મૌન સંવાદ
મૌન સંવાદ


હિયાના હાથમાં કવનનો હાથ હતો. બંનેના ચહેરા પર સ્મિત હતું. મૌન સંવાદ બંનેના ચહેરા પર પ્રગટ થઈને અરસપરસ સ્પર્શની ભાષા દ્વારા પ્રેમાલાપ કરી રહ્યા હતા.
મુક બધિર સંસ્થાના ઓટલે બેઠેલા કોઈ કલાકાર જીવે લખ્યું,
“પ્રેમને વહેવા કોઈ ઢાળની કે ભાષાની જરુર નથી. એ તો રુંવે રુંવે બોલે અને આંગળીએ આંગળીએ સુણે.”