મોરભાઈની મરચાંની કઢી
મોરભાઈની મરચાંની કઢી
એક હતા મોરભાઈ. એતો નારીયેળ પર રહે. ભૂખ લાગે તો બાજુના ખેતરમાં જઈને મરચાં અને ટમેટા ખાઈ લે. મજા કરે.
એક વખત ચોમાસાનો સમય હતો. ખૂબ વરસાદ પડ્યો. નારીયેળીની બાજુમાં એક ખેતર હતું. ખેડુતભાઈએ ખેતરમાં મરચી વાવી. વરસાદ પડ્યો સારો .મરચા જોઈને મોરભાઈનુ મન લલચાયું. એને મરચાની કઢી ખાવાનું મન થયું. મોરભાઈ તો સરસ મજાના લીલાં લીલાં મરચાં ઉતારી આવ્યા. બજારમાંથી ચણાનો લોટ લયાવા. અને ચુલો માંડ્યો.
મોરભાઈએ તો ચણાની લોટની મરચાં નાખીને કઢી બનાવી. નિરાંતે ખાવા બેઠા. પણ એક કોળિયો ખાધો ત્યાં તો મોઢું ખારું ખારું થઈ ગયું. એમાં મીઠું વધી ગયું. મોરભાઈને કઢીની મહેનત પડી માથે.
મોરભાઈએ કઢી નાખી દિધીને ફરી એમનમ લાલ મરચાં ખાધા ને ઉડી ગયા.
