મેરી જંગ
મેરી જંગ
દીકુ :કાલે રજા રાખજે તારો જન્મ દિવસ છે ઓકે.
રાજ : ઓકે નો પ્રોબ્લેમ કાલ હું રજા રાખીશ અને આપણે બધાં બહાર ફરવા જઈશુ તું હું મોક્ષ અને ઋતવા ઓકે.
દીકુ :હા ઓકે
રાજ ઓફિસે જવા નીકળી જાય છે.
પણ કિસ્મતને કઈ બીજું જ મંજૂર હતું અને આમ પણ રાજ કિસ્મત તો પહેલાથીજ એનાથી રૂઠેલી છે માટે કઈ સારું થવાની આશા ઓછી અને ખરાબ તો ટોપલો ભરી સામેથી આવી જાય.
પણ રાજ બધું હસતા મોંએ ફેસ કરતો.
લગ્ન પહેલા આંખો નો તારો અને લગ્ન પછી રસ્તા નો કાટો કઈ આવી જ હાલત રાજ ની પણ રાજ એક મજબૂત મનોબળ ધરાવતો વ્યક્તિત્વ માટે નીડર બની પોતાના ધેય પર ધ્યાન એનું અને પરિવાર સાથે રહેવા હંમેશા ઈચ્છા એની પણ સમાજ રીતે અપનાવેલા આ પરિવાર ને ઘરમાં ઓપચારિક બધું મોટો ભાઈ. માઁ. નાનો ભાઈ બધું ઔપચારિક રહી ગયુ ને રાજ મન માંજ બળી બળી મરતો રોજ.
પત્ની સારી એ સાથેજ હોય પણ દરેક નો સ્વાભાવ હું જે પ્રેમથી દિલ જીતવા માંગતો અને દીકુ જીદ. ગુસ્સાથી માટે બધી બાજુ મારો રાજ નો નાની ઉંમરમાં બધી જવાબદારી આવી ગઈ આ રાજ જે ખરેખર રાજકુમારની જેમ રહેતો બોલતો અને બધાને હસાવતો પણ આ સમયની માર અને દર વખતે નવી મુસીબતમાં નાખતો.
લગ્ન પછી ભાડા નાં મકાનમાં ગયા. ને ઓછી આવકની જોબ ને જોબ જવા સાઈકલ.
એક પાથરનું અને પ્રાઈમસ. બે વાટકા. એક તપેલી બે ચાદર અને એક "એફ મ "રેડિયો
શરૂઆત થઈ લગ્નજીવનની આનાથી.
કહાનીમાં ટીવીસ્ટ નાયક એકલો રહી જાય અને પરિવાર. પત્ની બધાં એકબાજુ.
જાણે બધીજ ભૂલ બસ એકલા રાજની હોય એમ વર્તન કરતા માટે હવે રાજ પોતાનું માનસિક સમતુલન ખોઈ બેસે છે અને કોઈનો સપોર્ટ નહિ હોવાથી અવળે રસ્તે ચડી જાય છે. બધાજ ગમ તકલીફ ભૂલવા કોશિશ કરે છે જે બાહોશવ્યક્તી આમ અચાનક આટલો દારૂમાં ચડી ગયો જે દારૂના નામથી નફરત હતી એને પણ આ એની કરમ ની કઠણાય કહો કે પોતાના પારકા થયા અને રાજને સમજનાર કોઈ મળીયુ નહિ માટે .
પણ એકવાત તો રાજ મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગયો હતો બસ એને સાથ આપનાર કોઈ મળી જાય. એને સમજે. એની વાત સાંભળે બધી બસ આટલુ ઘણું હતું.
જેના સાથે લગ્ન કર્યા મરજી થી એ પણ બધો દોસ રાજ ને આપે તારામાં આવડત નથી અને તું બોલી નથી શકતો પરિવાર સામે
રાજ તો હંમેશા બધાને સાથે જોવા માંગતો માટે એ સંયમ અને શાંતી થી હલ કરવાં માંગતો પણ કમનસીબી એની કે એવુ થતું નહિ.
પણ બાળકોનાં હિસાબે ફરી રાજ એ બદનામ દુનિયા માંથી પાછો વળી જોસથી પોતાના દયેય તરફ આગળ વધે એ સમય ઘણી તકલીફો આવી એ બધું એકલા હાથે હેન્ડલ કરી.
એમ કહીશ પરિશ્રમ એજ જિંદગી બસ ઓવર ટાઈમ સાથે ને રાતોની ઊંઘ ખોઈ અને સાથે સ્વાસ્થ્ય પણ આ તરફ હજી પણ દીકુ એને જ દોશી માનતી માટે પ્રોબ્લેમ તો ઉભો જ પણ થાય શું રાજ એકજ વાત માનતો મારી જવાબદારી છે એ તો જેવું પણ હોય મારે નિભાવાનું બસ માટે બધું હસતા મોંએ સ્વીકારી લીધું રાજે.
પણ એ હાસ્ય પાછળ દર્દ કેટલું છે એ કોઈ સમજી શકતું નહિ. મેહનતથી મકાન પણ પોતાનું લીધું.
પણ જીવન એનું જાણે મશીન જેવું થઈ ગયુ પેલા રોબર્ટ જેમ અને જાણે એના કોઈ અરમાન હોય નહિ નાં રાજ ને દિલ છે માટે એને કોઈ સમજી શકતું નહિ. હા ભૂલો બધાં યાદ અપાવે પણ શા કારણ ભૂલો થઈ એ કોઈ સમજતું નહિ.
રાજ હંમેશા એ લાગણી. પ્રેમ. હૂંફ શોધતો પણ ક્યાય મળતી નહિ સિવાય ઠોકર તેમ છતાંય બધું કાલ ઠીક થશે સારું અને થઈ જશે બસ.
પિતાનાં અવસાન પછી સાવ એકલો જે એના મિત્ર હતા અને મોટો ભાઈ બોલાવતો નહિ પણ રાજ માટે લાગણી ઘણી એ એક અકસ્માતમાં ગુજરી જાય છે.
જે રાજ માટે ખુબ તકલીફ દાયક હતું આ બધું.
એવામાં રાજની મુલાકાત નેહા સાથે થાય છે જે બીજાને ખાસ ઓળખતા નહિ પણ વાત થયેલી એક બે વાર બસ સ્ટોપ પર. અને વાતો વાતોમાં સારી દોસ્તી થઈ જાય છે એક એવી દોસ્તી જે પ્રેમ થી પણ ઉપર અને નેહા એને જાણતી. સમજતી રાજની વાતો સાંભળતી અને કેહતી યાર હું છું ને તારી સાથે તું જે પણ કઈ પણ વાતો મારી સાથે સેર કર અને મન હલકું થઈ જશે તારું રાજ.
રાજ પણ હવે નેહા નાં આવવાથી ખુશ રહેવા લાગ્યો જાણે કોઈ પોતાનું એને સમજનાર મળી ગયુ હોય માટે ઘણો ખુશ રાજ પણ નસીબ પાછું પલ્ટી ગયુ ફરી પડતી આવી રાજનાં જીવનમાં મેડિકલ ઓફિસર જેવી સારી જોબ છૂટી અને ફરી બેકાર થયો ઘર ચલાવા પણ ફાંફા થયા અને સમય પારખી ગયો રાજ પાણી આવે પેલા પાળ બાંધવી માટે એના લેવલ વગર એટલકે એ મજૂરીકામ માં જોડાયો બસ પૈસા આવે અને ઘેર પરિવાર ને બે ટાઈમ ખાવા મળે બસ.
ને નેહા થોડી ઘણી મદદ કરતી સાથે ને હિમ્મત આપતી રાજ ને
રાજનાં જીવનમાં ફરી એક મોટો સૉર્ટ રમવા જાણે નેહા આવી હોય એમ રાજનાં જીવનમાં મુશ્કેલી વધારી જે રાજ માટે આઘાત ભરી દે છે.
હા નેહા કઈ પણ કહ્યા વગર રાજને આમ છોડી દે છે અને ક્યાંક ગુમનામી ખોવાઈ જાય છે
જે રાજ માટે આશીર્વાદ હતી નેહાની દોસ્તી એ હવે અભિશ્રાપ બની ગઈ
રાજ કંઈજ સમજી શકતો નહિ શું થયુ આ કેમ થયુ આ.
નેહાને પૂછવા કરતો પણ નેહા હવે એ નેહા ન હતી રઈ જે રાજની કેર લેતી અને મુશ્કેલીમાં સાથે ઉભી રહી હિમ્મત આપતી અને એને સમજતી.
પણ નેહાના જવાથી રાજ સાવ તૂટી જાય છે.
નેહા પણ બધું જાણતી હોવા છતાંય આવી રીતે જાણે રાજની દુનિયા રૂઠી ગઈ અને આ તરફ દીકુ રાજ તરફ ગુસ્સે કારણ રાજની જોબ નાં લીધે અને પોતે જોબ જવું પડિયુ માટે પણ રાજ ઘણીવાર દીકુ ને કેહતો તું મને કેમ સમજી નથી શક્તિ હવે ?
અને આ સવાલ નો સૉર્ટ જવાબ આવે તમારો ભ્રમ છે તો રાજ કેહતો તો પછી આવું વર્તન કેમ મારી સાથે ?
તું પણ બદલાય ગઈ બધાં જેમ
રાજ એકલો બેસી કોસયા કરતો પોતાના નસીબ ને અને નેહા વિષે વિચારતો આમ જ કરવું હતું તો કેમ આવી મારાં જીવનમાં
અને દીકુ તું તને તો મે પહેલાજ બધી વાત કરી હતી મરચું રોટલો ખાવા મળે તો ખાઈ લે જે મારી સાથે લગ્ન કરતા પહેલા કારણ સમય ક્યા બદલાય જાય કે પરિવાર તરફથી કોઈ પ્રોબ્લેમ આવે બધું સ્વીકારવા ત્યાર હોય તોજ લગ્ન કર મારી સાથે
અને હવે આવું ?
શું હું જ જવાબદાર છું બધી તકલીફો નો ?
પરિવાર તો છૂટી ગયુ અને પત્ની હવે એ પણ જોબ કરતી પણ એના મનમાં એકજ વાત તારા હિસાબે આ દિવસ જોવા મળ્યો મને.
રાજ ક્યારેક અરીસા સામે જોઈ વાત કરી લેતો.
""કોઈ મારું તો વિચારો "!
કોઈ છે ?
અને સામે જાણે અરીસો એના પર હસીને કેહતો હોય
"તારું કોઈ નથી" અહીં.
થોડા સમય પછી એટલે કે જન્મદિવસ પર રાજની તબિયત બગડે છે અને ડોક્ટર કે છે કૅન્સર છે લાસ્ટ સ્ટેજનું આ સાંભળી રાજના પગ નીચેથી જાણે જમીન ખસકી ગઈ હોય એમ તૂટી જાય છે.દીકુ પણ
રાજ સમય પારખી ગયો એ સેજ પણ ડર્યા વગર ડૉક્ટરને કહે છે સર રિપોર્ટ આવે પછી વાત બાકી હું માનતો નથી ને પરિવાર ને પણ આશ્વાસન આપે છે અને બધું જાણતો સાચું હોવા છતાંય બધું હસી પાછળ ગમ છુપાવી દે છે.
આ બધું બસ રાજને જે લોકોએ તોડી નાખ્યો એને આમ એકલો એ જવાબદાર હતું.
કારણ રાજ હવે બસ મશીન જેમ જોબ અને ખાવુ પીવું નહિ બસ ઘરમાં તકલીફ પડે નહિ અને એકબાજુ જે નેહા એ કરીયુ એ એને મોટો સદમો હતો જે રાજનું મનોબળ તોડી નાખીયુ હતું.
રાજ નાં રિપોર્ટમા કૅન્સર આવે છે પણ રાજ હિમ્મત નથી હારતો એ સમજતો હોય બધું જો હું તૂટી ગયો તો મારું ઉપર જવાની ટિકિટ પાકુ.
ઓપચારિકતા માટે પરિવાર આવે અને કૅન્સર nu ઓપરેશન થયુ પણ રાજ એનો અવાજ ખોઈ બેઠો અને જમવાનું પણ. હવે રાજ ખાઈ નથી શકતો. બોલી નથી શકતો અને કોઈ સમજી શકે નહિ. એની પ્રોબ્લેમ માટે
વધારે ટ્રેસમા રહેતો
"આતો હજી શરૂઆત હતી આગળ જમ્હજી (હજી )
ઘણું જોવાનું બાકી હતું.
ફરી એક નવો વણાંક લે આ લવ યુ(જિંદગી )
"જે રાજની જિંદગી વધારે કઠોર બનાવે છે
હા થોડા સમયમાં ફરી કૅન્સર આવે છે હવે પાછો ટીવીસ્ટ આવ્યો ઑપચારિક સંબધો પણ હવે એમાંથી પણ અને દીકુ પણ હિમ્મત હારી ગઈ. નેહા તો પહેલાજ છોડી ગઈ હતી.
આ કુદરત નો ખેલ જ કહેવાય.
જે દરેક પળ રાજનાં મુશ્કેલ બનાવતું હતું
હવે રાજનું પરિવાર ને ભૂખ્યા રહેવા નાં દિવસો આવ્યા માટે કોઈ રસ્તો મળતો નથી રાજ ને એક સમય એમ થયુ પરિવાર સાથે આત્મહત્યા કરી લવ પણ આ શક્ય હતું નહિ.
જિંદગી તો ઈશ્વર ની દેન આમ હારી નાં જવાય અને રાજ ફરી સ્ટ્રોંગ થઈ મોત સાથે જુસ્સા થી લડવાનું શરૂ કરીયુ ને એટલા પહેલું પગથિયું ફેસબુક મા મદદ માટે અપીલ કરી ને જોત જોતામાં ઘણા લોક એની વહારે આવ્યા ને રાજ આ રીતે હિમ્મત અને થોડી દીરજ સાથે કોઈ પણ તકલીફ આવે હારવું નહિ.
આજ રાજ એની દવા પણ કરાવી રહ્યો પણ
હજી ઘા ભૂલ્યો નથી જે પરિવાર અને મિત્રો એ આપ્યા !

