Zalak Bhatt

Drama

4.2  

Zalak Bhatt

Drama

મંગળ દર્શન - 1

મંગળ દર્શન - 1

4 mins
100


 ‘પાત્રો’

• રામ

• રહીમ

• રામ ની માં – શીલા

• વિજ્ઞાનીક

• ઋષિ

  શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નિજ મન મુકુર સુધાર

  બરનાઉ રઘુવર વિમલ જશ - - - - - - - - -

            સવારે 7:00વાગ્યે રામ ની બારી ખોલી ને સૂર્ય ની ઉગતી આવતી કિરણો ના પ્રકાશ માં બેસી ને રામ હનુમાન ચાલીસા નું પઠન કરી રહ્યો હતો. સૂર્ય પ્રકાશ માં ઉપર-નીચે, આવતાં-જતાં સુક્ષ્મ કણો તેને એક વિડિઓ ગેમ થી ઓછા નહોતાં લાગતાં. પાઠ કરતી સમયે તે એક જ આસન પર એક સ્થાન પર આંખ બંધ કરી ને બેસતો. સૂર્ય પ્રકાશ ના એક રંગ ને તે અલગ-અલગ રંગ માં જોવા ની કોશીશ કરતો. સવાર નો 7:00 થી 7:30 નો સમય આ રીતે જ હનુમાનજી ની જેમ પસાર થતો. આ વિચાર ના તરંગ માંથી તે બહાર આવતો ત્યારે કે જ્યારે એના મમ્મી (શીલા)રસોડા માંથી રાડ પાડતાં રામ- - - - - -ઓ રામ- - - - - પાઠ પૂરા થયાં કે નહીં? સ્કૂલ નો સમય થઈ ગયો છે. જલ્દી કર ને હા, આજે બેગ લઈને નીચે ઉતરજે. હું ઉપર નહીં ચઢું ખબર નૈ, ક્યાં વિચારો માં ગરકાવ હોય છે ? કે પોતાને શું કરવું તેનું ભી ભાન નથી હોતું. રામ - - - -ઓ રામ- - - - - ને ત્યાં તો રામ સ્કૂલ બેગ અને યુર્નીફોર્મ માં રેડી થઈ ને નીચે આવે છે. આ જોઈને શીલા ખૂબ ખુશ થાય છે. અને રામ ને પૂછે છે.

શીલા :વાહ, આજે તો તરત જ આવી ગયો!કંઈ વધુ સૂરજ દાદા સાથે વાત ના કરી?કે હનુમાનજી જલ્દીથી જતાં રહ્યાં?

રામ: ના, મમ્મી એ બંન્ને માંથી કોઈએ ઉતાવળ નથી કરી. એ બંન્ને એ જ મને સમયસર સ્કૂલે જવાનું કહ્યું.

શીલા : સારું, ચા-નાસ્તો કરી લે, અને જો તારું ટિફિન ડાઇનિંગ ટેબલ પર છે તો બોટલ તથા લૉન્ચબોક્સ સાથે લેતો જાજે. હું મારા કામે લાગુ છું.

                    ત્યારબાદ રામ નાસ્તો કરી, બેગ રેડી કરી ને સ્કૂલે જવા નીકળે છે. સ્કૂલ મા પણ રામ ને વિજ્ઞાન વિષય અત્યંત પ્રિય હોય છે. વિજ્ઞાન નો કલાસ તે પુરા મન થી એટેન કરતો હોય છે. રામ ની વાતો અને વિચાર પમાંણે સ્કૂલ માં તેના કોઈ દોસ્ત ન હતાં. હા, જરૂર પડે ત્યારે ને ટીચર સાથે વાત કરવી હોય ત્યારે કલાસમેટ અચૂક રામ ને યાદ કરતાં. કેમકે, રામ એક ડિસીપ્લીન માં રહેનાર સ્ટુડન્ટ હતો. પ્રેક્ટિકલ ના ફાર્મા તથા વિજ્ઞાન ના પ્રયોગ કરતી વખતે પણ, સૌ રામ ની મદદ લેતાં પણ, કામ પુર્ણ થયાં બાદ રામ ની મજાક ઉડાવવા નું ભી ચૂંકતા નહિ. પરંતુ, રામ નું મન આ બધી બાબતો થી કંઈક અલગ હતું. તેને આ બાબત નું ખોટું લાગતું ન હતું. std. 11 માં સારા માર્ક લઈને રામે 12 std. માટે સાયન્સ વિષય પસંદ કર્યો. ને તેના ટ્યુશન શરૂ થઈ ગયાં.

                       રામ નો સમય હવે ટ્યુશન માં જ પસાર થવા લાગ્યો. ટ્યુશન માં ભી રામ ની એ જ સ્થિતિ હતી કે જે શાળા માં હતી. ટ્યુશન ના સર તેના પર પ્રાઉડ લેતાં હતા. પણ સ્ટુડન્ટ ને જેલસી થતી હતી. પણ, સહપાઠી માં એક મિત્ર રામ ને પોતાના જેવો જ મળી ગયો. તેનું નામ હતું ‘રહીમ’, રહીમ પણ સાયન્સ નો સ્ટુડન્ટ હતો. તે રામ નો સહપાઠી હતો અને પહેલે થી જ તે રામ નો દોસ્ત બનવા માંગતો હતો. પણ, અન્ય મિત્રો ની વાતો થી તે અટકી જતો ને હવે તો તે રામ સાથે મિત્રતા કરી ને જ રહેશે. કેમકે, ટીચર દ્વારા કરેલા પ્રશ્ન કે સૂર્ય ને પૃથ્વી નું અંતર કેટલું છે? રામે જવાબ આપ્યો કે સર, વિજ્ઞાન ની રીતે આપ જાણો છો પણ, જો આધ્યાત્મ અને ભાવ ની રીતે જુઓ તો તમે રોજ સૂરજ ને મળી શકો છો. ભાવ ની દુનિયા માં એ અંતર ઓછું થઈ જાય છે. આ જ ઉત્તર રહીમ ના મન માં પણ હતો. રામ ના જવાબ થી બધાં સ્ટુડન્ટ હસવા લાગ્યાં. પણ, રહીમ ને રામ પ્રત્યે માં થઈ ગયું. અને ટ્યુશન માંથી બહાર આવ્યાં એટલે તેણે રામ ની ફ્રેન્ડશીપ કરી.

                     રહીમ પહેલાં ગામડામાં નિવાસ કરતો હતો. એટલે તે પ્રકૃતિની નજીક રહેતો હતો. અભ્યાસ ને કારણે જ તેને શહેર માં આવવાનું થયું. ગામડામાં પાક ઉગવા, મંદિર ની આરતી, ગાયોના ધણ જેવી બાબતો ને તે અલગ નજર થી જોતો હતો. શહેરમાં આવી તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. સાયન્સ સ્ટુડન્ટ તરીકે તે શહેર માં હતો તે તેના ગ્રામ્ય જનો માટે પ્રાઉડ ની વાત હતી. પણ, હજુ રામ ના મન માં તો અધુરપ જ લાગતી હતી. કેમકે, તે સાયન્સ ને ભાવ ની સાથે જોડી દઈને આગળ વધવા માંગતો હતો. શહેરમાં આવી જઈને તેને ભાવની ઓછપ લાગતી હતી. પણ, આજે ફક્ત રામ ના જવાબથી રહીમને દિલાસો મળી ગયો. રહીમ ટ્યુશન પૂરું થયાં બાદ રામનો ફ્રેન્ડ બને છે અને એથી રામ ને પણ એક ટેકો મળે છે.

(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Drama