નીલમ પેલેસ
નીલમ પેલેસ
આ વાર્તા શિમલામા આવેલ નીલમ પેલેસની છે. જે એક રાજાનો પેલેસ હતો પણ હવે તે પેલેસને હોટેલમા ફેરવી નાખી. આ વાત થોડા વર્ષો જૂની છે ત્યાંના લોકલ લોકો તો આ વાતથી જાણીતા હતા. ત્યાંના નીલમ પેલેસની વાત ઘણા લોકોના મોઢેથી તમને સાંભળવા મળશે.
નીલમ પેલેસમા એક રાજવી પરિવાર રહેતો હતો. રાજાનું ચરિત્ર થોડું ખરાબ હતું પોતે પૂરો દિવસ મોજ શોખમાં પસાર કરતો. શરાબ અને શબાબની આદત હતી. તેના પેલેસમા મંજુ નામની એક નોકરાણી કામ કરતી હતી. મંજુનો પતિ કેન્સરના રોગમા મૃત્યુ પામ્યો હતો. તેથી મંજુ અને તેની દસ વર્ષની દીકરી મીરા ત્યાં રહેતા હતા. મંજુ પેલેસનું કામ કાજ કરતી અને તેની દીકરી બાજુના ગામની સ્કુલમા ભણતી. બધું બરાબર ચાલતું હતું પરંતુ શરાબ સારા એવા વ્યક્તિનું મન બદલી નાખે. તે દિવસે રાજાની પત્ની અને તેની દીકરી બે દિવસ માટે બહાર ફરવા ગયા. પેલેસમા રાજા એકલો અને આ નોકરાણી.
તે રાતે રાજા પોતાના શાહી રુમમા હતો, શરાબના નશામા લોથ પોથ હતો. નોકરાણી કામ કરવા આવી અને રાજાની દાનત બગડી અને રાજાએ નોકરાણીને જબરદસ્તી શરાબ પીવડાવી તેની ઈજ્જત લૂટી. ત્યાં જ તેની દીકરી મીરા આ બધુ જોઈ ગઈ. રાજાએ નશામા પોતાનું પાપ છુપાવવા બંનેને મારી નાખવા રાક્ષસી રૂપ ધારણ કર્યું. મંજુએ બહુ જ આજીજી કરી કે અમેં આ વાત કોઈને નહિ કહીએ તમે અમને મારો નહી. મારી દીકરી પણ નહી બોલે અમે સાવ ચૂપ રહીશું પરંતુ રાજાએ કઈ વિચાર્યા વગર બંનેને મોતને ઘાટ ઉતારી દીધા. ત્યારે મંજુ મરતા મરતા બોલી કે મારી આત્મા આ પેલેસમા કોઈને શાંતિથી નહીં રહેવા દે.
જયારે રાણી અને તેની દીકરી પાછા આવ્યા તો રાજા એ ખોટી કહાની કીધી કે મંજુ પૈસાની લૂંટ કરી ભાગી ગઈ. પણ હકીકત તો અલગ જ હતી. પછીથી તો રોજ પેલેસમા અજીબ અજીબ ઘટના ઘટવા લાગી. ક્યારેક રાતે કોઈ સ્ત્રીના રડવાના અવાજ આવે, તો ક્યારેક કોઈ ડરામણા વરુના અવાજ સંભળાય, ક્યારેક રાતે પક્ષીઓ મોતની કિંકયારીઓ કવરતા દેખાય, ક્યારેક કોઈ જોર જોરથી ચીસો પાડી રહ્યું હોઈ એવો ભાસ થાય.
રાજાની પણ તબિયત રોજબરોજ બગડતી ગઈ અને તે પણ એક દિવસ રિબાઈ રિબાઈને મરી ગયો. પછી રાણીએ આ પેલેસને વેચી વિદેશ જતી રહી અને આ પેલેસને ખરીદનારે હોટેલમા ફેરવી નાખી. પણ મંજુની આત્મા તો હજી ત્યાં જ હતી. ડરના લીધે હોટેલનો ધંધો ઓછો ચાલતો હતો તેથી તેના માલિકે એક તાંત્રિકને બોલાવી વિધિ કરાવી અને આ બંનેની આત્માની શાંતિ માટે પૂજા પાઠ કરાવ્યા. ત્યાર પછી ત્યાં આવા ડરામણા અવાજ બંધ થયાં અને લોકોએ રાહતનો શ્વાસ લીધો.
આજે પણ લોકો તે નીલમ પેલેસ ને જોવે એટલે મંજુ, તેની દીકરી તથા રાજાની વાત યાદ આવી જ જાય.

