Rajeshri Patel

Romance

3  

Rajeshri Patel

Romance

નાજુક પ્રેમ

નાજુક પ્રેમ

3 mins
208


પ્રેમ કરવા માટે ઉંમરની નહીં પરંતુ સમજણની જરૂર પડે છે. પ્રેમને ટકાવી રાખવો બહુ જ જરૂરી છે. આજકાલ પ્રેમી પંખીડાઓ એકબીજાને થયેલ આકર્ષણને જ પ્રેમ સમજી બેસે છે. છેલ્લે પ્રેમ ઝગડામાં રૂપાંતર પામે છે.

રાહુલ અને સ્મિતા પણ આવી જ રીતે એક પ્રેમી પંખીડા હતા. રાહુલ એક કંપનીમા કામ કરતો ત્યાં તેને સ્મિતાનો ભેટો થઈ ગયો. સ્મિતાની નાક નમણાશ જ એટલી કે રાહુલ તો જોતો જ રહી ગયો. દિવસ રાત બસ સ્મિતાના સપના જોવા લાગ્યો. રાહુલના સહકાર્મચારીઓ રાહુલને ઘણીવાર કહેતા કે એ પરીને પામવાનું ખ્વાબ તું મૂકી દે. કેમ કે સ્મિતા બહુ જ ચાલાક અને ઘમંડી છોકરી છે. પરંતુ રાહુલના મનમાં સ્મિતા ઘર કરી ગઈ તેમજ હવે તો દિવસે પણ એ સ્મિતાને પામવાના સપના જોવા લાગ્યો. કહેવાય છે કે "કોઈને પણ સિદ્દતથી પ્રેમ કરો તો પુરી કાયનાત એમને મેળવવામાં મદદ કરે". સ્મિતા પણ રાહુલ જોડે વાતચીત કરતી. સ્મિતાને પણ રાહુલનો સ્વભાવ બહુ ગમવા લાગ્યો. ધીમે ઘીમે દોસ્તી થઈ. આ દોસ્તી પ્રેમમાં પરિણમી. બંનેએ એક બીજાને પસંદ કરી લગ્ન પણ કરી લીધા.

 સ્મિતા અને રાહુલ બંને બહુ જ રમુજી સ્વભાવના હતા. એક બીજા જોડે બહુ જ મસ્તી મજાક કરે. ઘરમા હોય કે બહાર, બંને પોતપોતાની મસ્તીમા જ હોય. સ્મિતા પણ બોલવામાં જબરી હતી. શરમાતી જરા પણ નહીં. તેથી જ ઓફિસમાં બધાને એમ લાગતું કે સ્મિતા બધું જ સામે બોલી દે છે તેથી તે ઘમંડી તેમજ ચાલાક છે. એટલે તો આજ સુધી કોઈ પણ કર્મચારી સ્મિતાના દોસ્ત ના બની શક્યા. જયારે રાહુલ થોડો બોલવામાં શરમાળ હતો. "ધીરજના ફળ મીઠાં " રાહુલે બહુ ધીરજથી તેમજ નિખાલસતા વાપરી. આ નિખાલસતા જ સ્મિતાને ગમી ગઈ હતી.

કોઈવાર બજારમા બંને વસ્તુ લેવા સાથે જાય તો ત્યાં સ્મિતા તો બોલવામાં ચાલુ જ થાય જાય. ગમે ત્યાં ઝગડો પણ થઈ જાય. રાહુલ સમજાવે પણ સ્મિતા માને એમ નહોતી. નમતું જોખવું સ્મિતાને જરાં પણ ના ફાવતું. જયારે ઘરે આવી બંને એ જ વાત પર ઝગડો કરે. ત્યારે સ્મિતા તો મોઢુ ફુલાવીને બેસી જાય. પરંતુ બંને પ્યાર પણ એટલો જ કરે એકબીજાને કે એકબીજા વગર થોડો સમય પણ ના ચાલે. દામ્પત્ય જીવનમાં થોડો ઝગડો થોડી તકરાર તો હોવી જ જોઈએ. એ ઝગડા પછીના મનામણાંથી જાણે એવુ લાગે કે વરસાદ તો રહી ગયો પણ રસ્તા પરની ભીનાશથી મન એકદમ રોમાન્સ અનુભવવા લાગ્યું.

રાહુલ અને સ્મિતાને ઝગડો તો ઘણી વાર થતો. તેથી ઝગડા પછી સ્મિતાને મનાવવી એટલે "લોઢાના ચણા ચાવવા બરાબર ". સારા સારાંને પરસેવો છોડાવી દે એક નંબરની તોફાની. પરંતુ આ કામ રાહુલ એટલું સિદ્દત્તથી કરતો કે સ્મિતાને ગમે તેમ કરીને મનાવી લેતો. પોતાનાથી કોઈ દિવસ દૂર ન થવા દેતો. સામે સ્મિતા ભલે થોડી જિદ્દી, ગુસ્સાવાળી હતી પરંતુ તે રાહુલને અઢળક પ્રેમ કરતી. તેના વગર એક પળ પણ એક વરસ લાગતી. ઝગડો થાય ત્યારે ગુસ્સામાં મોઢુ જરૂર ચડાવતી પણ રાહુલ પ્રત્યેની ઊંડી લાગણી જ તેને ગુસ્સામાંથી બહાર લાવતા. બંનેનો પ્રેમ જોઈને ઓફિસમાં ઘણી વાર ચર્ચા પણ થતી કે આટલો પ્રેમ એકબીજા માટે ક્યારેય જોયો નથી. ઝગડો પણ કરે પ્રેમ એથી પણ વધુ. ખરેખર આ બંને નસીબદાર પંખીડા છે આ ઝગડા પછીનો પ્રેમ તો પાછો હોય એના કરતા પણ વધુ મીઠો લાગતો. સ્મિતાને ચોકલેટ બહું જ ભાવતી એટલે રાહુલ ચોકલેટ આપે અને સ્મિતા પણ ચોકલેટ ખાધા પછી ચોકલેટની જેમ જ ઓગળી જતી.

ખરેખર પ્રેમ કરવો સહેલો છે. પરંતુ રાહુલ અને સ્મિતાની જેમ હર હાલમાં ટકાવી રાખવો અઘરો છે. આજકાલ પ્રેમીઓ તો તમને શેરીએ ગલીએ જોવા મળશે. પરંતુ ધીરજના અભાવે બહુ જ જલ્દી જુદા પડતા પણ જોયા છે.


Rate this content
Log in

Similar gujarati story from Romance