Nirali Shah

Tragedy

4.9  

Nirali Shah

Tragedy

નેત્રદાતા

નેત્રદાતા

1 min
280


અંધ નંદિનીનો આજે સુવર્ણ દિવસ હતો. નેત્રદાન થકી મળેલી આંખોએ આજે એ દુનિયા જોવાની હતી. આમ, તો સ્વરૂપ હંમેશા નંદિની ને બધી જ જગ્યાઓ અને વસ્તુઓનું વર્ણન કરીને કાલ્પનિક દર્શન તો કરાવતો જ હતો, પણ આજથી નંદિની પોતાની આંખોથી દુનિયા જોવાની હતી. સ્વરૂપનાજ અથાક પ્રયત્નોથી નંદિનીની આંખોની રોશની પાછી મળવા જઈ રહી હતી અને એટલેજ ડ્રેસિંગ દૂર કર્યા પછી તરત જ નંદિનીને સૌપ્રથમ પોતાનાં મનનાં માણીગર એવા સ્વરૂપ ને જ નિહાળવો હતો. પણ અહો આશ્ચર્યમ્ ! જ્યારથી નંદિનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારથી તેણે એકપણ વાર સ્વરૂપનો અવાજ સાંભળ્યો નહોતો. આખરે સ્વરૂપની રાહ જોઈને થાકેલી નંદિનીની આંખો પરથી ડ્રેસિંગ દૂર કરતા કરતા ડોક્ટર માત્ર એટલું જ બોલ્યા કે," નંદિની હવેથી સ્વરૂપ હંમેશા તમારી સાથેજ  આ દુનિયા જોશે. " 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy