Jyoti Gohil

Romance Fantasy Others

4.5  

Jyoti Gohil

Romance Fantasy Others

ન કહેવાયેલી વાતો - 2

ન કહેવાયેલી વાતો - 2

10 mins
146


  આકાશ : " કયા બાત હે.! આજે સવાર સવારમાં વિશાલ મિશ્રાનું સોંગતારી લવ સ્ટોરી યાદ કરતી હતી કે શું??" આકાશ કેબિનમાં આવતાં જ બોલ્યો.

હું : " હા, અને તું એમાં વિલન બની રહ્યો છે!"

આકાશ : " ના ભાઈ ના આપણે તો હીરો માણસ હો..વિલન નહીં."

હું : " ચાલ, હવે બોલ શું કામ હતું..?"

આકાશ : " ટાઈમ જો કોન્ફરન્સ રૂમમાં બધાં આવી ગયાં છે!"

હું : " અરે મિટિંગ તો ભૂલાય જ ગઈ"

    અમે કોન્ફરન્સ રૂમમાં આવ્યાં.

શુભમ સર : " સો આ વર્ષની આપણું આરજે સેલિબ્રેશન એક અનોખા સિટીમાં થવાનું છે"

રિયા : " હા, સર પણ એ સિટી ક્યું છે?"

હું કદાચ મનોમન ઈચ્છતી હતી કે બસ આ અમદાવાદ ના હોય

શુભમ સર : " તો એ સિટી છે.. અંજાર, કચ્છનું એક અદ્ભુત નગર. તમને એટલે કે અત્યારે અહીં રહેલાં બધાં આરજે ને સાત દિવસ માટે આ ઇવેન્ટ નો ભાગ બનવાનો ચાન્સ મળે છે. ઈંજોય યોર ટુર"

   બધાં જ ખુશ હતાં કારણકે આ કામના દિવસોમાંથી સાત દિવસ અંજાર અને કચ્છ ને માણવાની મજા માણવાની હતી.હું થોડી વધારે જ ખુશ હતી કેમ કે મને આજે કોલેજ પૂર્ણ થયા પછી પહેલીવાર એ શહેરમાં પાછું જવાનું મળવાનું હતું..ફરીવાર એ દિવસો યાદ કરવાનો એક અવસર.!!

    પછી તો શું બધાં લાગી ગયાં પોત પોતાની પેકિંગ માં..બસ બીજા દિવસે જ અંજાર માટે નીકળવાનું હતું. બધાં પોતાના વાહનો માં અલગ અલગ આવવાના હતાં..હું, ધ્વનિ, આકાશ અને અમારી સાથે નિશાંત પણ આકાશની કારમાં જ આવવાનાં હતાં.અમે લગભગ રાતે 8 વાગ્યે સુરતથી નીકળ્યાં. અને શરૂ થઈ અમારી સુરતથી અંજારની સફર.!

નિશાંત : " મિશા, એક વાત પૂછુ?"

હું : " હા, બોલ"

નિશાંત : " એક વાર મે તારી પાસેથી જ સાંભળ્યું હતું તે ડિગ્રી અંજારની કોલેજ માંથી લીધી હતી?"

હું : " હા તો?"

આકાશ : " તો કોઈ મળી જાય ને ત્યાં જે તને ઓળખતું હોય તો અમને પણ ખબર પડે ને તારી કોલેજ લાઈફ વિશે"

હું : " હા, જો કોઈ મળે તો ચોક્કસ પૂછી લેજે"

ધ્વનિ : " મિશા, તું ક્યાં આની બક્વાસ સાંભળે છે"

આકાશ : " વાહ્ નિશાંત હવે તો આપણી વાતો પણ બકવાસ છે!! "

નિશાંત : " શાંતિ થી બેસો ભાઈ હવે કંઈ બોલવા જેવું નથી"

ધ્વનિ : " એ જ સારું રહશે"

       લગભગ 4 કલાક પછી ફ્રેશ થવા માટે અમે થોડીવાર માટે એક હોટેલ પર રોકાયા હવે આકાશને પણ ઊંઘ આવી રહી હતી એટલે હવે નિશાંત ડ્રાઈવ કરવાનો હતો ત્યાં જ મારી નજર એક વ્યક્તિ પર પડી તે મારી સામેની સાઈડ હતી પણ અંધારા માં તેનો ચેહરો સ્પષ્ટ નોહતો દેખતો. પરંતુ તેનાં હાથમાં ચમકતી એક રીંગ પર ધ્યાન જતાં જ મારાં મોઢામાંથી અનાયાસે જ નીકળી ગયું..

" આદિત્ય"

ધ્વનિ : " શું થયું મિશા??"

હું : " ક કંઈ નહિ.."

આકાશ : " શું કઈ નહિતું બોલી હમણાં આદિત્ય..કોણ આદિત્ય?"

હું : " ના, એ તો મને લાગ્યું કે તેમને હું ઓળખું છું પણ એ કોઈ બીજું હતું"

આકાશ : " ઓકે, તો ચાલો હવે જઈએ.. "

     અમે ત્યાંથી નીકળ્યાં. પેલી વ્યક્તિ તો અમારી પહેલા જ નીકળી ગઈ હતી મને પણ થયું કે આદિત્ય અહીં ક્યાંથી હોય..!! મે અમારી આ મસ્તી ભરેલી ટુર પર જ ફોકસ કરવાનું યોગ્ય લાગ્યું

વેલકમ ટુ અંજાર

     અંજાર.. ઐતિહાસિક નગર કહીએ તો પણ કંઈ ખોટું નથી.!! અહીંયા ની ખાસ ગલિયો જ્યાં મે સુવર્ણ ત્રણ વર્ષ વિતાવ્યાં છે. અહીં આવતાંની સાથે જ જાણે ભૂતકાળ ફરીથી જીવાતો હોય ને એવું લાગી રહ્યું હતું.પણ ક્યાં ખબર હતી કે આ ત્રણ દિવસની અંજારની સફર મને ફરીથી એ ત્રણ વર્ષમાં પાછળ ધકેલી દેશે !

નિશાંત : " તો ચાલો અંજાર ની મોજ માણવા?"

આકાશ : " હા, મોજ પછી માણીશું.. અત્યારે 7 વાગી ગયાં છે જમીને આરામ કરીશું કાલે સવારે જઈશું આમ પણ આપણો પ્રોગ્રામ રાતનો છે.."

ધ્વનિ : " હા કાલે જ જઈશું"

હું : " ચાલો ત્યારે ગૂડ નાઈટ"

      બધાને અલગ અલગ રૂમ અપાયેલાં હતાં.જેમાં મારો એક જ રૂમ થર્ડ ફ્લોર પર હતો..ધ્વનિ, નિશાંત અને આકાશ ના રૂમ સેકન્ડ ફ્લોર પર હતાં. બધાં જ થાકી ગયા હોવાથી સવારે 8 વાગ્યે ઉઠ્યા.અને 10 વાગ્યે નીકળી પડ્યાં અંજાર શહેર જોવા ! સૌથી પહેલા અમે જેસલ તોરલ ની સમાધિ જોઈ. ત્યારબાદ અહીના ઐતિહાસિક કિલ્લાઓની સેર કરી.અને સાથે અઢળક ફોટાઓ તો ખરા જ.!! ત્યાં ફરી વાર મને તેજ રીંગ દેખાઈ બસ આ રીંગ ની ચમક જ દેખાય રહી હતી પણ એ વ્યક્તિ નો ચેહરો હજુ સુધી દેખાયો નોહતો, પરંતુ એક સરખી રીંગ ‌ઘણાં લોકો પાસે હોઈ શકે એમ માની મે વિચારો ખંખેરી નાખ્યાં..!!.. અંજાર ફરતાં ફરતાં બપોર થઈ ગઈ.

ધ્વનિ : " ચાલો, હવે પાછા જઈએ સાંજે સેલિબ્રેશન માં પણ જવાનું છે!"

નિશાંત : " હા હા થોડો આરામ કરી લઈએ"

 અમે બધાં હોટલ પર પાછાં ફર્યાં..સાંજ ને આરજે પાર્ટી અહીં થી લગભગ 30 મિનિટ દૂર હતી.7 વાગ્યે બધાં પાર્ટી માં પહોંચી ગયાં..અહીં ગુજરાતનાં નામી આરજે હજાર હતાં બધાં સાથે સમય ખૂબ ઝડપી પસાર થઈ ગયો.. રાત ના 1.30 વાગ્યાં હતાં પરંતુ ધ્વનિ અને આકાશ ને તો હજુ પણ અહીં જ રહેવાનો ઈરાદો હતો..અને મને પણ ખબર હતી કે તેઓ સવાર સુધી અહીંથી નીકળશે જ નહિ. આખરે હું એમને કહ્યાં વિના જ એકલી જ હોટેલ આવવા નીકળી ગઈ રસ્તો આમ તો લોકો અને વાહનોની અવરજવરવાળો હતો તેથી ડર જેવું તો કંઈ હતું નહિ.!!

        કચ્છ હતું આ વરસાદ ઓછો જ પડે સામન્ય રીતે અહી પણ આજે વાદળો બંધાઈ રહ્યાં હતાઅને વાતાવરણ પણ એ પહેલા વરસાદ ની આવતી માટી ની મહેક ની સાથે ઠંડા પવનોથી તરબોળ થઈ ગયું હતું..મને ચાલવાની એટલી મજા આવતી હતી કે હું કંઈ પણ વિચાર્યા વિના જ મારી જ ધૂનમાં ચાલી રહી હતી..અચાનક સંભળાતાં એ કોઈના પગલાંઓના અવાજે મારી તન્દ્રા તોડી ..રોડ પર વાહનો તો આવતાં જતાં હતાં છતાં પણ એક અજાણ્યો ડર મનમાં વ્યાપી ગયો.

" આશી"

એક જાણીતો અવાજ સંભળાયો. મે પાછળ ફરી ને જોયું તો.

" આદિત્ય"

આદિત્ય : " હજું પણ રસ્તામાં એટલી જ ડરે છે !"

હું : " ડરવું જ પડે ને કોણ ક્યારે રંગ બદલશે શું ખબર.?"

આદિત્ય : " આશી. આઈ મીન આરુષિ"

હું : " આરજે મિશા"

આદિત્ય : " હા, હવે તું આરજે મિશા બની ગઈ.મારી આશી નથી!!"

હું : " આદિત્ય, હવે મારી એક અલગ લાઈફ છે અને હું નથી ઈચ્છતી કે"

આદિત્ય : " કે જૂની વાતો ફરીથી દખલ કરે મને ખબર છે.અને અહીં હું કોઈ જ અડચણ ઊભી કરવા નથી આવ્યો બસ સંજોગ હતો કે આજે આપણે આ શહેરમાં ફરીથી મળ્યાં.".

હું : " તો હવે પ્રાર્થના રહશે કે ફરીથી ના મળીએ.!!"

આદિત્ય :" એ તો ભગવાનની ઈચ્છા પણ અત્યારે હું તને તારી હોટેલ સુધી મૂકી જઈશ અને તું ના નહિ પાડે.!!"

હું : " કેમ "

આદિત્ય : " હું પણ તેજ હોટેલમાં રોકાયો છું એટલે"

હું : " ઓકે".

અમે ચાલવા લાગ્યાં આજે પણ આદિત્ય ના હાથ માં એ જ રીંગ હતી મારું ધ્યાન જતાં જ તે બોલ્યો..

આદિત્ય : " તારી આપેલી જ ગિફ્ટ છે"

હું : " મે નથી પૂછ્યું !!"

આદિત્ય : " પણ મને થયું કે કહી દઉં.એક વાત પૂછી શકું.??"

હું : " હા "

આદિત્ય : " લગ્ન કરી લીધાં.??"

હું : " કહેવું જરૂરી છે"

આદિત્ય : " સારું, ના કહેવું હોય તો."

      હોટેલ આવતાં ની સાથે હું અને આદિત્ય છૂટાં પડ્યાં. મને થયું અહીં આ વાત પૂરી પરંતુ આવનારી સવાર કેટલાય પ્રશ્નો સાથે મારી રાહ જોઈને બેઠી હતી એ મને ક્યાં ખબર હતી!!!

સવારે લગભગ 9 વાગ્યે આકાશનો ફોન આવ્યો અને નીચે આવવાં કહ્યું

મિશા રૂમની બહાર નીકળી ત્યાં જ સામેનાં રૂમમાંથી આદિત્ય પણ બહાર આવ્યો

આદિત્ય : " ગુડ મો્નિંગ, આશી.."

મિશા : " મારું નામ મિશા છે !!"

આદિત્ય : " ઓહ્, સોરી મિશા આદત નથી ને આ નામ બોલવાની"

મિશા : " સારું છે ને આદત નથી આમ પણ તમારે આ નામ ક્યાં રોજ લેવાનું હોય છે!"

આદિત્ય : " હા.. એટલે જ.." ત્યાં જ આકાશ મિશા ને લેવાં આવી ગયો.

આકાશ : " મિશા, ચાલ ને હવે મોડું થાય છે."

મિશા : " હા, ચાલ"

આદિત્ય : " મિસ.મિશા જવું જ છે બસ.."

મિશા : " હા, અજાણ્યાં લોકો સાથે વધુ ના રહેવાય" અમે પાછાં સુરત આવવા માટે નીકળ્યાં ત્યાં જ આકાશનાં સવાલો શરૂ થયાં.

આકાશ : " મિશા કાલે રાત્રે તું પાર્ટી માંથી નીકળી ત્યારે કોની સાથે હતી..??"

મિશા : " કોઈની સાથે ન હતી. હું એકલી જ હતી ત્યારે તો..

આકાશ : " ના, રૂમ ની બહાર તું જેની સાથે વાત કરતી હતી. એ જ વ્યક્તિ હતો ને.??"

મિશા : " હા, એ કાલે મને મળ્યાં હતાં અને હોટેલ સુધી સાથે હતાં"

આકાશ : " ઓળખે છે એમને"

મિશા : " હા, કોલેજમાં અમે સાથે હતાં."

ધ્વનિ : " તો એ તારાં ખાસ ફ્રેન્ડ હશે ને ..? કારણકે કાલે અમે સાંભળ્યું કે તે તને આશી કહે છે!"

મિશા : " શું છે આ બધું?? હું ફ્કત તેને ઓળખતી હતી વાત પૂરી બસ."

નિશાંત : " ગુસ્સો ના કર. રિલેક્ષ યાર ખાલી પૂછીએ છીએ"

મિશા : " પણ મારે કોઈ જ જવાબ આપવો નથી"

       અમારી વચ્ચે નો માહોલ શાંત બની ગયો..કોઈ કશું બોલતું જ ન હતું..

આખરે આકાશે સોંગ શરૂ કર્યાં પણ તેની મિશા પર કોઈ અસર ન થઈ. સુરત પહોંચ્યા સુધી મિશા એક શબ્દ પણ ન બોલી.આખરે મિશા ના ઘર ના ગેટ પાસે આકાશે કાર રોકી

આકાશ : " મિશા, સોરી હું જસ્ટ મસ્તી કરતો હતો"

મિશા : " ઈટ્સ ઓકે.."

       મિશા પોતાનો સામાન લઈને જતી રહી..ત્યાં જ ધ્વનિ બોલી

" આકાશ, કેટલી વાર કીધું છે કે તેની સાથે આવાં મજાક ન કર.."

આકાશ : " સોરી તો કીધું..મને થોડી ખબર હતી કે દિલ પર વાત લઈ લેશે ?"

ધ્વનિ : " નેક્સટ ટાઈમ તું કંઈ ન બોલતો પ્લીઝ"

આકાશ : " હા, સારું"

            મિશા પોતાનાં ઘરે આવી. તરત જ તેનાં હાથમાં રહેલો ફોન અને તેનો સામાન તેણે ફેંકી દીધો. ખબર નહિ કઈ વાત નો ગુસ્સો હતો.. આકશ એ પુછ્યું તેનો? આદિત્ય મળ્યો તેનો..? કે પોતે તેની સાથે વાત કરી તેનો?? કંટાળીને તેણે પોતાની ડાયરી લખવાનું જ પસંદ કર્યું .

 આજે ફરી એકવાર આદિત્ય મળ્યો. આજે મને મારાં પર જ ગુસ્સો આવે છે કે હું એ માણસ ને મળી જ શું કામ..? અને વાત કેમ કરી ? જે મારાં આજ સુધી એકલાં રહેવા અને મારાં નામ બદલવાનું કારણ છે! ભવિષ્યમાં ક્યારેય પણ તેને હું ફરી ન મળું એ જ પ્રાર્થના કરીશ ફરી એક વાર એ ભૂતકાળ ના દ્રશ્યો જોવાની ન તો મારી હિંમત છે ન તો માનસિક સ્થિતિ.!

સવારે ઊઠીને જોયું તો આકાશના 10 મિસ્સ કોલ હતાં બિચારા નો વાંક જ નોહતો મારું જ મગજ ખરાબ હતું કાલે..એમ વિચારીને મિશા એ આકાશ ને કોલ કર્યો. થોડી વાત કરી તૈયાર થઈ સ્ટુડિયો જવાં માટે.

    મિશા દાદરમાંથી નીચે ઊતરતી હતી ત્યાં જ તેને જોયું કે તેનો સામેનો ફ્લેટ જે ખાલી હતો ત્યાં કોઈ નો સામાન શિફ્ટ થતું હતું ..ચાલો સારું થયું કોઈ પાડોશી મળશે એમ વિચારી મિશા સ્ટુડિયો જવાં નીકળી .

સ્ટુડિયો..

ધ્વનિ : " ગુડ મો્નિંગ મિશા"

મિશા : " ગુડ મર્નિંગ.."

આકાશ : " મિશા,.."

મિશા : " પ્લીઝ, હા હવે સોરી ના કહેતો"

આકાશ : " બસ આ વખતે સોરી રાખી લે આગળ થી ભૂલ થઈ તો તારું સેન્ડલ અને મારું માથું"

મિશા : " ચોક્કસ "

આકાશ : " મિશા, શો ની લિંક આવી ગઈ છે જલ્દી..!"

મિશા : " હા, હા"

મિશા એ શો શરુ કર્યો

" ગુડ મો્નિંગ સુરત હેલ્લો એન્ડ વેલ્કમ્મ ઈન મોર્નિંગ નં.1 . સાત દિવસ પછી મારાં વ્હાલાં સુરતીઓનું સ્વાગત છે મિશાના શોમાં.!

 હું તો મારાં હોલીડે ગ્રેટ બનાવી આવી હવે ચાન્સ છે તમારી સવાર ને બ્યુટીફુલ બનવાનો તો મોકલી આપો સોંગ તમારી ફરમાઈશ ના ઓનલી ઓન રેડ એફએમ."

 " ધીમે ધીમે જો આ શું થઈ રહ્યું..

મનમાં ચાલે શું સમજું નાં કશું."

 સોંગ ભલે કોઈ બીજાની ચોઈસનું હતું પણ મારી પરિસ્થિતિ માટે બરોબર જ હતું..હજું પણ આદિત્યમાં જ મગજ અટવાયું હતું !

  આખરે મે શો પૂરો કર્યો મારું માથું સખત દુખતું હતું. ઘરે આવી ને તરત જ હું સૂઈ ગઈ જમવાની પણ તસદી ના લીધી.. ચાર વાગ્યે છેક હું ઊઠી..તરત જ ફોન રણક્યો, મે જોયું તો પપ્પાનો ફોન હતો

મિશા : " કેમ છો, પપ્પા.??"

પપ્પા : " ઠીક છું, આશી તને કેમ છે..??"

મિશા : " સારું છે"

પપ્પા : " તારી મમ્મી તારી ચિંતા કરે છે ક્યારની લે વાત કર"

મમ્મી : " મિશા, તું ઠીક તો છે ને દીકરા.."

મિશા : " હા મમ્મી, તો ખોટી ચિંતા ન કર."

મમ્મી : " ખોટી ચિંતા નથી આશી, તું અહી આવી જાને રહેવા..લોકો જે કહે એ અમે થોડાં તને કંઈ કહીયે છીએ??"

મિશા : " મમ્મી તમે નથી કહેતાં પણ જે બાકી લોકો તમને સંભળાવે છે ને એ મને નથી ગમતું એટલે હું અહીં જ રહીશ..અને તને શું થયું છે આજે હું તો છેલ્લાં બે વર્ષથી અહીં રહું છું..??"

મમ્મી : " આશી, આદિત્યનું ટ્રાન્સફર ત્યાં થયું છે અને તે ફેમિલી સાથે સુરત આવે છે !"

આંચકો તો મિશાને પણ લાગ્યો.

મિશા : " હા, તો ભલે ને આવે મમ્મી સુરત કંઈ નાનું થોડું છે..! અને હજી હું ઊઠી છું, ચા પીવી છે હવે..પછી કોલ કરું.."

પપ્પા : " ધ્યાન રાખજે અને જરૂર પડે તો અહી આવતી રહેજે!"

મિશા : " હા, પપ્પા.."

મમ્મી : " સારું, જય શ્રી કૃષ્ણ.."

મિશા : " જય શ્રી કૃષ્ણ.."

   આદિત્ય નામ નું વાવાઝોડું બે વર્ષ પછી પાછું આવ્યું જ લાઈફમાં એમ વિચારતાં વિચારતાં મિશા પોતાનાં ચા નો કપ લઈને તેની ફેવરિટ બાલ્કનીના ઝૂલા પર બેઠી..આજે ફરી એકવાર ભૂતકાળનાં એ દ્ર્શ્યો મગજ પર ભારી થઈ રહ્યાં હતાં આ વિચારી ખંખેરવા મિશા એ ચા પીવાનું જ મુનાસિફ સમજ્યું. ત્યાં જ ડોર બેલ વાગી..

મિશા : " કોઈ શાંતિથી ચા પણ પીવા દેતું નથી કોણ છે..??

મિશાએ દરવાજો ખોલ્યો.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Romance