Kaushik Dave

Drama Inspirational

3  

Kaushik Dave

Drama Inspirational

નીરજ ચોપરા

નીરજ ચોપરા

1 min
192


આઝાદીના આ પાંખોને હવે ઊડવા દો...

જો ના મળે સફળતા, તો પણ ઊડવા દો,


એક દિવસ એવો આવશે..

પાંખો પણ મજબૂત બનશે,

સ્વપ્નોને સાકાર કરવા..

મુક્ત મને ગગનમાં ઘુમશે..


હવે બદલાઈ રહ્યો છે આઝાદીનો અર્થ..

યુવાનોને ગગન ચૂમવા માટે..

ખુલ્લા આકાશમાં ઊડવા દો..

પાણીપતનું પાણી છે,

હરિયાણાનું હીર છે,

ચેલેન્જ સ્વીકારનાર એ,

ભારતનો વીર છે...

નામ નીરજ ચોપરા..


ભાલા ફેંકમાં નીરજ ચોપરાએ ભારતને ગોલ્ડ મેડલ જીતાડ્યો છે. નીરજે ફાઇનલમાં 87.58 મીટરનો થ્રો ફેંકી સીધું ગોલ્ડ પર નિશાન સાધ્યું હતું. ગોલ્ડ મેડલ જીત્યા પછી નીરજની પ્રથમ પ્રતિક્રિયા એ હતી કે આ મારા માટે અને દેશ માટે ગૌરવની ક્ષણ છે. 

જુના જમાનાથી ભાલા ફેંકવાની સ્પર્ધા થતી આવી છે.

 આધુનિક જમાનામાં એને જેવલિન થ્રો તરીકે ઓળખવામાં આવે છે.

પણ પહેલા જમાના કરતા જુદા પ્રકારની ગણાય છે.

ટોકિયો ઓલમ્પિકમાં ભારતના નીરજ ચોપરા એ જેવલિન થ્રો માં ભાગ લીધો છે. કાલે એણે સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવીને ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

ઓલમ્પિક રમતો શરૂ થતા પહેલા જર્મનીના એક ખેલાડીએ નીરજ ચોપરાને ચેલેન્જ ફેંકી હતી, કે નીરજને ફાઈનલ સુધી પણ આવવા નહીં દે..

પણ આખરે નીરજ ચોપરા ગોલ્ડ મેડલ લાવ્યો.

અને એ ચેલેન્જ આપનાર ખેલાડી પ્રથમ સિક્સ માં પણ સ્થાન પામી શક્યો નહીં.

નીરજનો અર્થ કમળ....

કમળ ખીલેને ગોલ્ડ મલી જાય,

નીરજ નામને સાર્થક કરી જાય,

મળ્યો ગોલ્ડ નીરજને ઓલમ્પિકમાં,

દુનિયામાં ભારતનું નામ રોશન કરી જાય.

નીરજ ચોપરા એ ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો.

નીરજ ચોપરાને અભિનંદન

તું હિંમત ના હાર,

હોંસલા બુલંદ હૈ.


Rate this content
Log in

Similar gujarati story from Drama