મંગળ દર્શન
મંગળ દર્શન


આવનાર સમય 2100 ની સાલ સુધી માં ધરા પર ધરખમ ફેરફાર થવા ના છે જેમાં પ્રાકૃતિક પ્રકોપ તો હશે જ પણ સાથો-સાથ પ્રતિભા ઉભરી ને સામે આવશે, જે રીતે સમુદ્ર મંથન માંથી પ્રગટેલું અમૃત સૌ દેવો ને અમરત્વ આપી શક્યું.તે જ રીતે પ્રતિભાવાનો થી એક નવીનતમ સૃષ્ટિ નું સર્જન થશે.તો આવો માણીએ તે સતયુગી સૃષ્ટિ કેવી હશે!
સૂરજ ને અર્ધ્ય આપવામાં આજે રહીમ ને થોડું મોડું થઈ ગયું.તુલસી ક્યારા નીચે ચકલીઓ લંચ કરતી હતી તેથી રહિમે એક વિશેષ મંત્ર દ્વારા કળશ ને ત્રાંસો કર્યો જેથી અંદર રહેલા જળ ગરમ થઇ ને વરાળ દ્વારા સૂર્ય સુધી પહોંચી ગયું. હવે રહીમ ઘર માં આવે છે અને પોતાની વીંટી દ્વારા મમ્મી ને કોલ કરે છે.મમ્મી ના ખબર પૂછે છે.વાતાવરણ ને અનુકૂળ જોઈ ને મંગળ પર વાત કરવાનો વિચાર કરે છે.
ત્યારબાદ રહીમ ટેરેસ પર જઈ ને એક દિવ્ય મંત્ર નો ઉચ્ચાર કરે છે ત્યારે તેના હાથ પાસે એક પોપટ સમાન પંખી આવી ને બેસે છે.રહીમ એ પંખી ને મોરપીંછ થી અશોકપત્ર પર કંઇક સંદેશ લખી આપે છે. જે લઇ ને પંખી પરત એજ દિશા માં જાય છે. જ્યારે પંખી આકાશ માં વિલય પામે છે અને તેની જગા એ દિવસ માં જ એક તારા જેવો ચમકારો જોવે છે તો રહીમ ને સંતોષ થાય છે કે મારો મોકલેલો સંદેશ મારા મિત્ર રામ સુધી પહોંચી ગયો.આ દ્રશ્ય જોઈ ને બાજુ ની ટેરેસ પર રહેલાં મગનદાદા ખુબજ ખુશ થઈ ને રહીમ ને કહે છે કે હું ધન્ય છું જે 21મીસદી ના આવા મહાન યુવા ના દર્શન કરું છું. બેટા,તારા કાર્ય માં તું સફળ થશે. આમ કહી ને તેઓ નીચે ઉતરી ગયાં.
(રામ-રહીમ બાળપણ થી જ બેસ્ટ ફ્રેન્ડ હોય છે તેમનો ધ્યેય આધ્યાત્મ અને વિજ્ઞાન ને જોડી દઈ ને સંશોધન ની રીત સરળ બનાવવાનો છે.તેથી જ મંત્ર શક્તિ ના માધ્યમ થી તેઓ
અન્ય ગ્રહ ને જાણવાની કોશીશ કરે છે.રામ મંત્ર શક્તિ માં પારંગત હોવાથી મંગળ પર સુક્ષ્મ સ્વરૂપે પહોંચી ગયો હતો અને ત્યાં ની જાણકારી રહીમ ને આપતો રહે છે.)
વિજ્ઞાન ની રીત થી આગળ વધી ને આ બંન્ને મિત્રો એ શોધ્યું હતું કે વિચાર ની ગતિ eeg માં અમુક લિમિટ સુધી જ આવી શકે છે.જો એનાથી વધુ થતી હોય તો ડો. ભી કાં તો વિચાર રોકવાની દવા આપે છે કે પછી તે વ્યક્તિને પાગલ સાબિત કરી દે છે. હાર્દબીટ,બ્રીધીંગ બધી જ પ્રક્રિયા ને એક લિમિટ સુધી જ વિજ્ઞાન ઓળખી શકે છે. જો એથી વધુ યા બંધ થાય તો એ વ્યક્તિ એમના માટે પેશન્ટ અથવા તો ડેટબોડી બની જાય છે.એટલે કે વિજ્ઞાન ની એક હદ છે.જ્યારે એ હદ ની બહાર કદમ રાખવામાં આવે તો એક નવું જ વિશ્વ સામે આવે છે જેમાં હર સવાલ ના જવાબ છે અને જે આપણને પારંપરીક રીતે મળેલું ભી છે.પણ,આપણે તેનો ગુઢ અર્થ સમજી શકતાં નથી.બસ,આ વાત ને જ ધ્યાન માં લઈને રામ -રહિમે મંત્ર શક્તિ ના માધ્યમ થી આગળ વધવા નો નિર્ણય કર્યો.
હવે,રહીમ રામ દ્વારા આવેલ સંદેશ ને વાંચે છે.જેમાં કહ્યું હતું “રહીમ સૂક્ષ્મ રૂપે આવીને હું પૃથ્વી ના કોઈ પર્વતીય વિભાગ માં હોઉં તેઓ જ અનુભવ થાય છે. પૃથ્વી કરતાં શુદ્ધ વાતાવરણ અને શાંતિ મળે છે.આપણે અપનાવેલી પદ્ધતિ આગળ જતાં ખૂબ ઉપયોગી સાબિત થશે.કેમકે,અહીં હું એક જ નથી અન્ય પણ સિદ્ધ મુનિઓ છે અને તેઓ વર્ષો થી અહીં જીવન છે તેની સંભાવના દેખાડવા ઈચ્છે છે.પણ,તેમનો સંદેશ કોઈ સમજી ન શકવા ને કારણે તેઓ અટકી ગયા પણ મને જોઈ ને એટલા તો હર્ષિત થયાં છે કે આપણા દ્વારા પોતાની અનુભૂતિ લોકો સુધી પહોંચાડવા માંગે છે.અહીં તને ધ્યાન માં છે તેમ એક સૂક્ષ્મ રોકેટ નો અંશ જ પહોંચે છે જેમ ઉપર તરફ ગતિ થાય છે તેમ હળવા થતાં જઈએ છીએ ,અહીં એક પ્રકાર ની શૂન્યતા અનુભવાય છે.
ગર,પૃથ્વી પર રહી ને તું જો આ અનુભૂતિ કરવા માંગતો હો તો ધ્યાન સાથે ૐ કાર ને જોડી દે અને સૂક્ષ્મ દેહ થી ઉપર ઉઠવા ની કોશિશ કર,મને પૂર્ણ વિશ્વાસ છે કે આપણે મંગળ પર જીવન છે એ બાબત સાબિત કરી શકીશું.
એ પછી રહીમેં રામ ના કહ્યા પ્રમાણે સાધના કરી અને એક વિશેષ રીતે આંખ ના પ્રકાશ થી જ મોટા સ્ટેજ પર 2200 ની સાલ માં વિજ્ઞાન અને આધ્યાત્મ ના સમન્વય થી મંગળ અને પૃથ્વી નું અંતર ઓછું કરી દીધું.