મોમ
મોમ
અમેરિકાથી કઝીન ભાઈ ભાભી ભૂલકાંને લઈને આવેલાને જમી કરીને એરપોટ રવાના થવાના હતા ત્યાં ભૂલકુંને સ્ટિલની રિંગ ( કાંઠલો) મળતા ગોળ ગોળ ફેરવી રમતો જોઈ બધા હસ્યા પણ બે મિનિટમાં તેના મોટેથી રડવાનો અવાજ સંભળાયો ... કાંઠલો ગળામાં ફસાઈ ગયેલો, મોમ બટર લગાડે છાનો રાખે અજાણ્યું લાગે રડે માથું હલાવે પણ રિંગ ના નીકળી, વિમાનમાં જવા મોડું થતું લાગે ... રિંગ કાપી નાંખીએ નિર્ણય લેવાયો.. મોમ કહે એમ ઉતાવળ ના થાય તમે એને પકડો ને ચોકલેટની લાલચ આપી ભૂલકું ચોકલેટ શબ્દ સમજ્યોને જરીક વાર સ્થિર થયોને રિંગ તેલવાળા હાથે મોમે સરકાવી ઉપર કાઢી લીધી... બધાનો હાંશકારો સાંભળી એ તો હસી પડ્યો ... ભાભી આંખના ઝળઝળિયા લૂંછતા હસી પડયાને પછી અમે.. ચોકલેટ લઈને બાય કરતું ભૂલકું હજુ યાદ આવે. થોડા વર્ષો પહેલા તેના લગ્નમાં ગયેલા હવે તો તેને ત્યાં પણ દીકરો છે. આપણે બધા ફારસ થાય ને હસીયે ને બે મિનિટ ભૂલી જઈએ કે જીવ તાળવે ચોંટી ગયેલો.
