યું કે નિશા અને નિશાંત લગ્ન જરૂર કરશે. 

નિશાંતે એના પપ્પા ને બિઝનેસ માં જોઈન કર્યા અને નિશા પીજી કરવા માટે બીજી કૉલેજ માં જોડાઈ. ત્યાં એકદમ પ્રૉફેશનલ ડૅકોરમ માં, તદ્દન નવા માહોલ માં નિશા ને પોતાનું પોટેનશ્યલ સમજાયું. એને સમજાયું કે એ નિશાંત થી કેટલી અલગ છે. અને એના વિચારો એને નિશાંત ના વિચારો પણ કેટલા બધા અલગ છે. પણ કદાચ ત્યાં સુધી મોડું થઈ ગયું હતું. એક જ નાત ના હોવાને કારણે નિશાંત એને નિશા વિશે બધા જાણતા હતાં વળી એ સમય માં નિશા એ જ ક્યારેય નિશાંત ને મળવા જતી વખતે છુપાવ્યું ન હતું કોઈ બીજા બહાના બનાવ્યા ન હતાં એટલે એના ઘરનાં પણ નિશાંત વિશે બધું જાણતા હતાં. બસ આ એક ભૂલ નિશાને ભારે પડી. નાત એક હોવાથી એમને કોઈ વાંધો પણ ન હતો. ઘર સારું હોવાથી અને પૈસા ટકે સધ્ધર હોવાથી એ લોકો આ સંબંધ થી ખૂબ ખુશ હતાં. પીજી ના બે વર્ષ પુરા થતા તો એને સમજાઈ ચૂક્યું હતું કે નિશાંત સાથે એ ખુશ નહિ જ રહી શકે. પણ ત્યાં સુધી ઘણું મોડું થઈ ચૂક્યું હતું. એક જ નાત ની ભણેલી, ગણેલી અને દેખાવડી છોકરી માટે ના પાડવાનું કોઈ કારણ ન હતું એટલે નિશાંત ના માં બાપ પણ ખૂબ ખુશ હતાં.


Rate this content
Log in

Similar gujarati story from Abstract