STORYMIRROR

Manishaben Jadav

Comedy Children

3  

Manishaben Jadav

Comedy Children

મીઠી ગોઠડી

મીઠી ગોઠડી

1 min
408

રવિ અને રીટા બંને પતિ પત્ની. અલક મલકની વાતો કરતા હતા. કઈ રીતે મુલાકાત થઈ. બંનેએ એકબીજાને કેમ પસંદ કર્યા. આમને આમ વાતનો દોર આગળ વધ્યો. બંનેની વાત આવી પહોંચી રસોઈ અને શોપિંગ પર. પતિ કહે, "તું જેટલું ધ્યાન શોપિંગ પર રાખે તેટલું રસોઈમાં હોય તો મહારાણી બને.

પત્ની કહે," તમારું કહેવાનું એમ કે હું રસોઇમાં ધ્યાન આપતી નથી. આજ રસોઈમાં હડતાલ."

રવિ કહે, "એમાં શું ? ચાલો આજે રસોઈની જવાબદારી અમે નિભાવીએ."

રવિભાઈ રસોડામાં જઈ કરી રસોઇની તૈયારી. પણ વસ્તુ એકપણ મળે નહિ. ન મળે વાસણ, ન મળે મસાલા. રવિભાઈ મુંઝાયા. કરવું શું ? અંતે રવિભાઈએ વાત કરી કબૂલ.

"જેનું જે કામ તેને જ શોભે, જો કરે કોઈ ઓર ન મંઝિલ પાર પડે." 

રવિભાઈ અને રીટાબેને જાતે બનાવી રસોઈ. કરી મીઠી મીઠી ગોઠડી.


Rate this content
Log in

Similar gujarati story from Comedy