Rahul Makwana

Fantasy Thriller

4  

Rahul Makwana

Fantasy Thriller

મોહિની...એક જાદુઈ જલપરી

મોહિની...એક જાદુઈ જલપરી

6 mins
118


મોહિની - એક જલપરી.

સમય : સવારનાં 11 કલાક. 

સ્થળ: સાઇબર સ્કાય ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ. 

  સવાર પૂરે પૂરી રીતે સોળે કળાએ ખીલી ઊઠ્યું હતું, નાના ભૂલકાઓ પણ પોતાનું શિક્ષણ મેળવવા માટે શાળાએ પહોંચી ગયેલાં હતાં, લોકો પોત પોતાનાં ધંધે આવી પહોંચેલ હતાં, રોડ પર વાહનોની પણ અવર જવર વધી ગયેલ હતી, પરતું મિત્રો સવાર બધાં માટે એક સમાન નથી હોતી, અમુક માટે આવનાર સવાર આશાની કિરણ લઈને આવતી હોય છે, જ્યારે અમુક લોકો માટે આવનાર સવાર પોતાની સાથે ભયંકર અંધકાર લઈને આવતી હોય છે, જે અમુક વ્યક્તિઓનાં જીવનમાં ચક્રવાત સર્જવા માટે સક્ષમ હોય છે, અને ક્યારેક ક્યારેક આ અંધકાર એટલું ગાઢ હોય છે, તેનાં કરતાં વ્યક્તિને મરવું સહેલું લાગતું હોય છે. આવી જ એક સવાર રાજનનાં જીવનમાં દસ્તક દેવાં માટે વ્યાકુળ થઈ રહી હતી.

 રાજન સાઇબર સ્કાય ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગનાં એચ.આર. મેનેજર કેવલ શાહની ઓફિસમાં ઇન્ટરવ્યૂ આપી રહ્યો હતો, રાજનનું ઇન્ટરવ્યૂ લીધાં બાદ કેવલ શાહ રાજનની ફાઈલને ટેબલ પર રાજન તરફ ધકેલતા ધકેલતાં બોલે છે.

"યુ આર રિજેક્ટેડ મિ. રાજન…!" - રાજનની સામે જોઇને કેવલ બોલે છે.

"બટ….ગિવમી વન ચાન્સ...ટુ પ્રુવ માય સેલ્ફ..!" - રાજન આજીજી કરતાં ગળ - ગળા અવાજે બોલે છે.

"રિજેક્ટેડ મિન્સ રિજેક્ટેડ...ઘેર ઇસ નો એની ઑપશન…!" - થોડાક ભારે અવાજે કેવલ શાહ બોલે છે.

"સર….આ મારું સાતમું ઇન્ટરવ્યૂ છે...જો તમે મને આ જોબ નહીં આપો તો મારી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થશે…!" - આંખોમાં આંસુ સાથે રાજન જણાવે છે.

"ઇટ્સ નોટ અવર ફોલ્ટ…!" - રાજનની રજૂઆતને અડધૂત કરતાં કરતાં કેવલ બોલે છે.

"ઓકે…!" - માયુસી અને ઉદાસી ભરેલાં અવાજે પોતાની ફાઇલ હાથમાં લઈને ખુરશી પરથી ઊભાં થતાં થતાં રાજન બોલે છે.

   ત્યારબાદ રાજન પોતાની ફાઇલ હાથમાં લઈને સાયબર સ્કાય ઇન્સ્ટીટયુટ ઓફ એન્જિનિયરીંગમાંથી બહાર નીકળે છે, આ બાજુ રાજનનાં મનમાં ખૂબ જ ઊંડા વિચારોનું મનોમંથન ચાલી રહ્યું હતું, મારૂ હવે શું થશે…? મને નોકરી મળશે કે નહીં…? નોકરી મળશે તો કેવી નોકરી મળશે…? કયાં સ્થળે નોકરી મળશે…? હું આવી રીતે જોબમાંથી રીજકેટ થઈને કેટલીવાર આવી રીતે લાચાર થઈને જઈશ…? મારા માતા પિતા મને શું કહેશે…? પાડોશીઓ મારા વિશે શું વિચારશે…? મારા માતા પિતાને લોકો કેવું કેવું સંભળાવશે..?" - આવા અનેક વિચારો રાજનને ચારેકોરથી ઘેરી રહયાં હતાં.

   લાંબા વિચાર કર્યા બાદ રાજનને પોતાની આ જિંદગી વ્યર્થ લાગવા માંડી...રાજનને આ દુનિયાથી નફરત થઈ ગઈ...આથી રાજને પોતાનું જીવન ટૂંકાવી નાખવાનું પસંદ કર્યું….

   આથી રાજન જે રસ્તે ચાલીને પોતાનાં ઘરે જઈ રહ્યો હતો, બરાબર તે જ રસ્તા વચ્ચે એક મોટી ઊંડી નદી આવતી હતી, જેનાં પર પુલ બાંધવામાં આવેલ હતો, આથી રાજન તે પુલ પાસે ઊભો રહ્યો...અને મનોમન પ્રાર્થના કરતાં - કરતાં બોલે છે.

"હે...પપ્પા ! મને માફ કરી દેજો...હું મારી લાચારીને લીધે આવું પગથિયું ભરી રહ્યો છું...એક જુવાન છોકરો કોઈ નોકરી ધંધા વગર ઘરમાં બેસી રહે, તો તેનાં માતાપિતાને તેઓનાં પાડોશી, સગા - સબંધીઓ તરફથી કેવાં કેવાં મહેણાં ટોણા મારવામાં આવે છે, એ હું ખૂબ સારી રીતે જાણું છું, હવે હું તમારા પર વધુ બોઝ બનવા નથી માંગતો...માટે હું આત્મહત્યા કરી રહ્યો છું...પપ્પા મને માફ કરશો...અને મમ્મી અને બહેનનો ખ્યાલ રાખજો….!" - આટલું બોલી રાજન પોતાની બંને આંખો બંધ કરી, ઊંડો શ્વાસ લે છે, જે કદાચ રાજનનો છેલ્લો શ્વાસ હશે...ઊંડો શ્વાસ લઈને રાજન પુલ પરથી ઊંડા પાણીમાં કૂદકો મારે છે.

   થોડીવારમાં નદીનાં પાણીમાં પરપોટા થાય છે, અને રાજન નદીનાં તળિયા સુધી પહોંચી જાય છે.

***

સમય : સવારનાં 9 કલાક. 

સ્થળ : આઈ.સી.સી.યુ વેદાંત હોસ્પિટલ.

  આઈ.સી.સી.યુ કેબિન નં - 4 માં મલ્ટીપેરા મોનિટરમાંથી બીપ - બીપ અવાજ આવી રહ્યો હતો, કેબિનમાં તબીબ અને તેની ટિમ ઉભેલ હતી, એવામાં કેબિન નં - 4 માં દાખલ દર્દી પોતાનો હાથ હલાવે છે, અને ધીમે ધીમે તે ભાનમાં આવે છે….આ દર્દીને ભાનમાં આવતાં જોઈને આઈ.સી.સી.યુ માં ઉભેલ મેડિકલ ટીમનાં દરેક સભ્યોનાં ચહેરા પર આનંદ અને ખુશીઓની લહેર છવાઈ ગઈ.

"મિ. રાજન…! હવે કેવું લાગે છે…? તમે છેલ્લાં બે દિવસથી બેભાન અવસ્થામાં હતાં, આજે તમે ભાનમાં આવ્યાં છો…!" - ડોકટર મિહિર વાતની શરૂઆત કરતાં કરતાં બોલે છે.

"પણ ! હું અહી કેવી રીતે આવ્યો…? મને અહીં કોણ લઈને આવ્યું…? આ હોસ્પિટલનું બિલ…?" - રાજન હેરાની ભરેલાં આવજે ડૉ. મિહિરની સામે જોઇને પૂછે છે.

"ડોન્ટ વરી…! તમારૂ હોસ્પિટલ બિલ એડવાન્સમાં ચૂકવાઈ ગયું છે…!" - ડૉ. મિહિર સ્પષ્ટતા કરતાં જણાવે છે.

"કોણે ચૂકવ્યું તમારી હોસ્પિટલનું બિલ….?" - રાજન હેરાની ભરેલાં આવજે ડૉ. મિહિરને પૂછે છે.

  બરાબર એ જ સમયે એક પહાડી વ્યક્તિ આઈ.સી.સી.યુ માં પ્રવેશે છે, જેનાં પહેરવેશ પરથી તે કોઈ અમીર વ્યક્તિ હોય તેવું માલુમ પડી રહ્યું હતું, તેનાં હાથમાં મોંઘો મોબાઈલ ફોન તેની અમીરીની ચાડી ખાય રહ્યો હતો, તેણે પહેરેલ રોલક્ષની કાંડા ઘડિયાળ તેની વૈભવશાળી જીવનનો ચિતાર આપી રહી હતી.

"મીટ…મિ. આલોક શર્મા….આ એ જ વ્યક્તિ છે..કે જે તમને અહીં મારી હોસ્પિટલમાં લઈને આવેલ છે, અને તેઓ સોફ્ટટેક કંપનીનાં સી.ઈ.ઓ છે, તેઓ જ્યારે નદી પાસે આવેલ મેદાન પાસે મૉર્નિંગ વોક કરી રહ્યાં હતાં, બરાબર એ જ સમયે એમની નજર તમારા પર પડી અને તાત્કાલિક તેઓ તમને મારી હોસ્પિટલ પર લઈને આવ્યાં….!" 

"ખૂબ ખૂબ આભાર….તમારો...!" - રાજન બે હાથ જોડતાં - જોડતાં બોલે છે.

  ત્યારબાદ બધાં કેબીન - 4 માંથી બહાર નીકળી જાય છે, પછી રાજનને એ બાબતનો ખ્યાલ આવે છે કે આલોક શર્માએ પોતાનો એકનો એક પુત્ર રોડ અકસ્માતમાં આજથી ત્રણ વર્ષ પહેલાં ગુમાવી દીધેલ હતો, જેનો ચહેરો હૂબહૂ રાજન સાથે મળતો આવતો હતો, અને આલોક શર્મા રાજનને પોતાની કંપનીમાં ઓપરેશન હેડ તરીકે રાખવા માંગતા હતાં, જેથી કરીને તે રાજનની સાથે રહી શકે…!

  એ જ દિવસે રાતે રાજન પોતાની સાથે વાસ્તવમાં શું બન્યું તેનાં વિશે ગહન વિચાર કરવામાં વ્યસ્ત બની જાય છે, પોતે પુલ પરથી કૂદકો લાગાવ્યો પછી હકીકતમાં શું બન્યું એનાં વિશે વિચારવા માંડે છે, લાંબુ વિચાર્યા બાદ રાજનની સામે એક આખું ચિત્ર સર્જાય છે...જે એક સપના બરાબર જ હતું...પણ એ નરી વાસ્તવિક્તા હતી.

  પોતે જ્યારે નદીમાં પુલ પરથી કૂદે છે, ત્યારબાદ તે પેલી ઊંડી નદીનાં તળિયે પહોંચી જાય છે, થોડીવાર માટે તે તરફડીયા મારી રહ્યો હોય છે, ધીમે ધીમે તેનાં શરીરમાં પાણી ઘુસવા માંડે છે.શ્વાસ રૂંધાવા માંડે છે, આંખો ઢળવા લાગે છે, બરાબર તે જ સમયે એક સુંદર યુવતી રાજનની એકદમ નજીક આવે છે, અને પોતાનાં મોંઢા દ્વારા રાજનને કૃત્રિમ શ્વાસો શ્વાસ આપે છે, ત્યારબાદ રાજન પેલી યુવતીને નીરખીને જોવે છે, તેને જોયા બાદ રાજનની નવાઈનો કોઈ પાર નથી રહેતો કારણ કે તે સુંદર યુવતીનું અડધું શરીર યુવતીનું હતું અને અડધું શરીર માછલીનું હતું, ત્યારબાદ રાજનને એ બાબતનો ખ્યાલ આવે છે, કે જેણે પોતાનો જીવ બચાવ્યો તે બીજું કોઈ નહીં પરંતુ એક જલપરી હતી…

"તમે…?" - નવાઈ સાથે રાજન પૂછે છે.

"જી મારું નામ મોહિની છે...અને હું એક જલપરી છું…!" - રાજનનાં પ્રશ્નનો ઉત્તર આપતાં મોહિની જણાવે છે.

"પણ...તમે મને શાં માટે બચાવો છું...હું એકદમ નકામો અને નોકરી ધંધા વગર….!" - રાજન થોડુંક ખચકાતાં બોલે છે.

"જી ! તમારો મારા પર એક ઉપકાર હતો…!" - મોહિની રાજનની સામે જોઇને બોલે છે.

"મારો...તમારા...પર...ઉપકાર…?" - હેરાની ભરેલા આવજે રાજન પૂછે છે.

"હા...હું જ્યારે નાની હતી...ત્યારે નદીના પાણીમાં એક મોટું વલય આવવાથી હું કિનારે કેફાય ગઈ હતી...અને તરફડીયા મારી રહી હતી...ત્યારે તમે નદી કિનારે ફરવા માટે આવેલ હતાં, અને તમેં મને ખૂબ જ પ્રેમ અને વ્હાલથી ઉઠાવીને ફરી પાછી નદીનાં પાણીમાં છોડી મૂકી હતી….એ તમારા ઋણમાંથી આજે હું મુક્ત થઈ….અને રહી વાત તમારા નોકરી ધંધાની તો એ બધું પણ થઈ જશે…!" - મોહિની સ્પષ્ટતા કરતાં જણાવે છે.

  ત્યારબાદ મોહિની પ્રેમપૂર્વક પોતાનો હાથ રાજનનાં ચહેરા પર ફેરવે છે, અને કંઈક જાદુ કરે છે, એ સાથે જ રાજન ફરી પાછો બેભાન થઈ જાય છે, અને જ્યારે તે પોતાની આંખો ખોલે છે, ત્યારે વેદાંત હોસ્પિટલનાં આઈ.સી.સી.યુ..કેબિન નં - 4 માં દાખલ હોય છે, આ બધું વિચારીને રાજન મનોમન મોહિનીનો ખુબ ખુબ આભાર માને છે, એટલીવારમાં રાજનનાં માતા પિતા અને બહેન પણ આઈ.સી.સી.યુ માં આવી પહોંચે છે.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy