ન કહેવાયેલી વાતો - 6
ન કહેવાયેલી વાતો - 6
( ગતાંકથી શરૂ..)
આકાશ નિશાંતના ઘરે પહોંચ્યો.
" નિશાંત શું થઈ ગયું છે..? આટલું બધું ઓવર રીએક્ટ ના કર. " આકાશ રૂમમાં આવતાં બોલ્યો.
" કોઈ ઓવર રીએક્ટ ન નથી કરતું..અને મારું જવાનું ફાઈનલ છે તો તારા બહાનાં તારી પાસે રાખ.." નિશાંત સામાન પેક કરતાં બોલ્યો.
" હું કોઈ બહાનાં બનાવવાં નથી આવ્યો.પણ એક વાત તને આગાઉથી જ કહેવા આવ્યો છું."
" શું .?"
" નિશાંત જો તું રાજકોટ ગયો ને તો હું બધી જ હકીકત મિશા ને જણાવી દઈશ."આકાશે લગભગ ધમકી ના સ્વરે કહ્યું.
નિશાંત થોડી વાર આકાશ ને જોઈ રહ્યો ત્યાર બાદ સ્વસ્થ થતાં બોલ્યો..
" આકાશ તું એવું કંઈ જ નહીં કરે..!"
" હું એવું જ કરીશ..અને તને ખબર છે હું આ કરી શકું છું.."
" જો આકાશ હમણાં તો મારું અહીંથી જવું જ સારું છે, તું તો સમજ હવે મને થોડી શાંતિ જોઈએ છીએ..!" નિશાંત વિનંતી કરતાં બોલ્યો.
" હું કંઈ જ નથી જાણતો હું એ જ કરીશ જે મેં કહ્યું, પછી તારી ઈચ્છા."
" ઠીક છે તારે જે કરવું હોય તે કર." નિશાંત પોતાનો આખરી નિર્ણય જણાવતાં બોલ્યો.
" સારું, જલ્દી મળીએ મિશા સાથે.." આકાશે જતાં જતાં કહ્યું.
આકાશ તો જતો રહ્યો પણ નિશાંત ને ચિંતા હતી કે શું સાચે જ આકાશ બધું જણાવી દેશે..? પણ તે પોતાનાં નિર્ણય પર મક્કમ હતો આથી તેને વિચાર્યું હવે જે થશે તે જોયું જશે..!
***
કેફે કોફી ડે..
ધ્વનિ અને મિશા આવી ગયાં હતાં તેઓ આકાશની રાહ જોઈ રહ્યાં હતાં. થોડીવારમાં આકાશ આવ્યો તેનાં હાથમાં કંઈક હતું પણ શું હતું એ સરખું દેખાઈ રહ્યું ન હતું..આકાશ આવીને ટેબલ પર બેઠો.
" આકાશ, ધ્વનિ એ કીધું કે નિશાંતનું રાજકોટ જવાં પાછળ નું કારણ તને ખબર છે.?" મિશા એ કહ્યું.
" હા, મિશા મને ખબર છે.."
" તો આકાશ હવે તું ક્યારે કહીશ..?" ધ્વનિ એ પૂછ્યું.
" એ કારણ હું નહીં કહું.!"
" તો.?"
" મિશા, આ જો આકાશ એક આલ્બમ ડાયરી આપતાં બોલ્યો.."
" આ શું છે આકાશ..?" મિશા એ પૂછ્યું.
" આમાં તને બધાં જ સવાલોનાં જવાબ મળી જશે. એકવાર જોઈ લેજે." આકાશ મિશા ને સમજાવતાં બોલ્યો.
મિશા એ તે આલ્બમ ડાયરી પોતાની બેગમાં મૂકી અને થોડી વાતો કરીને તેઓ કેફેમાંથી છૂટાં પડ્યાં. ધ્વનિ પણ પોતાનાં ઘરે જતી રહી અને મિશા પણ ઘરે આવી તે હજું પાર્કિંગમાંથી નીકળતી જ હતી ત્યાં આદિત્ય આવ્યો.
" સારું થયું મિશા તું અહીં જ મળી ગઈ, મારે તારું જ કામ હતું.." આદિત્ય અચકાતાં બોલ્યો.
" આદિત્ય, હવે મારી પાસે કંપનીનું કંઈ જ નથી.."
" આશી, મારે વાત કરવી હતી તારી સાથે.."
આશી નામ સાંભળતાં જ મિશા ને લાગ્યું કે કંઈક અગત્યની વાત છે.
" આદિત્ય, શું થયું ઘરે બધું બરાબર તો છે ને..?" મિશાએ પૂછ્યું.
" હા, ઘરે બધું બરાબર જ છે. શું વિચાર્યું તે નિશાંત વિશે.."
" આદિત્ય, એ મારો પર્સનલ વિષય છે હું જોઈ લઈશ.." મિશા એ કહ્યું.
" આશી, હું માનું છું કે મારી સૌથી મોટી ભૂલ હતી કે મેં ડિવોર્સ લીધાં તારાથી. મારી ભૂલ મને હવે સમજાઈ છે અને હું એ બદલ માફી પણ માંગુ છું. હું મારી ભૂલ સુધારવા ઈચ્છું છું, તારાં પાસેથી ફ્કત એક ચાન્સ જોઈએ છે. મને છેલ્લી વાર તક આપીશ..?"
મિશા ને ઝટકો લાગ્યો કે આદિત્ય આ શું બોલી રહ્યો છે.
" આદિત્ય, તું શું બોલે છે..? અહીંયા કોઈ રમત ચાલે છે..! મન થાય ત્યારે લગ્ન કરવાના અને મન થાય ત્યારે ડિવોર્સ..?"
" તારી વાત સાચી છે, અને તું જે સજા આપે તે મંજૂર છે મને પણ એક તક તો આપ મને ભૂલ સુધારવાની..! મને સમજાઈ ગયું છે કે તું મારું ભવિષ્ય છે ખુશ્બુ નહીં..બોલ આશી ફરીથી લગ્ન કરીશ મારી સાથે..? તું તારો સમય લઈને તારો નિર્ણય જણાવજે..આખરી નિર્ણય મને કબૂલ હશે." આદિત્યે કહ્યું.
મિશા માટે આ બધું એકાએક થઈ જવું આઘાત સમાન હતું. તે કંઈ જ બોલ્યાં વિના ત્યાંથી ઘરે આવી.
આદિત્યની વાતો સાંભળીને મિશા તેને કોઈ પણ જવાબ આપ્યાં વિના જ પોતાનાં ઘરે આવે છે. રૂમમાં જઈને તે બેગ સાઈડ માં મૂકે છે કેટલાય દિવસથી એક પછી એક ટેન્શન તેનું મગજ થાકી ગયું હતું. તેનાં મમ્મી તે પોતાને ન ઉઠાડવાનું કહીને દવા લઈને સૂઈ જાય છે.
મિશા જ્યારે ઉઠીને ઘડિયાળમાં જુએ છે તો સાંજનાં ચાર વાગ્યા હોય છે.
મિશાના મમ્મી દરવાજો ખખડાવે છે..મિશા દરવાજો ખોલે છે.
" મિશા, ઊઠ બાર વાગ્યા ની સૂતી હતી અને અત્યારે ચાર વાગ્યાં છે..!" વર્ષા બેન દરવાજો ખોલતાં બોલ્યાં.
" હા, મમ્મી એ થોડું માથું દુઃખતું હતું એટલે વધારે સુવાઈ ગયું.."
" મિશા, બધું ઠીક તો છે ને.?"
" હા, બધું ઠીક જ છે..કેમ..?"
" ગીતાબેન નો ફોન આવ્યો હતો, તેમણે કહ્યું કે નિશાંત રાજકોટ જાય છે.."
" મમ્મી નિશાંત એ ટ્રાન્સફર લીધું છે એટલે..અરે હા, એને તો પાંચ વાગ્યે આજે નીકળવાનું હતું.."
" તો હજું બેઠી છો કેમ જા જલ્દી કર.."
" હા.."
મિશા જલ્દી જલ્દીમાં ઘરેથી નીકળે છે..ફોન જુએ છે તેમાં ધ્વનિના ઘણાં બધાં મિસકોલ હતાં. મિશા ફટાફટ નિશાંત ના ઘરે પહોંચી.
" સોરી, નિશાંત થોડું મોડું થઈ ગયું." મિશા એ માફી માગતાં કહ્યું.
" વાંધો નહીં મિશા, બસ હવે નીકળવાની તૈયારી જ કરતો હતો.." નિશાંત પોતાનો સામાન બહાર મૂકતાં બોલ્યો.
" આકાશ નથી આવ્યો હજું..?" મિશા એ ધ્વનિ ને પૂછ્યું.
" ના, મિશા આકાશ નથી આવ્યો અને તેનો ફોન પણ બંધ છે.." ધ્વનિ એ કહ્યું.
" આકાશ નહીં આવે મને ખબર છે, તેણે મારી નંબર પણ બ્લોક કરી દીધો છે." નિશાંત જણાવતાં બોલ્યો.
" કેમ ?? " મિશા અને ધ્વનિ સાથે બોલ્યાં.
" કદાચ તેને ના ગમ્યું હું જાવ છું તે એટલે.."
" ગમતું તો કોઈ ને નથી તો શું કામ જાય છે..?" ગીતાબેન બોલ્યાં.
" મમ્મી, તને મળવા આવતો રહીશ ને..હવે શાંતિથી જવાં દે મને.!" નિશાંત તેનાં મમ્મી ને સમજાવતાં બોલ્યો.
" ચાલો તો હવે હું નીકળું..ધ્વનિ, મિશા અત્યાર સુધી નો તમારી સાથેનો સમય ખરેખર ખૂબ સરસ રહ્યો..મળીશું હવે ક્યારેક..! "
" કેમ નિશાંત ક્યારેક, તું આવીશ તો ખરો ને અહીંયા..?" મિશા એ પૂછ્યું.
" જોઈએ હવે ક્યારે આવીશ.બાય.." નિશાંત બધાંને મળીને ત્યાંથી પોતાની કાર લઈને નીકળી ગયો તેને એક વાતની ખુશી હતી કે આકાશે મિશા ને કંઈ જ કહ્યું ન હતું.
આ બાજુ આકાશ પોતાનાં ઘરે અહીંથી ત્યાં આંટા મારી રહ્યો હતો. ફોન ઓન કર્યો તો ધ્વનિ નો મેસેજ હતો કે નિશાંત રાજકોટ માટે નીકળી ગયો હતો.
આકાશ સમજી ગયો કે મિશા એ ડાયરી વાંચી નથી હજું સુધી.! કદાચ આજે પહેલી વાર આકાશ ને મિશા પર ગુસ્સો આવી રહ્યો હતો કે તેનાં લીધે જ આજે તેના બેસ્ટ ફ્રેન્ડ સાથે આ રીતે વાત કરી, તે શહેર છોડી ને ગયો છતાં પણ પોતે તેને મળી પણ ન શક્યો..આખરે એવું તો કયું કામ હતું કે મિશા એ ડાયરી ન વાંચી.?
મિશા ઘરે આવી . રાત્રે જમીને રૂમમાં તેનાં બેગ પર નજર ગઈ ત્યારે યાદ આવ્યું કે આકાશે તેને એક ડાયરી આપી હતી તે વાંચવાની રહી જ ગઈ..! મિશા એ તે ડાયરી લીધી અને પોતાની બાલ્કનીમાં આવી. સ્વીચ ઓન કરી તો તેનો સફેદ ઝૂલો બ્લ્યુ કલર ની લાઈટથી વધારે સુંદર થઈ ગયો હતો.મિશા ઝુુલા પર બેઠી અને ડાયરી ખોલી... પહેલું પેજ ખોલતાં જ એક સ્કેચ ડ્રો કરેલું હતું. મિશા એ જોયું તો તે તેનું જ સ્કેચ્ હતું એકદમ પરફેક્ટ.! મિશા ને નવાઈ લાગી કે તેનું સ્કેચ આ ડાયરીમાં અને આ લુક તો તેનાં કોલેજનો હતો.! આ ડાયરી આખરે છે કોની જે મને આકાશે આપી છે..??
બધાં સવાલોનાં જવાબ હવે આ ડાયરીમાં જ હતાં એટલે મિશા એ પેજ બદલ્યું...
વેલકમ ટુ નિશાંત વર્લ્ડ
" મતલબ કે આ ડાયરી નિશાંતની છે.! પણ એ મારી કોલેજમાં..? હું પણ ક્યાં વિચારવા બેસી ગઈ જ્યારે જવાબ તો મારી પાસે જ છે.! " મિશા પોતાને જ સમજાવતાં બોલી..અને આગળ વાંચવાનું શરૂ કર્યું .
હવે, આ બે વર્ષ છેલ્લાં રહ્યાં છે. આ શહેરમાં મારાં એમબીએ માટે.
અંજાર કહું કે અંજાન પણ આજ સુધી આ શહેર પ્રત્યે કોઈ લગાવ થયો જ નથી. લાગે છે કે હવે થઈ જશે..અરે આ શહેર સાથે લગાવ..! આજે સવારે બસ સ્ટેશન પર કોઈ મળી ગયું..બસ એને જોઈને આ હૃદય એક ધબકારો ચૂકી ગયું, બધી જ કવિતાઓ આજે યાદ આવી ગઈ. વિચાર્યું ન હતું કે કોઈ આ રીતે ગમશે મને અને એ પણ ઝઘડાળું ! હા, ત્યાં તે કોઈ સાથે ઝગડો કરી હતી. ગુસ્સામાં પણ તેની ચહેરો યાદ રહી ગયો અને તે જ મેં આ કાગળ પર ઉતારી દીધો. શું ખબર હવે એ મળશે કે નહીં..? તો પણ ભગવાનને એક જ વિનંતી બસ ફરી એકવાર દર્શન કરાવે આ દેવીના. કાલથી એક નવા વર્ષની શરૂઆત જોઈએ કેવી થાય છે..!
મિશા ને યાદ આવ્યું કે જ્યારે તે એકવાર અંજાર ગયેલી ત્યારે કોઈ સાથે ટિકિટ ને લઈને બહું જોરદાર ઝગડો થયેલો..યાદ કરીને મિશા ના ફેસ પર એક સ્માઈલ આવી ગઈ.. પેજ બદલતાં જ એક તારીખ લખેલી હતી તે હતી નવું સેમેસ્ટર શરૂ થયાની તારીખ..
17 જુલાઈ 2015.
શું કહું હું તને આજે ડાયરી એ જ નથી સમજાતું, મને નોહતી ખબર કે ભગવાન આટલી જલ્દી સાંભળી લે છે.. કાલે જે દેવી ની વાત કરી હતી ને આજે એ દર્શન આપી જ ગયાં.! સાચું કહું છું, એ મારી જ કોલેજમાં જ છે પણ અલગ ક્લાસમાં. વાહ રે ભગવાન તારી માયા.! હું વિચારતો હતો કે તેને દેવી તો કહેવાય નહીં ને..તો શું કહીશ..? નામ તો મને પણ નથી ખબર હજું. કંઈ નહીં એક જ તો કોલેજ છે તો નામ તો ખબર પડી જ જશે. કાલે તો ફ્રેશર પાર્ટી છે જોઈએ એ કાલે આવે છે કે નહીં..? જો યોગ્ય લાગશે તો નામ પૂછીશ તેનો મૂડ સારો હોય તો જ હો..! હા, નહીંતર આખી કોલેજ સામે એની સેન્ડલ થી ધોલાઈ થાય એવું તો નહીં જ કરું.
મિશા વાંચતાં વાંચતાં ક્યારે તેનાં કોલેજના દિવસોમાં સફર કરવાં સરી પડી એ ખબર જ ના પડી..! સવારે 9 વાગ્યે મિશાનો ફોન વારંવાર રીંગ વગાડી રહ્યો હતો. મિશાની ઊંઘમાં ખલેલ પડી તે ઉઠી ત્યારે ખબર પડી કે તે ઝુલાં પર જ સૂઈ ગઈ હતી. તેણે કોલ રિસિવ કર્યો..
" હેલ્લો, નિશાંત બોલ.."
" શું બોલ, ક્યાં છે તું ? કેટલાં ફોન કર્યાં પણ.." નિશાંત એ કહ્યું.
" હું સૂતી હતી એટલે ખબર ના રહી.."
" સ્ટુડિયો નથી જવાનું..? અને કેમ અત્યારે છેક જાગી..? એ તો ધ્વનિ એ કીધું કે તું સ્ટુડિયો નથી ગઈ હજી ને ફોન પણ નથી ઉપાડતી.."
" હા, એ રાતે સૂવામાં મોડું થઈ ગયું હતું એટલે.."
" મિશા, બધું ઠીક તો છે ને ! આદિત્ય.."
" આદિત્ય નું કંઈ નથી થોડું કામ હતું એટલે હવે હું ફોન મૂકું નહીંતર વધારે મોડું થઈ જશે..!" મિશા એ કહ્યું.
" હા, સારું બાય.."
" બાય.."
મિશા વિચારતી હતી કે આજ સુધી ક્યારેય નિશાંત એ અણસાર પણ નથી આવવા દીધો કે તે મને પહેલેથી જ ઓળખે છે પણ કેમ..? અને આકાશ ને આ વાત ખબર છે..? બધાં વિચારોનાં વંટોળ સાથે મિશા સ્ટુડિયો જવાં નીકળી.
મિશા જલ્દીથી તૈયાર થઈને સ્ટુડિયો જવાં નીકળે છે. ઘરની બહાર નીકળતા જ આદિત્યનાં ઘર સામે મિશાની નજર જાય છે, તેને કાલની આદિત્યની વાત યાદ આવી જાય છે. મિશા તેનાં વિચારો ખંખેરી ને ફટાફટ સ્ટુડિયો પહોંચે છે. તે આજે મોડી આવી હોય છે એટલે તરત જ શો ચાલુ કરે છે...આખરે શો પૂરો થાય છે, પણ અત્યાર સુધી એક પણ વાત આકાશ દેખાયો ન હતો..!
મિશા બહાર આવીને ધ્વનિ ને પૂછે છે..
" ધ્વનિ, આકાશને જોયો છે..?"
" અરે, આકાશની તો વાત જ ના પૂછ.! " ધ્વનિ એ કહ્યું.
" કેમ, શું થઈ ગયું ..?" મિશા એ પૂછ્યું.
" એક તો સવારમાં મોડો આવ્યો અને ઉપર થી આજનો શો પણ કેન્સલ કરી દીધો. શુભમ સર બરાબરના ગરમ થઈ ગયાં અને વોર્નિગ આપીને ગયાં છે."
" હદ છે, હવે તો આમ ક્યાં સુધી ચાલશે.."
" તો શું મિશા, આટલું ઓવર રીઍક્ટ તો નિશાંતની ગર્લફ્રેન્ડ હોત ને તો પણ ના કરેત..!"
" ધ્વનિ, આમ મજાક ના બનાવ બિચારા નો.આકાશ ક્યાં છે..?
" એની કેબિનમાં હશે.."
મિશા આકાશની કેબિનમાં આવે છે. આકાશ આંખો બંધ કરીને તેની ચેર પર બેઠેલો હોય છે.
" આકાશ." મિશા આકાશ ને ઉઠાડવા કહ્યું.
" ઓહ્, આવ મિશા, સમય મળી ગયો." આકાશે પૂછ્યું.
" તું પૂછે છે કે ટોન્ટ મારે છે..?" મિશા એ આશ્ચર્ય સાથે કહ્યું.
" એ તો તને જે સમજાય એ.."
" આકાશ, આવી રીતે કેમ વાત કરે છે..?"
" મિશા મેં તને ડાયરી આપી હતી, શું થયું વાંચી કે..?"
" હા, શરૂઆત વાંચી છે, જો તને બધી ખબર હતી કે અત્યાર સુધી કીધું કેમ નહીં ? " મિશા એ શાંતિથી પૂછ્યું.
" જો મારાં હાથમાં હોત તો બહુ પહેલા જ કહી દીધું હોય, અને તે ડાયરી કાલ જ વાંચી લીધી હોત તો કદાચ નિશાંત અહીંયા.."
" આકાશ હું નિશાંત સાથે વાત કરી લઈશ.." મિશા ત્યાંથી દરવાજા તરફ જતાં જતાં બોલી.
" મોડું ના થઈ જાય મિશા, યાદ રાખજે.." આકાશ થોડાં ઉંચા આવાજ સાથે બોલ્યો.
" શું અર્થ થયો તારાં આ કહેવાનો..?"
" નિશાંતને ડિપ્રેશન છે. છેલ્લા બે વર્ષથી..આંટીને નથી ખબર પણ તે અહીંયા હતો તો આંટી તેનું ધ્યાન તો રાખી શકતાં હતાં પરંતુ હવે તે ત્યાં એકલો છે ! "
" ડિપ્રેશન.? " મિશા બોલી.
" હા, એક વાત તને જણાવી દેવ..હું કાલે રાજકોટ જાવ છું અહીંની જોબ છોડીને નિશાંત પાસે..નિશાંત કંઈ પણ કર્યું તો જવાબદાર .." આકાશ અધૂરું મૂકીને જ ત્યાંથી નીકળી ગયો.
મિશાની ચિંતામાં હવે વધારો થઈ ગયો. હવે, એ કદાચ નિશાંતના ડિપ્રેશનનું કારણ હતી એ આકાશનું માનવું હતું. નિશાંતની ડાયરી, આદિત્યની વાત અને હવે આકાશનું આવું વર્તન.! મિશા વિચારતી હતી આ બધું શું થઈ ગયું અચાનક..? બે વર્ષથી માંડ માંડ નોર્મલ જિંદગી જીવવાની શરૂ થઈ હતી ત્યાં આ બધું.!
મિશા પોતાનાં કેબિનમાં આવે છે. ડાયરી હજું સુધી તેની પાસે જ હતી આખરે કામ પૂરું થતાં તે ડાયરી ખોલે છે..કોલેજ સમયથી લઈને હમણાં અંજાર જવાં સુધીની બધી નાની નાની વાતો પણ નિશાંતે તેમાં લખી હતી.. એ તમામ ખાસ દિવસના મિશાના સ્કેચ સાથે.! મિશા ને સમજાતું ન હતું કે હવે શું કરવું..? દર વખતે જે સાચી સલાહથી તેની મુશ્કેલી દૂર કરતો એ આકાશ હવે કદાચ પોતાની એક પણ મદદ નહીં કરે એ વિચાર મિશા ને વધુ અસહાય બનાવતો હતો.
આખો દિવસ મગજમાં ચાલતાં વિચાર યુદ્ધ વચ્ચે સાંજે સાત વાગ્યે મિશા સ્ટુડિયોથી નીકળે છે.
ક્રમશ:

