Find your balance with The Structure of Peace & grab 30% off on first 50 orders!!
Find your balance with The Structure of Peace & grab 30% off on first 50 orders!!

મયુરીનું સપનું

મયુરીનું સપનું

3 mins
255


સપના સાકાર કરવા માટે જીવનમાં ઘણી મહેનત કરવી પડે છે. પણ ફેસબુક પર વાઇરલ થયેલ વીડિયો કે ફોટો કોઈના સપનાને બ્રેક લગાવીને મૃત્યુ તરફ ખેંચી જાય છે.

હું વાત કરી રહ્યો છું 24 વર્ષની મયુરીની તેના જીવનમાં તેને એક સારામાં સારી સિંગર બનવાનો શોખ હતો. તે ગમે તેમ કરીને તેનું સપનું તે પૂરું કરવા માંગતી હતી.

મયુરીના માં-બાપ સુરતની એક નાનકડી એવી જગ્યામાં રહેતા હતા. ઘરનો ખર્ચ સુરતમાં નીકળતો ન હતો. પણ મયુરીના સપનાને સાકાર કરવા માટે માં-બાપ ઉધાર પૈસા લઇને મયુરીના સપનાને સાકાર કરવામાં મદદ કરી રહ્યા હતા.

તા-૦૨-૦૯-૨૦૧૯ની વાત છે. મયુરી તેની એક બેસ્ટ ફ્રેન્ડના મેરેજમાં ગઈ હતી. તેની બેસ્ટ ફ્રેન્ડે તેને ગાવાનું કહ્યું. થોડીવાર આનાકાની કરી એ પછી મયુરીએ એક મસ્ત ગીત ગાયું મરેજમાં મહેમાન હતા તે બધા જ ખુશ થઈ ગયા.

ગીત ગાયને મયુરી સ્ટેજની નીચે ઉતરી ત્યાં જ તેને કોઈએ ઉભી રાખી. હાય,મારુ નામ રતિલાલ છે શું તમે મારી હોટલમાં ગાવા માટે આવશો. હું તમને પૈસા પણ આપીશ. આ મારું કાર્ડ અને હોટલનું એડ્રેસ છે. જો તમને ઈચ્છા હોઈ તો કાલ તમે આવી શકો છો.

મયુરીને થયું જો હું મારા પપ્પાને કે મોમને વાત કરીશ તો એ મને હોટલમાં ગીત ગાવા માટે જવા નહિ દે. ઘરમાં પૈસાની પણ ખૂબ જરૂર છે. ઘર પણ ઉધાર પૈસા લઈને ચાલે છે,હું મારા માં-બાપની મદદ કરી શકું છું. એમ વિચાર કરીને મયુરી તે અડ્રેસ પર આવી ગઈ.

મયુરીને જોતા જ હોટલના માલિક રતિલાલ ખુશ થઈ ગયા. મને હતું જ બેટા કે તું આવીશ જ. અહીં એકદમ ફેમિલી જેવી વાતાવરણ છે. કોઈ તકલીફ હોઈ તો મને કેજે.

ધીમે ધીમે પંદર દિવસ થઈ ગયા જે જગ્યા પર મયુરી ગીત ગાવા જતી તેને પણ તે જગ્યા પર જઈને ગીત ગાવા હવે ગમતા હતા. કેમ ન ગમે તેનો શોખ હતો. અને શોખ માટે માણસ ગમે ત્યાં ગીત ગાય.

એક દિવસ એ હોટલમાં એમના સંબંધી આવિયા અને મયુરીને ત્યાં ગીત ગાતા જોઈને તેનો વીડિયો ઉતારી લીધો. ઘરે જઈને તેણે એ વીડિયો ફેસબુકમાં પોસ્ટ કર્યો. અને નીચે લખ્યું કે જોઈલો આ છોકરી સિંગર બનવા માંગતી હતી અને એક નાનકડા એવા બારમાં ગીતો ગાયને લોકોને મોજ કરાવે છે.

આ પોસ્ટ ધીમે ધીમે ફરતી ફરતી મયુરીના પપ્પા પાસે આવી પોસ્ટને જોતા જ તે ચોંકી ગયા. મારી દીકરી એક બારમાં ગાયને લોકોને મોજ કરાવે છે. તે જલ્દી દોડીને ઘરે આવ્યા અને મયુરીને વીડિયો બતાવી કહ્યું આ શું છે મયુરી?

પપ્પા મારી ભૂલ નથી એ એક સારી હોટલ છે. અને ત્યાંના માલિક રતિલાલ પણ સારા છે. આ કોઈએ બારમાં ગાવા જાય છે એમ કહીને મારી મઝાક ઉડાવી છે. મયુરીના પપ્પા એ મયુરીને ત્યાં જ બે ત્રણ લગાવી દીધી. આજ પછી ઘરની બહાર જવાનું બંધ અને સંગીતના કલાસીસમાં જવાનું પણ બંધ.

જેમ સપનાની શરૂઆત એક નાનકડી વસ્તુથી થાય છે. તેમ મયુરીએ તેની જિંદગીની શરૂઆત એક નાનકડી હોટલમાં ગીત ગાયને કરી હતી,પણ તેના જીવનું સપનું એક નાનકડી એવી ફેસબુક પોસ્ટથી રોળાય ગયું. મયુરી ઘરમાંને ઘરમાં એટલી બધી ડિપ્રેશનમાં આવી ગઈ કે ત્રણ જ દિવસમાં તેણે મોતને પસંદ કર્યું.

સાહેબ કહેવાનું એટલું જ છે કે કોઈની જિંદગીમાં દખલ કરવાનો આપણને કોઈ અધિકાર નથી. જોયા વગર કે તેના વિશે જાણ્યા વગર આપડે કોઈની મઝાક ઉડાવી જોઈએ નહિ. ફેસબુક પર તમને થોડીવાર વીડિયો જોઈને આનંદ મળે છે,પણ તે વ્યક્તિ ડિપ્રેશનમાં ધકેલાય જાય છે. માટે એવો કોઈ વીડિયો ફેસબુક પર શેર ન કરો. કેમકે દરરોજ હજારો છોકરા અને છોકરીઓ આવા વાઇરલ ફોટા અને વીડિયોથી ડિપ્રેશનમાં ધકેલાય જાય છે.


Rate this content
Log in

More gujarati story from કલ્પેશ દિયોરા

Similar gujarati story from Drama