મનોમંથન
મનોમંથન
મંથન આજે મનિયાના નામે સિગ્નલ પર ભીખ માગે છે અને સવારે કચરો વીણે છે .રાતે બંધ દુકાનના ઓટલે પડ્યો રહે છે.
મંથન એક શ્રીમંત પરિવારનો, ભણવામાં હોશિયાર એવો બાળક હતો. મંથનના પપ્પા કંઈક વધારે જ મહત્વાકાંક્ષી હતા. એમને રાતોરાત અબજોપતિ થવું હતું અને તેઓ શેરબજાર અને સટ્ટામાં પોતાની બધી જ મૂડી લગાડી દીધી પણ બાજી અવળી પડી.
ઘર નિલામ કરવાનો વારો આવ્યો. ઉધરાણી અને ધમકીનાં ફોનથી તેમનું જીવવું મુશ્કેલ થઈ ગયું. ખુબ જ મનોમંથનના અંતે એક દિવસ મંથન સ્કુલે ગયો હતો ત્યારે પતિ-પત્નીએસજોડે આત્મહત્યા કરી લીધી.ઘર નિલામીમાં ગયું. મંથન એકલો,અનાથ થઈ ગયો. સગાં-સંબંધીઓએ પણ એને ભગવાન ભરોસે છોડી દીધો. ભણતર છૂટી ગયું અને રોડ ઉપર આવી ગયો.
અને એ જ મંથન છે જે આજે મનિયાના નામે મેલાં, ફાટેલાં કપડાં પહેરીને રસ્તા ઉપર ભીખ માગે છે.
