jagruti zankhana meera

Tragedy

4  

jagruti zankhana meera

Tragedy

મુક્ત આંખોનું ચોમાસું

મુક્ત આંખોનું ચોમાસું

1 min
330


વિકાસ આહુજાનાં આલિશાન બંગલાની માસ્ટર બેડરૂમની વિશાળ ગેલેરીમાં ઝૂલા પર બેસી રિક્તા શૂન્ય નજરે વરસાદને તાકી રહી. બાળપણની સામટી યાદો તેને ઘેરી વળી. "અંદર આવ, પલળીશ નહીં, બિમાર પડીશ."

માની કોઈ વાત કાને ધરવાની તમા ન હતી. કોઈ સૂચનાનો અમલ કરવાનું બંધન ન હતું. કેમકે એમાં માત્ર દરકાર હતી હુકમ નહીં !

"બેેેેેટા, ઠંડી ચડશે. હવે બસ...તને તરત શરદી થાય છે, ખબર છે ને ?" પપ્પા કહેતાં.

પણ દરેક વાક્યોમાં ફક્ત લાગણીઓ નીતરતી. 

ને હવે ?

લગ્ન પછી પહેલાં વરસાદે બહાર દોડી. ગાર્ડનમાં જઈને ભીંજાવા. ત્યાં વિકાસ તેમની મર્સિડિસ કાર લઈ આવી ગયાં ને બાવડું પકડી રિક્તાને અંંદર લઈ જઈ  વરસાદથી પણ વધુ વરસી પડ્યાં ! "આર યુ સિર્યસ રિક્તા ! હાઉ મચ પુઅર મેન્ટાલિટી ! ધેટ વોઝ જસ્ટ ચાઇલ્ડિશ....એન્ડ ડિસ્ગસ્ટિંગ. મિસિસ આહુજા ઘરની બહાર વરસાદમાં નાહી રહ્યા છે. કેટલું ચિપ લાગે ?" ઘરનાં અન્ય સભ્યોનાં ઉપાલંભ ભરેલ હાસ્ય અને નોકરોની તેને તાકતી નીચી નજર સામે તેની આંખે પણ ચોમાસુું બેઠું હતું જે હજુ પણ અદ્રશ્ય રીતે અકબંધ છે ! 

ગેલેરીમાંથી દેખાતુું એક પલળવા નીકળેલ મધ્યમવર્ગી મુક્ત યુગલ જોઈ રિક્તા ઝડપથી અંદર ગઈ. બાથરૂમમાં જઈ શાવર નીચે ઊભી. આંખોએ બંંધનમાં રાખેેલ વરસાદને વહેવા દીધો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy